Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત મનપાએ દિવ્યાંગની માતાનું ઘર તોડી પાડતા અધિકારીઓને નોટીસ ફટકારી

Surat Municipal Corporation : નુકસાનના વળતર પેટે રૂ.45 લાખની કરી માગ છે
સુરત મનપાએ દિવ્યાંગની માતાનું ઘર તોડી પાડતા અધિકારીઓને નોટીસ ફટકારી
  • દિવ્યાંગ બાળક સાથે રહેતી મહિલાનું ઘર તોડી પાડ્યું
  • નુકસાનના વળતર પેટે રૂ.45 લાખની કરી માગ છે
  • આ અંગે આગમી સુનાવણી 19 નવેમ્બરના રોજ

Surat Municipal Corporation : રાજ્યમાં ફરી એકવાર સરકરી કર્મચારીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યમાંથી સરકારના નામે કાળા કારનામાં કરતા કર્મચારીઓ વિરુદ્ધ નાગરિકોએ રોષ ઠાલવ્યો છે. આ વખતે રાજ્યમાંથી સુરતના મનપા અધિકારીઓ વિરુદ્ધ નાગરિકોએ આરોપો લગાવ્યા છે. ત્યારે સુરતના મનપાના અધિકારીઓ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. સુરત મનપાના આ અધિકારીઓના કારણે અનેક પરિવારો બેઘર થયા છે. ત્યારે આ તમામ પરિવારના લોકોએ ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

Advertisement

નુકસાનના વળતર પેટે રૂ.45 લાખની કરી માગ છે

મળતી માહિતી મુજબ, સુરત મનપાના અધિકારીઓએ હાલમાં અનેક ઘરોને તોડી પાડવાનું કામ શરૂ કર્યું હતું. ત્યારે તેના અંતર્ગત દિવ્યાંગ બાળક સાથે રહેતી મહિલાનું ઘર સુરત મનપાના અધિકારીઓએ તોડી પાડ્યું હતું. ત્યારે હાલમાં, આ મહિલા બેઘર થઈ ગઈ છે. તો આ મહિલાએ ન્યાય માટે હાઈકોર્ટમાં સુરતના મનપાના અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. તે ઉપરાંત મહિલાએ કોર્ટમાં જણાવ્યું છે કે, કાયદેસર વેરા, વીજળી, પાણીના કનેક્શન હોવા છતાં તોડી પાડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: રાજ્ય સરકારે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારીને કર્યા નિવૃત્ત

Advertisement

આ અંગે આગમી સુનાવણી 19 નવેમ્બરના રોજ

સુરત મનપાએ આ મહિલાનું રૂ. 30 લાખનું ઘર તોડી પાડ્યું છે. ત્યારે હાઇકોર્ટના જસ્ટિસ મૌના ભટ્ટે અધિકારીઓને નોટિસ જારી કરી હતી. તેના અંતર્ગત સુરત મ્યુનિ. કમિશનર, મનપાના અન્ય અધિકારીઓને નોટિસ સોંપવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે આગોતરી જાણકારી વિના ઘર તોડી પાડવાના નિર્ણય અંગે ખુલાસો માગ્યો હતો. અરજદારે પોતાને થયેલા નુકસાનના વળતર પેટે રૂ.45 લાખની કરી માગ છે. તે ઉપરાંત અધિકારીઓના ખર્ચે પુનઃ બાંધકામ, વીજળી, પાણીના કનેક્શનની માગ કરી છે. ત્યારે આ અંગે આગમી સુનાવણી 19 નવેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાશે.

આ પણ વાંચો: સોમનાથમાં નવેમ્બર માસમાં રાજ્ય સરકારે ચિંતન શિબિર કર્યું આયોજન

Advertisement

Tags :
Advertisement

.