Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat News : શું તમે પણ તમારા ફોટોઝ સોશિયલ મીડિયામાં અપલોડ કરો છો?, તો જાણો તમારી સાથે શું થઇ શકે છે...

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. ત્યારે યુવક અને યુવતીઓ પોતાના અલગ અલગ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે સુરતની એક યુવતીને પોતાના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયાના અલગ અલગ એકાઉન્ટમાં મુકવા...
surat news   શું તમે પણ તમારા ફોટોઝ સોશિયલ મીડિયામાં અપલોડ કરો છો   તો જાણો તમારી સાથે શું થઇ શકે છે

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. ત્યારે યુવક અને યુવતીઓ પોતાના અલગ અલગ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે સુરતની એક યુવતીને પોતાના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયાના અલગ અલગ એકાઉન્ટમાં મુકવા ભારે પડ્યું કારણકે આ યુવતી સોશિયલ મીડિયાનો ભોગ બની અજાણ્યા ઈસમ દ્વારા આ યુવતીના ફોટોગ્રાફ્સના માધ્યમથી એક એકાઉન્ટ બનાવવામાં આવ્યું અને ત્યારબાદ યુવતીના અલગ અલગ મોર્ફ કરેલા ફોટો એકાઉન્ટમાં અપલોડ કરવામાં આવ્યા અને અજાણ્યા આ ઈસમો સાથે પણ બીભત્સ વાતો કરવામાં આવી હતી. યુવતી દ્વારા આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા આ ઈસમની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

સુરતમાં નર્સ તરીકે ફરજ બજાવતી એક યુવતીના ફોટોનો ઉપયોગ કરીને કોઈ અજાણ્યા ઇસમે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવીને આ એકાઉન્ટ ના માધ્યમથી યુવતીને બદનામ કરવાના હેતુથી અલગ અલગ લોકો સાથે બીભત્સ વાતચિત કરી હતી અને આ ફેક એકાઉન્ટ પર યુવતીના મોર્ફ કરેલા ફોટાઓ અપલોડ કર્યા હતા. યુવતીને જાણ થતા તેને તાત્કાલિક અસરથી આ બાબતે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો અને મહિધરપુરા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

મહિધરપુરા પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કર્યા બાદ ફેસબુક આઇડી બનાવનાર અજાણ્યા ઇસમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને ટેકનિકલ એનાલિસિસ કરી ચોક્કસ બાતમીના આધારે ભરત પરમાર નામનો ઈસમ કે જે વણકરવાસ મેલજ ખેડાનો વતની છે તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ ભરત પરમાર નામના ઇસમની મહિધરપુરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે તેને અત્યાર સુધી આ પ્રકારે કેટલા ફેક એકાઉન્ટ બનાવ્યા છે.

Advertisement

અહેવાલ : આનંદ પટણી, સુરત

આ પણ વાંચો : Delhi – Mumbai હાઇવે પર ભરૂચ પાસે સતત ત્રીજા દિવસે મેગા જામ, વાહનોની 18 કિમી લાંબી કતારો જામી

Advertisement

Tags :
Advertisement

.