Surat : તહેવારનાં દિવસે આ મોલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી! પોલીસ તંત્ર દોડતું થયું
- સુરતમાં (Surat) ફરી એકવાર VR મોલને ધમકીભર્યો ઈમેઇલ મળ્યો
- ઈમેઇલમાં મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ
- SOG, PCB પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
- બૉમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ મોલમાં સઘન તપાસ હાથ ધરી
સુરતમાં (Surat) ફરી એકવાર VR મોલને ધમકીભર્યો ઈમેઇલ મળ્યો છે. આ ઇમેલમાં મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તહેવારના દિવસે મોલને ઉડાવી દેવાની ધમકી મળતા સુરત SOG, PCB પોલીસનો કાફલો દોડતો થયો હતો અને ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ સાથે બૉમ્બ સ્કોડ (Bomb Squad) અને ડોગ સ્કોડે VR મોલમાં સઘન તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો - Banaskantha : કોંગ્રેસમાં ઘર વાપસી કરવા ગેનીબેન ઠાકોરનાં આમંત્રણ પર BJP કાર્યકરે કહ્યું- હવે હું..!
VR મોલને ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો
આજે રક્ષાબંધનનો (Rakshabandhan) તહેવાર હોવાથી સુરતમાં (Surat) વિવિધ મોલમાં લોકોની ભારે ભીડ છે. દરમિયાન, શહેરનાં જાણીતા VR મોલને (VR Mall) ફરી એકવાર ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો, જેમાં મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તહેવારના દિવસે મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરત પોલીસ તંત્ર (Surat PCB Police) દોડતું થયું હતું. માહિતી મુજબ, SOG અને PCB પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ આદરી હતી. સાથે જ બૉમ્બ સ્કોડ અને ડોગ સ્કોડે (Dog Squad) પણ મોલમાં સઘન તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો - પાકિસ્તાની બહેન અને PM MODI...બંને વચ્ચે શું સંબંધ...?
બૉમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ મોલમાં સઘન તપાસ હાથ ધરી
સુરત પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મોલને બોમ્બથી ઉડાવી દેવાનાં ઇમેઇલ અંગે માહિતી મળતા જ કાર્યવાહી કરવામાં આવી હતી અને મોલને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો. તહેવારની રજા (Rakshabandhan) હોવાથી મોટી સંખ્યામાં લોકો VR મોલમાં આવ્યા હતા. જો કે, આ ઘટનાને પગલે લોકોએ પણ સહકાર આપતા મોલને તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં સફળતા મળી હતી. ઇમેઇલ કોણે મોકલ્યો ? બોમ્બ મામલે હાલ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો - Ahmedabad ના સ્પર્શ બંગલોમાં ત્રાટક્યા લૂંટારા, 3 મકાનોમાંથી....