Surat : રાજકોટ બાદ આવતીકાલે સુરતમાં તિરંગા યાત્રા, આ રૂટ ડાઇવર્ટ કરાયાં
ગુજરાતનાં રાજકોટમાં (Rajkot) આજે તિરંગ યાત્રાની (Tirang Yatra) શરૂઆત કરાઈ હતી. જ્યારે આવતીકાલે સુરતમાં (Surat) તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. માહિતી મુજબ, આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ઉપરાંત કેન્દ્રીય કેબિનેટ મંત્રી CR પાટીલ (CR Patil), રાજ્યગૃહ મંત્રી હર્ષ (Harsh Sanghvi) સંઘવી સહિત અન્ય દિગ્ગજ નેતાઓ, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાશે. જો કે, આ તિરંગા પદયાત્રાને લઈ સિટી બસ અને BRTS બસનાં કેટલા રૂટ ડાઇવર્ટ કરાયાં છે.
આ પણ વાંચો - Rajkot : 'તિરંગા યાત્રા'નો પ્રારંભ, JP નડ્ડાનાં કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું - તેમને માત્ર એક જ પરિવાર..!
રાજકોટમાં (Rajkot) બહુમાળી ચોક ખાતેથી આજે ભાજપની તિરંગા યાત્રાની (Tiranga Yatra) શરૂઆત થઈ હતી. આ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નડ્ડા, કેન્દ્રીયમંત્રી CR પાટીલ (CR Patil), કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani), પૂર્વ રાજ્યપાલ વજુવાળા સહિતનાં દિગ્ગજ નેતાઓ સ્ટેજ પર પહોંચ્યા હતા. ત્યારે આવતીકાલે સુરતમાં (Surat) BJP દ્વારા તિરંગા પદયાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રામાં મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, રાજ્યકક્ષાનાં અન્ય મંત્રીઓ સહિત શહેરનાં ધારાસભ્યો, કોર્પોરેટરો પણ ભાગ લેશે. આ તિરંગા યાત્રાને લઈ આવતીકાલે સિટી બસનાં (City Bus) રૂટ ડાયવર્ટ કરાયા છે. ટ્રાફિક જામ ન સર્જાય તે માટે આ ડાયવર્ટ અપાયા છે. સિટી બસ અને BRTS બસનાં કેટલાક રૂટ ડાયવર્ટ રહેશે. અહીં જાણો, ડાયવર્ટ રૂટની સંપૂર્ણ માહિતી...
આ પણ વાંચો - Surat : હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનારા યુનિ. કર્મચારી સામે કડક કાર્યવાહી!
1.રૂટ નંબર 12 ONGC કોલોનીથી સરથાણા નેચરપાર્ક સોમેશ્વર સુધી કાર્યરત રહેશે.
2.રૂટ નંબર 14 ONGC કોલોનીથી કોસાડ ઇડબલ્યુએસ- H2 પાલ RTO સુધી કાર્યરત રહેશે.
3. રૂટ નંબર 1 અને 2 અડાજણ GSRTC રેલવે સ્ટેશન લુપ પોલીસની સૂચના અનુસાર ડાયવર્ઝન
4. રૂટ નંબર 106 સુરત રેલવે સ્ટેશન ટર્મિનલથી આભવા ગામ સદંતર બંધ રહેશે
5. રૂટ નંબર 117 સુરત રેલવે સ્ટેશન ટર્મિનલથી પાલનપુર ગામ પોલીસની સૂચના અનુસાર ડાયવર્ઝન રહેશે
6. રૂટ નંબર 126 સુરત રેલવે સ્ટેશનથી વીએનએસજીયુ સદંતર બંધ રહેશે
7. રૂટ નંબર 136 સુરત રેલવે સ્ટેશનથી સુરત એરપોર્ટ સદંતર બંધ રહેશે
8. રૂટ નંબર 153 ઉમરાગામથી કાપોદ્રા સદંતર બંધ રહેશે.
9. રૂટ નંબર 204 ચોક ટર્મિનલથી ગભેણી ગામ રાજકોટ જેલ પોલીસની સૂચના અનુસાર ડાયવર્ઝન રહેશે
10. રૂટ નંબર 205 ચોક ટર્મિનલથી ઘોડાદરા પોલીસની સૂચના અનુસાર ડાયવર્ઝન રહેશે
11. રૂટ નંબર 209 ડભોલી એરિયાથી ડીંડોલી પોલીસની સૂચના અનુસાર ડાયવર્ઝન રહેશે
12. રૂટ નંબર 206 ટર્મિનલથી ડુમ્મસ લંગર સદંતર બંધ રહેશે
13. રૂટ નંબર 216 ચોક ટર્મિનલથી ભીમપુર કાંદી ફળિયા સદંતર બંધ રહેશે
14. રૂટ નંબર 226 કોસાડ ગામથી VNSGU સદંતર બંધ રહેશે
15. રૂટ નંબર 706 ઇસકોન સર્કલથી VNSGU સદંતર બંધ રહેશે
16. રૂટ નંબર 716 જાગીરપુરાથી ગેલ કોલોની સુધી સદંતર બંધ રહેશે
આ પણ વાંચો - બનાસકાંઠા બાદ Kheda ની શાળામાંથી શિક્ષિકા 'છૂમંતર'! NOC વિના જ વર્ષથી વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ