Surat : સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં મચ્છરોનો ત્રાસ! ગરમ દૂધમાંથી મચ્છર નીકળતા વિવાદ
- Surat સિવિલ હોસ્પિટલની કેન્ટીન વિવાદમાં આવી
- હોસ્પિટલની શ્રી સાંઈનાથ કેન્ટીનમાં મચ્છરોનો ત્રાસ!
- કેન્ટીનમાં ગરમ થતા દૂધમાં મચ્છર જોવા મળ્યાનો આરોપ
- દર્દીઓ અને પરિવારજનોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કર્યાનો આક્ષેપ
સુરતની (Surat) સિવિલ હોસ્પિટલની કેન્ટિન ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. કેન્ટીનમાં ગરમ દૂધમાં મચ્છર જોવા મળ્યાનો આક્ષેપ દર્દીઓ દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ દૂધમાં મચ્છર હોવા છતાં કેન્ટીનનો સ્ટાફ આંખ આડા કાન રાખી બેઠો હોય તેવા આરોપ કરાયા છે. ત્યારે હવે આ મામલે આરોગ્ય વિભાગ શું કાર્યવાહી કરશે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો - Mehsana : વિસનગર-ઊંઝા રોડ પર ગોઝારો અકસ્માત, 1 માસૂમ બાળકનું મોત
Surat સિવિલ હોસ્પિટલની કેન્ટીન વિવાદમાં
સુરતની સિવિલ હોસ્પિટલમાં (Surat Civil Hospital) આવેલી શ્રી સાંઈનાથ કેન્ટીન વિવાદમાં સપડાઈ છે. આરોપ છે કે કેન્ટીનમાં ગરમ દૂધમાં મચ્છર જોવા મળ્યા હતા. દર્દીઓ અને પરિવારજનોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે, તો મચ્છર હોવા છતાં કેન્ટીનનાં લોકો આંખ આડા કાન કરી રહ્યા હોવાનો આક્ષેપ દર્દીઓએ કર્યો છે. સિવિલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. તેમની સાથે તેમના પરિવારજનો પણ આવતા હોય છે.
આ પણ વાંચો - આજે Labh Pancham, વેપાર-ધંધાની શુભ શરૂઆત, યાર્ડમાં મગફળીની રેકોર્ડ બ્રેક આવક
ગરમ દૂધમાં મચ્છર હોવાનો આરોપ, લોકોમાં આક્રોશ
ત્યારે લાંબી સારવાર માટે દાખલ મધ્યમ વર્ગનાં દર્દીઓનાં પરિવાર હોસ્પિટલની કેન્ટીનમાંથી ચા-નાસ્તો આરોગતા હોય છે. છતાં કેન્ટીનનો સ્ટાફ બેદરકારી દાખવીને દર્દીઓ અને તેમના પરિવારજનોનાં આરોગ્ય સાથે ચેંડા કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલની કેન્ટીનમાં મચ્છરોનો ત્રાસ હોવાનો આરોપ દર્દીઓએ લગાવ્યો હતો. હવે આ મામલે આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા કેવા અને ક્યારે પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો - Surendranagar : જોરાવરનગરમાં જાહેરમાં ફાયરિંગથી ચકચાર! એક વ્યક્તિની હત્યા કરી આરોપીઓ ફરાર