ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : ગંગાધર ચોકડી પાસે ખાનગી ટ્રાવેલ્સે સ્કૂલ બસ, રિક્ષાને અડફેટે લીધા, 1 નું મોત, જુઓ Video

સુરતના ગંગાધર ચોકડી પાસે ત્રિપલ અકસ્માત ખાનગી ટ્રાવેલ્સે સ્કૂલબસ અને રિક્ષાને લીધી અડફેટે હાઈવે ક્રોસ કરી રહેલી સ્કૂલબસ અને રિક્ષાને અડફેટે લીધી સ્કૂલબસ વિદ્યાર્થીઓ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી સુરતનાં (Surat) ગંગાધર ચોકડી પાસે ત્રિપલ અકસ્માતની ગોઝારી ઘટના બની...
01:36 PM Oct 09, 2024 IST | Vipul Sen
  1. સુરતના ગંગાધર ચોકડી પાસે ત્રિપલ અકસ્માત
  2. ખાનગી ટ્રાવેલ્સે સ્કૂલબસ અને રિક્ષાને લીધી અડફેટે
  3. હાઈવે ક્રોસ કરી રહેલી સ્કૂલબસ અને રિક્ષાને અડફેટે લીધી
  4. સ્કૂલબસ વિદ્યાર્થીઓ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી

સુરતનાં (Surat) ગંગાધર ચોકડી પાસે ત્રિપલ અકસ્માતની ગોઝારી ઘટના બની છે. ખાનગી ટ્રાવેલ્સે સ્કૂલ બસ અને રિક્ષા અને હાઈવે ક્રોસ કરી રહેલા રાહદારીને અડફેટે લેતા રાહદારીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે સ્કૂલ બસ ખાલી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. અક્સમાતમાં રિક્ષાનો ખુરદો બોલાઈ ગયો હતો. અકસ્માતને પગલે પલસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

આ પણ વાંચો - Surat ની 10 સહિત ગુજરાતની 35 મહિલા કતારની જેલમાં કેદ! જાણો કેમ ?

ગંગાધર ચોકડી પાસે હાઇવે પર ત્રિપલ અકસ્માત

સુરતનાં (Surat) ગંગાધર ચોકડી (Gangadhar Chowkdi) પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર પૂરઝડપે આવી રહેલા ખાનગી ટ્રાવેલ્સનાં ચાલકે ત્યાંથી પસાર થતી નાલંદા વિદ્યાલયની સ્કૂલ બસ (School Bus) અને મુસાફરોથી ભરેલી રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. સાથે હાઇવે ઓળંગી રહેલા રાહદારીને પણ અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં રાહદારીનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે સ્કૂલ બસ ખાળીયામાં ખાબકી હતી. જો કે, સદનસીબે સ્કૂલ બસમાં કોઈ વિદ્યાર્થી ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

આ પણ વાંચો - Harsh Sanghvi એ ભુજમાં વિવિધ કામોનું ઇ-લોકાર્પણ કર્યું

અકસ્માતમાં રાહદારીનું ઘટના સ્થળ પર મોત

બીજી તરફ આ ઘટનામાં રિક્ષાનો ખુરદો બોલાઈ ગયો હતો. અક્સમાતને પગલે લોકોનું ટોળું ભેગું થયું હતું. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતાં પલસાણા પોલીસની (Palsana Police) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આરોપ છે કે ખાનગી બસનાં ડ્રાઇવરની ભૂલનાં કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જોયો હતો. અકસ્માતની આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - VADODARA : ભાયલી ગેંગ રેપ મામલે પોલીસના નિવેદનમાં વિરોધાભાસ

Tags :
CCTVGangadhar ChowkdiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsPalsana policePrivate Travell BusRaod Accidentschool busSurat
Next Article