Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : PI ની હિંમત તો જુઓ, કટકી માટે સુપ્રીમ કોર્ટનો આદેશ ન માન્યો અને બિલ્ડરને ઉઠાવી લીધો

સુરતનાં વેસુ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર તુષાર શાહનો મામલો સુપ્રીમ કોર્ટની અવગણના કરનારા PI રાવલ અને મેજિસ્ટ્રેટ દીપા ઠાકર દોષિત 2 સપ્ટેમ્બરે સજાની સુનાવણી માટે કોર્ટમાં હાજર રહેવા આદેશ સુરતમાં (Surat) કરોડોની છેતરપિંડીની ફરિયાદ મામલે વેસુ પોલીસે આરોપી એવા બિલ્ડર...
surat   pi ની હિંમત તો જુઓ  કટકી માટે સુપ્રીમ કોર્ટનો આદેશ ન માન્યો અને બિલ્ડરને ઉઠાવી લીધો
  1. સુરતનાં વેસુ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર તુષાર શાહનો મામલો
  2. સુપ્રીમ કોર્ટની અવગણના કરનારા PI રાવલ અને મેજિસ્ટ્રેટ દીપા ઠાકર દોષિત
  3. 2 સપ્ટેમ્બરે સજાની સુનાવણી માટે કોર્ટમાં હાજર રહેવા આદેશ

સુરતમાં (Surat) કરોડોની છેતરપિંડીની ફરિયાદ મામલે વેસુ પોલીસે આરોપી એવા બિલ્ડર તુષાર શાહની (Tushar Shah) ધરપકડ કરી હતી. આ કેસમાં શ્રેષ્ઠા ગ્રૂપનાં તુષાર શાહે સુપ્રીમ કોર્ટ (Supreme Court) સુધી લડત લડી શરતી જામીન મેળવ્યા હતા. જો કે, સુપ્રીમ કોર્ટની વચગાળાની રાહત હોવા છતાં પણ વેસુ પોલીસે (Vesu Police) બિલ્ડરનાં રિમાન્ડ લઇને પોલીસ મથકે માર મારીને પૈસાની માગણી કરાઈ હોવાનો આરોપ થયો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટની અવગણનાં બદલ PI રાવલ અને મેજિસ્ટ્રેટ ઠાકર દોષિત જાહેર કરાયા છે અને 2 સપ્ટેમ્બરે સજાની સુનાવણી માટે કોર્ટમાં હાજર રહેવા આદેશ કરાયો છે.

Advertisement

આ પણ વાંચો - Ganesh Gondal Case : ગણેશ જાડેજાને હજું પણ જેલમાં રહેવું પડશે! ચાર્જશીટે વધારી મુશ્કેલી

સુપ્રીમ કોર્ટની અવગણના કરનારા PI અને મેજિસ્ટ્રેટ દોષિત

સુરતમાં (Surat) સિટી લાઈટ રોડ પર સૂર્યા પેલેસમાં રહેતા અભિષેક ગોસ્વામીએ ( Abhishek Goswami) દુકાન ખરીદી મામલે તુષાર શાહ એન્ડ કંપની સામે કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ કરી હતી. આ કેસમાં તુષાર શાહે સુપ્રીમ કોર્ટ સુધી લડત લડી હતી. સુપ્રીમ કોર્ટે તુષાર શાહને શરતી જામીન આપ્યા હતા. જો કે, સુપ્રીમ કોર્ટની વચગાળાની રાહત હોવા છતાં પણ બિલ્ડરનાં રિમાન્ડ લઇને પોલીસ મથકે માર મારીને પૈસાની માગણી કરાઈ હોવાનાં આરોપ સાથે સુપ્રીમ કોર્ટમાં સુરતનાં DCP વિજય ગુર્જર (DCP Vijay Gurjar,), વેસુ PI રાવલ (PI Rawal), મેજિસ્ટ્રેટ દીપાબેન ઠાકર અને કોન્સ્ટેબલ શાર્દુલ મેરની સામે ફરિયાદ થઈ હતી. ફરિયાદમાં સુપ્રીમ કોર્ટનાં આદેશનાં અનાદરનો પણ ઉલ્લેખ કરાયો હતો. આ ફરિયાદને સર્વોચ્ચ અદાલતે મંજૂર કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Rajkot : લાંચિયા અને સસ્પેન્ડ ફાયર અધિકારી સામે 4500 પાનાંની ચાર્જશીટ, તપાસમાં ચોંકાવનારા ખુલાસા

Advertisement

2 સપ્ટેમ્બરનાં રોજ કોર્ટમાં સજાની સુનાવણી

માહિતી મુજબ, આ કેસમાં સુપ્રીમ કોર્ટે PI રાવલ અને મેજિસ્ટ્રેટ દીપા ઠાકરને (Magistrate Deepa Thakar) દોષિત જાહેર કર્યા છે અને 2 સપ્ટેમ્બરનાં રોજ કોર્ટમાં સજાની સુનાવણી માટે હાજર રહેવા ફરમાન પણ કર્યું છે. આ ઉપરાંત, કોર્ટે બિલ્ડર તુષાર શાહને આગોતરા જામીન પર મુક્ત કરતો હુકમ પણ કર્યો છે. સુપ્રીમ કોર્ટનું આ જજમેન્ટ સુરત કોર્ટ કેમ્પસમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો - Alpana Mitra Case : કેટલાક ઇજનેરોને નોકરી ગુમાવવાનો આવી શકે છે વારો! ગોળગોળ જવાબોએ શંકા વધારી

Tags :
Advertisement

.