ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat Stone Pelting : મેયર, પો. કમિશનર સાથે ગૃહ રાજ્યમંત્રીની બેઠક, સૈયદપુરામાં દબાણો દૂર કરાયાં

મેયર, પો. કમિશનર સાથે ગૃહ રાજ્યમંત્રીની બેઠક રાજ્ય ગૃહ મંત્રીનાં આદેશ બાદ પાલિકા તંત્ર એક્શનમાં સુરત મેયરની સૂચના અન્વયે સ્થાનિક વિસ્તારનાં દબાણો દૂર કરાયાં સુરતનાં સૈયદપુરા વિસ્તારમાં ગઈકાલે રાતે કેટલાક વિધર્મી યુવકો દ્વારા ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારા (Surat...
04:06 PM Sep 09, 2024 IST | Vipul Sen
  1. મેયર, પો. કમિશનર સાથે ગૃહ રાજ્યમંત્રીની બેઠક
  2. રાજ્ય ગૃહ મંત્રીનાં આદેશ બાદ પાલિકા તંત્ર એક્શનમાં
  3. સુરત મેયરની સૂચના અન્વયે સ્થાનિક વિસ્તારનાં દબાણો દૂર કરાયાં

સુરતનાં સૈયદપુરા વિસ્તારમાં ગઈકાલે રાતે કેટલાક વિધર્મી યુવકો દ્વારા ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારા (Surat Stone Pelting)  મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) પોલીસ કમિશનર, મેયર સાથે મહત્ત્વની બેઠક કરી હતી.આ બેઠક બાદ હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી કાર્યવાહી અંગે માહિતી આપી હતી. બીજી તરફ રાજ્ય ગૃહમંત્રીનાં આદેશ બાદ પાલિકા તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું અને સુરત મેયરની સૂચના અન્વયે સ્થાનિક વિસ્તારનાં દબાણો દૂર કરાયાં હતા.

આ પણ વાંચો - Surat CP: સગીર પથ્થરબાજોની ઉશ્કેરણી કોણે કરી...? તપાસ ચાલુ...

ગૃહ રાજ્યમંત્રીની મેયર, પો. કમિશનર સાથે મહત્ત્વની બેઠક

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતનાં સૈયદપુરા (Syedpura) વિસ્તારમાં ગણશે પંડાલ પર થયેલા પથ્થમારા મામલે (Surat Stone Pelting) આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે મેયર, પોલીસ કમિશનર, કોર્પોરેશનાં અધિકારીઓ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક કરી હતી. બેઠક બાદ હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે, આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે ઘરે ઘરે જઈ શોધી શોધીને આરોપીઓની ધરપકડ કરી છે. તેમણે સખત શબ્દોમાં કહ્યું કે, પોલીસે સખતાઇપૂર્વક કાર્યવાહી કરી અસામાજિક તત્વોને ઝડપી પાડ્યા છે. શાંતિ ડોહળવાનો પ્રયત્ન કરનારને સાખી નહિ લેવાય. આ સાથે તેમણે કહ્યું કે, હું સામાજિક સંગઠનોને અપીલ કરવાં માંગુ છે કે ગુજરાતને દિવસ-રાત મહેનત કરી દેશનું સૌથી મોટું ગ્રોથ એન્જિન બનાવવાનું છે. લઘુમતી સમાજનાં અગ્રણીઓને મારી અપીલ છે કે આવા યુવાઓને સાચો માર્ગ બતાવે. આ સાથે તેમણે કહ્યું કે, કોઈ નિર્દોષ વ્યક્તિને જેલ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં  આવ્યું છે.

આ પણ વાંચો - Surat Stone Pelting : પથ્થરબાજોનું જાહેરમાં સરઘસ, આજે કોર્ટમાં રજૂ કરાશે, મંત્રી ઋષિકેશ પટેલે કહી આ વાત

સ્થાનિક વિસ્તારનાં દબાણો દૂર કરાયાં

બીજી તરફ, રાજ્ય ગૃહમંત્રીનાં આદેશ બાદ પાલિકા તંત્ર (SMC) એક્શનમાં આવ્યું છે. સુરત મેયરની સૂચના અન્વયે સ્થાનિક વિસ્તારના દબાણો દૂર કરાયાં છે. બેઠક બાદ મેયર દક્ષેશ માવાણીએ (Mayor Dakshesh Mavani) કહ્યું કે, સંકલન બેઠકમાં પણ આ દબાણો અંગે ચર્ચા કરાઈ હતી. જે દબાણ દૂર કરવા નિર્ણય લેવાયો હતો. પરંતુ, ગણેશ પંડાલ પર પથ્થર મારાની ઘટના બાદ દબાણો દૂર કરવાની કામગીરી યુદ્ધનાં ધોરણે હાથ ધરાઇ છે. મેયરે કહ્યું કે, પથ્થર ફેકનાર દરેક વ્યક્તિ સમાજનો ગુનેગાર છે.જે દબાણનો દૂર કરાયાં છે તે SUDA ની રિઝર્વેશનની જગ્યા પર કરાયા હતા. ગેરકાયદેસર રીતે દબાણ કરાતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે કાર્યવાહી આગામી દિવસોમાં પણ આગળ ચાલુ રહેશે.

આ પણ વાંચો - DGP ની અસામાજિક તત્વોને ચેતવણી, રાજ્યમાં અશાંતિ સર્જનાર....

Tags :
Commissioner of PoliceGujarat FirstGujarati NewsHarsh SanghaviMayor Dakshesh MavaniSMCSUDASuratSurat MayorSurat Stone PeltingSyedpura
Next Article