Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં! Gujarat First નાં Reality Check માં ચોંકાવનારો ઘટસ્ફોટ!

સ્મીમેર હોસ્પિટલનાં (Surat) રેસિડેન્ટ ડોક્ટરનાં ડેન્ગ્યુથી મોત બાદ ખુલાસો Gujarat First નાં Reality Check માં ઘટસ્ફોટ! કચરાનાં ઢગલાંમાંથી દારૂ અને બિયરની ટીન મળ્યા! સુરત (Surat) મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલનાં (SMIMER Hospital) ડોક્ટરનું ડેન્ગ્યુનાં કારણે મોત નીપજ્યું હતું. આ...
surat   સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં  gujarat first નાં reality check માં ચોંકાવનારો ઘટસ્ફોટ
  1. સ્મીમેર હોસ્પિટલનાં (Surat) રેસિડેન્ટ ડોક્ટરનાં ડેન્ગ્યુથી મોત બાદ ખુલાસો
  2. Gujarat First નાં Reality Check માં ઘટસ્ફોટ!
  3. કચરાનાં ઢગલાંમાંથી દારૂ અને બિયરની ટીન મળ્યા!

સુરત (Surat) મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલનાં (SMIMER Hospital) ડોક્ટરનું ડેન્ગ્યુનાં કારણે મોત નીપજ્યું હતું. આ મામલે ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં મસમોટા અને ચોંકાવનારા ખુલાસા થયા છે. કોર્પોરેશન (SMC) દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ કે જ્યાં લોકો સારવાર લેવા માટે જતાં હોય છે ત્યાં જ ગંદકીનો ખડકલો જોવા મળ્યો હતો. ત્યારે હોસ્પિટલ તંત્ર અને સુરત કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે.

Advertisement

આ પણ વાંચો - 'દાદા સરકાર' ને 3 વર્ષ પૂર્ણ, પ્રવક્તામંત્રી Rishikesh Patel સાથે Gujarat First ની ખાસ વાતચીત

Advertisement

સ્મીમેર હોસ્પિટલનાં ડોક્ટરનું ડેન્ગ્યૂથી મોત

જણાવી દઈએ કે, સુરત (Surat) મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલનાં ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યૂનાં કારણે મોત નીપજ્યું હતું. તબીબનાં મોતથી ચકચાર મચી જવા પામી હતી. આ મામલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં ચોંકાનારા ઘટસ્ફોટ થયા છે. ગુજરાત ફર્સ્ટનાં રિયાલિટી ચેક દરમિયાન હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. જ્યાં નાગરિકો સાજા થવા માટે આવતા હોય છે, ત્યાં જ ગંદકીનો ખડકલો દેખાય છે. ચોંકાવનારી બાબત તો એ છે કે હોસ્પિટલમાં કચરાનાં ઢગલાંમાંથી દારૂ અને બિયરનાં ટીન પણ મળી આવ્યા હતા. ત્યારે સવાલ થઈ રહ્યા છે કે શું હોસ્પિટલમાં રાત્રે દારૂની મહેફિલો થતી હશે ?

Advertisement

આ પણ વાંચો - Narmada : ચૈતર વસાવાના આરોપ પર મનસુખ વસાવાની પ્રતિક્રિયા, કહ્યું - તેમનો સ્વભાવ લોકો સાથે ઘર્ષણ કરી..!

હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય, દારૂ-બિયરનાં ટીન મળ્યા

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સ્મીમેર હોસ્પિટલ વિવાદમાં સપડાઈ ચૂકી છે. રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કોલ ગર્લ બોલાવતા મોટો વિવાદ થયો હતો. જ્યારે અન્ય રેસિડેન્ટ ડોક્ટર્સ દારૂના નશામાં પણ મળી આવ્યા હતા. જો કે, અગાઉની ઘટનાઓ પરથી પણ હોસ્પિટલ તંત્રે કોઈ બોધપાઠ ન લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે ફરી એકવાર ગંદકીનાં ઢગલાંમાંથી બિયરનાં ટીન મળી આવ્યા છે. સાથે જ હોસ્પિટલમાં ગંદકીમાંનાં કારણે લોકો રોગચાળાનો શિકાર બની રહ્યા હોવાનાં પણ આરોપ થઈ રહ્યા છે. આ મામલે હવે હોસ્પિટલ તંત્ર અને સુરત કોર્પોરેશન (SMC) દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.

સવાલ તો પૂછાશે જ!

> આ હોસ્પિટલ સાજા કરવા માટે છે કે બીમાર પાડવા માટે?
> મનપા અને હોસ્પિટલનાં અધિકારીઓની ઊંઘ ક્યારે ઊઘડશે ?
> આવી જગ્યા પર સામાન્ય જનતાને આપવામાં આવે છે સારવાર ?
> હોસ્પિટલમાં સાફ-સફાઇ રાખવીને જવાબદારી કોની ?
> કચરાંનાં ઢગલાંમાં બિયરની ટીન ક્યાંથી આવ્યા ?
> આ બિયરનાં ટીન કોણ નાખી ગયું ?
> ડોક્ટર પણ રોગચાળાનો ભોગ બનતા હોય તો સામાન્ય જનતાનું શું?

આ પણ વાંચો - Rajkot : સનાતન ધર્મને લજવતા સાધુનો Video વાઇરલ, ધાર્મિક સ્થળ પર કર્યું શર્મનાક કૃત્ય!

Tags :
Advertisement

.