Surat રો રો ફેરીને દારૂના સપ્લાય માટેનો એક રસ્તો બનાવ્યો, શખ્સની કારમાંથી ઝડપાયો મોટો જથ્થો
- સુરતમાં રો રો ફેરીમાં દારૂ સપ્લાય કરતો ઈસમ ઝડપાયો
- રો રો ફેરીને દારૂની સપ્લાય માટેનો એક રસ્તો બનાવ્યો
- હજીરા પોલીસે ભાવનગરનાં બટુક સાંખટની કરી ધરપકડ
સુરત-ભાવનગર વચ્ચે શરૂ કરવામાં આવેલ રો-રો ફેરીમાં રોજનાં કેટલાય પ્રવાસીઓ પ્રવાસ કરતા હોય છે. રો રો ફેરીને દારૂન સપ્લાય માટેનો એક રસ્તો બુટલેગરો દ્વારા બનાવી દેવામાં આવ્યો છે. હજીરા પોલીસે રો રો ફેરીમાં દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી પાડ્યો હતો. શખ્સ i10 કારમાં દારૂ છુપાવીને ભાવનગર લઈ જઈ રહ્યો હતો. તે દરમ્યાન જ પોલીસે બટુક સાંખટને ઝડપી પાડ્યો હતો.
કારમાંથી દારૂની બોટલ મળી આવી
દારૂની હેરાફેરી રોકવા માટે અગાઉ કેટલીય વખતા પોલીસ દ્વારા રેડ કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. અગાઉ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દારૂની હેરાફેરી કરતા લોકોને પકડી પાડ્યા હતા. હજીરા પોલીસને બાતમી મળી હતીકે, બટુક પોતાની સિલ્વર કલરની i10 કારમાં દારૂ સંતાડી રો રો ફેરી મારફતે ભાવનગર લઈ જઈ રહ્યો છે. જે બાતમીનાં આધારે પોલીસે રો રો ફેરી પર તપાસ હાથ ધરી દારૂની હેરાફેરી કરતા બટુક સાંખટને ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચોઃ Patan : HNGU માં સરકારે ફાળવેલી 20 કરોડની ગ્રાન્ટ પાંછી ખેંચી, જાણો શું કારણ
પોલીસે તપાસ શરૂ કરી
હજીરા પોલીસે i20 કારની તપાસ હાથ ધરતા કારમાંથી 155 દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ કિ. રૂા. 4,36, 771 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આરોપીની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગ જીલ્લાનાં મહાદેવપરા ગામે બટુક સાંખટ રહે છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તેમજ આરોપી અવાર નવાર કેટલી વાર દારૂની હેરાફેરી કરી છે. તેમજ અન્ય કોણ કોણ સંડોવાયેલ છે. તે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Bhavnagar ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટિવ બેંકમાં ભરતી મામલો, સગાવાદ કરી નોકરી આપી હોવાનો આક્ષેપ