Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : માંડવીમાં લંપટ આચાર્યની શર્મનાક કરતૂત, કોસંબામાં 18 વર્ષીય યુવતી સાથે યુવકે કર્યું અનેકવાર દુષ્કર્મ

માંડવીમાં આશ્રમશાળાનાં આચાર્ય પર ગંભીર આરોપ આચાર્ય યોગેશ પટેલ પર સગીરાને અપડલાં કરવાનો આરોપ કોસંબામાં 18 વર્ષની યુવતી પર 35 વર્ષના યુવકે આચર્યું દુષ્કર્મ ભાઈનાં ઘરે કામ કરતી યુવતી પર વારંવાર આચર્યું દુષ્કર્મ સુરક્ષિત સુરતનાં (Surat) દાવાઓ વચ્ચે સુરતમાં...
surat   માંડવીમાં લંપટ આચાર્યની શર્મનાક કરતૂત  કોસંબામાં 18 વર્ષીય યુવતી સાથે યુવકે કર્યું અનેકવાર દુષ્કર્મ
  1. માંડવીમાં આશ્રમશાળાનાં આચાર્ય પર ગંભીર આરોપ
  2. આચાર્ય યોગેશ પટેલ પર સગીરાને અપડલાં કરવાનો આરોપ
  3. કોસંબામાં 18 વર્ષની યુવતી પર 35 વર્ષના યુવકે આચર્યું દુષ્કર્મ
  4. ભાઈનાં ઘરે કામ કરતી યુવતી પર વારંવાર આચર્યું દુષ્કર્મ

સુરક્ષિત સુરતનાં (Surat) દાવાઓ વચ્ચે સુરતમાં જ દીકરીઓ સુરક્ષિત નથી તેવી હકીકત ઉજાગર કરતી બે હચમચાવતી ઘટનાઓ સામે આવી છે.  પહેલી ઘટનામાં માંડવીમાં આશ્રમશાળાનાં આચાર્ય પર શાળાની સગીરા સાથે શારીરિક અડપલાં કર્યાનાં ગંભીર આરોપ લાગ્યા છે. જ્યારે બીજી ઘટનામાં કોસંબામાં (Kosamba) 35 વર્ષનાં યુવકે તેના ભાઈનાં ઘરે કામ કરતી 18 વર્ષની યુવતી પર દુષ્કર્મ આચર્યું છે.

Advertisement

આ પણ વાંચો - Gujarat ATS અને NCB ની MP નાં ભોપાલમાં મોટી કાર્યવાહી, કરોડોનાં ડ્રગ્સ સાથે 2 ને દબોચ્યા

Advertisement

આશ્રમશાળાનાં આચાર્ય પર ગંભીર આક્ષેપ

રાજ્યમાં વધુ એક લંપટ શિક્ષકની શર્મનાક કરતૂત સામે આવી છે. માંડવી (Mandvi) તાલુકામાં આવેલી એક આશ્રમ શાળાનાં (Ashram School) આચાર્ય યોગેશ પટેલ પર ખૂબ જ ગંભીર આરોપ લાગ્યો છે. આચાર્ય યોગેશ પટેલ પર શાળાની સગીરા સાથે શારીરિક અડપલાં (Physically Assaulting) કર્યાનો આરોપ લાગ્યો છે. લંપટ આચાર્યની કરતૂત સામે આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. આ મામલે માંડવી પોલીસને (Mandvi Police) પણ જાણ કરવામાં આવી હતી. માંડવી પોલીસે લંપટ આચાર્ય યોગેશ પટેલ સામે પોક્સો (POCSO) અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોનો આરોપ છે કે અગાઉ પણ આ લંપટ આચાર્ય એ સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Dakor : રણછોડરાયજી મંદિરે દર્શનાર્થે જતાં ભક્તો માટે ખુશીનાં સમાચાર, હવે મળશે આ ફ્રી સેવા

કોસંબામાં 18 વર્ષની યુવતી પર 35 વર્ષના યુવકે આચર્યું દુષ્કર્મ

સુરત (Surat) જિલ્લમાં વધુ એક દુષ્કર્મની ઘટના બની છે. સુરતનાં કોસંબા (Kosamba) વિસ્તારમાં 35 વર્ષનાં યુવકે તેના ભાઈનાં ઘરે કામ કરતી 18 વર્ષની યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની હચમચાવી ઘટના બની છે. આરોપ મુજબ, આરોપીએ 8 મહિના અગાઉ પહેલી વખત યુવતી પર દુષ્કર્મ કર્યું હતું. ત્યાર બાદ યુવતીને જાનથી મારવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો. આખરે કંટાળીને પીડિત યુવતીએ કોસંબા પોલીસ સ્ટેશનમાં (Kosamba Police) યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હવસખોર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Rajkot : Gujarat First નાં વધુ એક અહેવાલની ધારદાર અસર, લાંચ માગનાર પોલીસકર્મી સસ્પેન્ડ

Tags :
Advertisement

.