Surat : શાકબાજી કાપવાનાં ચપ્પુથી પત્નીનાં પેટમાં ઉપરાછાપરી 7 ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી, કારણ ચોંકાવનારું!
- સુરતનાં ઉધના વિસ્તારમાં હત્યાની ઘટના બની
- જમવાનું બનાવવા અને શકભાજીને લઈ ઝઘડો કર્યો
- પત્ની શાકભાજી ના લેવા જતા પતિએ હત્યા કરી નાખી
સુરતમાં (Surat) ગુનાહિત પ્રવૃત્તિઓ અટકવાનું નામ નથી લઈ રહી. મારામારી, હત્યા જેવી ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. ત્યારે, હવે વધુ એક હત્યાનો બનાવ ઉધના (Udhna) વિસ્તારમાં બન્યો છે. જમવા અને શાકભાજી લઈ લાવવા જેવી નજીવી બાબતે ક્રૂર પતીએ પત્નીની નિર્મમ હત્યા કરી હતી અને પછી પોતે ભુરિયા પોલીસ સ્ટેશનમાં (Bhuria Police Station) જઈ આત્મસમર્પણ કર્યું હતું. આ મામલે પોલીસે પતિ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો -NIOS Scam : બોર્ડ એક્ઝામમાં "પૈસા ફેંકો, પરીક્ષા પાસ કરો" કૌભાંડનો પર્દાફાશ
સુરતનો (Surat) ઉધના વિસ્તાર ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ઉધના વિસ્તારમાં પતિએ નજીવી બાબતે પત્નીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. માહિતી મુજબ, ઉઘના વિસ્તારમાં રહેતા આરોપી પતિ અકલેશનો તેની પત્ની સાથે જમવાનું બનાવવા અને શાકભાજી લઈ આવવા જેવી નજીવી બાબતે ઝઘડો થયો હતો. પત્નીએ શાકભાજી લઈ આવવાની ના પાડી દેતા અક્લેશ એટલો ઉશ્કેરાઈ ગયો હતો કે તેણે શાકભાજી કાપવાનાં ચપ્પુથી જ પત્નીને ઉપરાછાપરી 7 જેટલા ઘા મારીને મોતને ઘાટ ઉતારી હતી.
- સુરતનાં ઉધના વિસ્તારમાં હત્યાની ઘટના બની
- જમવાનું બનાવવા અને શાકભાજીને લઈ ઝઘડો કર્યો
- પત્ની શાકભાજી ના લેવા જતાં પતિએ હત્યા કરી નાખી
- શાકભાજી કાપવાનાં ચપ્પુથી પેટમાં 7 ઘા મારી હત્યા નીપજાવી
- હત્યા બાદ આરોપી પતિ અકલેશે ભૂરિયા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું…— Gujarat First (@GujaratFirst) August 25, 2024
આ પણ વાંચો -Rain in Gujarat : રાજકોટ, નવસારી, વલસાડ સહિત આ જિલ્લાઓમાં 7 ઇંચ સુધી ખાબક્યો, જાણો ક્યાં કેટલો વરસાદ ?
ચોંકાવનારી વાત તો એ છે કે હત્યા કર્યા બાદ આરોપી પતિ અકલેશ ભુરિયા પોલીસ સ્ટેશન (Bhuria Police Station) ગયો હતો અને ત્યાં આત્મસર્મપણ કર્યું હતું. પોલીસે આરોપી અકલેશની ધરપકડ કરીને હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ મુજબ, આરોપી પતિ અકલેશે પત્નીનાં પેટમાં 7 જેટલા ઘા મારીને નિર્મમ હત્યા કરી હતી. પત્નીનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી ઉધના પોલીસે (Udhna Police) તપાસ આદરી છે. તેમ સુરત શહેરનાં DCP ભગીરથ ટી. ગઢવીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો - Bhikhusinh Parmar: કાયદો માત્ર સામાન્ય લોકો માટે જ! રાજ્યકક્ષાના મંત્રીએ ભુવા વિધિને કરી પ્રોત્સાહિત