Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat News : રિલ્સ બનાવવાની ઘેલછામાં યુવતીએ ચલાવી એટલી સ્પીડમાં કાર કે..., Video

અમદાવાદમાં થયેલા ઇસ્કોન અકસ્માતની ઘટના હજુ સુધી લોકો ભૂલ્યા નથી ત્યારે વધુ એક વીડિયો સુરતથી સામે આવ્યો છે. સુરતમાંથી એક યુવતીને રિલ્સ બનાવવાની ઘેલછા એવી લાગી કે તેણે તેની ગાડી 160 ની સ્પીડ પર ચલાવી હતી અને તેનો વીડિયો પણ...
10:53 PM Jul 28, 2023 IST | Dhruv Parmar

અમદાવાદમાં થયેલા ઇસ્કોન અકસ્માતની ઘટના હજુ સુધી લોકો ભૂલ્યા નથી ત્યારે વધુ એક વીડિયો સુરતથી સામે આવ્યો છે. સુરતમાંથી એક યુવતીને રિલ્સ બનાવવાની ઘેલછા એવી લાગી કે તેણે તેની ગાડી 160 ની સ્પીડ પર ચલાવી હતી અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો.

મહત્વનું છે કે, નબીરાઓની સાથે સાથે હવે યુવતીઓને પણ રિલ્સ બનાવવાની ઘેલછા એટલી હદ સુધી વધી ગઈ છે કે તેનો એક ઉદાહરણ સુરતની આ યુવતી દ્વારા સામે આવ્યું છે. સુરતથી એક વીડિયો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક યુવતી 160 ની સ્પીડ પર ગાડી ચલાવતી હોય તેવું જોવા મળે છે. આ યુવતીનું નામ જન્નત મીર જાણવા મળ્યું છે. વધુમાં જાણવા મળ્યું છે કે, યુવતીએ તેની ઇન્સ્ટા આઈડી પર પ્રેસ લખાવ્યું છે.

આ યુવતી સુરતની વતની છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. રિલ્સની ઘેલછામાં યુવક યુવતીઓ અનેક વખત પોતાના જીવને જોખમમાં મુકતા હોય છે. ત્યારે હાલમાં વાયરલ થઇ રહેલા યુવતીના આ વીડિયોનું ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ કરતુ નથી.

આ પણ વાંચો : Surat News : ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ચડ્ડી બનીયનધારી ગેંગના વધુ બે આરોપીની ધરપકડ

Tags :
Car Over SpeedGujaratInstagramReelsSocial MediaSuratviral video
Next Article