Surat: SVNIT કોલેજ ફરી વિવાદમાં, એન્ટરટેઈન્મેન્ટના નામે કોલેજમાં જોખમી સ્ટંટ, જુઓ વીડિયો
- સુરતની SVNIT કોલેજ આવી ફરી વિવાદમાં
- એન્ટરટેઈન્મેન્ટના નામે કોલેજમાં થાય છે જોખમી સ્ટંટ
- પ્રોફેસરની સામે જ જોખમી સ્ટંટ કરવામાં આવ્યો
સુરત (Surat) ની SVNIT ( Surat SVNIT College) કોલેજ ફરી વિવાદમાં આવવા પામી છે. કોલેજમાં એન્ટરટેઈન્મેન્ટના નામે જોખમી સ્ટંટ (Dangerous Stunt) બાજી થઈ રહી છે. પ્રોફેસરની સામે જ જોખમી સ્ટંટ કરવામાં આવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. કોલેજ કેમ્પમાં માઈન્ડ બેન્ડ ઈવેન્ટનું આયોજનક કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટરમાં કાર તેમજ બાઈકથી જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા. આ જોખમી સ્ટંટનાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ?
સુરત (Surat) ની SVNIT(સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી) માં તા. 7 એપ્રિલનાં રોજ માઈન્ડ બેન્ડ ઈવેન્ટરનું આયોજનક કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં રાત્રિ દરમ્યાન કોલેજ કેમ્પસમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર તેમજ બાઈક ઉપર જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા. તેમજ કારને મોડીફાઈ કરવામાં આવી હતી. મોડી રાત સુધી કોલેજ કેમ્પસમાં આ પ્રકારનાં સ્ટંટ કરવામાં આવ્યા હતા. જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? મોટી સંખ્યામાં વિદ્યાર્થી પણ સ્ટંટબાજી સમયે હાજર હતા. અગાઉ પણ આ કોલેજ વિવાદોમાં આવી ચૂકી છે.
આ પણ વાંચોઃ અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે, N.A.થશે માત્ર 10 દિવસમાં
પ્રોફેશનલ ટીમ દ્વારા આખી ઈવેન્ટ થઈ હતીઃ ડો.સંજય પટેલ (ડીન SVNIT યુનિ.)
આ બાબતે SVNIT કોલેજનાં ડીન ડો. સંજય પટેલે (Dr. Sanjay Patel) જોખમી સ્ટંટને (Dangerous Stunt) લઈને SVNITના ડીનનો લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, SVNITમાં ગયા વર્ષે પણ બાઈક સ્ટંટની ઈવેન્ટ કરાઈ હતી. આ વર્ષે લક્ઝુરિયસ કાર શોનો પ્રોગ્રામ હતો. તેમજ પ્રોફેશનલ ટીમ દ્વારા આખી ઈવેન્ટ થઈ હતી.
નેશનલ કોલેજમાં આવી પ્રવૃત્તિ કેટલી યોગ્ય?
- પ્રોફેસરની સામે જ જોખમી સ્ટંટ કરવાની પરવાનગી કોણે આપી?
- બાઇક અને કારના સ્ટંટ કરાયા, મંજૂરી લીધી હતી કે નહીં?
- જો કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?
- રોડ પર સ્ટંટ થાય તો પોલીસ કાર્યવાહી કરે છે તો કોલેજ સામે થશે?
- શું પોલીસ SVNIT કોલેજના વિદ્યાર્થીઓ સામે પગલા ભરશે?
- શું કોલેજમાં આ પ્રકારના સ્ટંટ યોગ્ય છે?
- કોલેજ સત્તાધિશોની રહેમનજર હેઠળ સમગ્ર સ્ટંટબાજી થઈ રહી છે?
આ પણ વાંચોઃ Navsari: ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીમાં ડૂબી જતા બે ના મોત, ત્રણનો બચાવ