ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : મેટ્રોનાં બ્રિજનો સ્પાન નમી જવાં મામલે મોટી કાર્યવાહી! આ કંપનીને પાઠવી નોટિસ

સુરત સારોલી ખાતે મેટ્રો બ્રિજનો સ્પાન નમવા મામલે મોટા સમાચાર દિલીપ બિલ્ડકોન કંપનીને નોટિસ, બે દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ GMRCL દ્વારા ટેકનિકલ ખામીનું કહી લૂલો બચાવ કરાયો હતો સુરતનાં (Surat) સારોલી ખાતે મેટ્રો બ્રિજનો સ્પાન નમવા મામલે મોટા...
09:46 AM Aug 01, 2024 IST | Vipul Sen
  1. સુરત સારોલી ખાતે મેટ્રો બ્રિજનો સ્પાન નમવા મામલે મોટા સમાચાર
  2. દિલીપ બિલ્ડકોન કંપનીને નોટિસ, બે દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ
  3. GMRCL દ્વારા ટેકનિકલ ખામીનું કહી લૂલો બચાવ કરાયો હતો

સુરતનાં (Surat) સારોલી ખાતે મેટ્રો બ્રિજનો સ્પાન નમવા મામલે મોટા સમાચાર આવ્યા છે. દિલીપ બિલ્ડકોન કંપનીને નોટિસ આપી બે દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, મોડી રાત્રે 1:30 વાગ્યે સ્પાન મૂકાયો હતો અને બપોરે 1 વાગ્યાની આસપાસ તેમાં તિરાડ પડી ગઈ હતી અને નમી ગયો હતો. આ મામલે હવે દિલ્હીથી (Delhi) ટીમ બોલાવી વધુ કામગીરી હાથ ધરાઇ છે. હજુ 3 દિવસ સુધી રસ્તો ડાયવર્ટ રહેશે.

આ પણ વાંચો - Rajkot : બાઇક લઇને જતા વૃદ્ધ પાણી નિકાલની કુંડીમાં ગરકાવ, Video વાઇરલ

દિલીપ બિલ્ડકોન કંપનીને નોટિસ પાઠવી જવાબ માંગ્યો

સુરતનાં (Surat) સારોલી (Saroli) ખાતે બે દિવસ પહેલા મેટ્રોનો બ્રિજનો સ્પાન (Span of the Metro Bridge) એક તરફ નમી ગયો હોવાની ઘટના બની હતી. ઉપરાંત, કામગીરી દરમિયાન જ સ્પાનમાં તિરાડ પડી જતાં અનેક સવાલ ઊભા થયા હતા. આ મામલો સામે આવતા GMRCL દ્વારા ટેકનિકલ ખામીનું કહી લૂલો બચાવ કરાયો હતો. જો કે, હવે આ મામલે કામગીરી કરનાર દિલીપ બિલ્ડકોન કંપનીને (Dilip Buildcon Company) નોટિસ પાઠવી બે દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે. સાથે જ દિલ્હીથી ટીમ બોલાવી વધુ કામગીરી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Surat Metro : મેટ્રો બ્રીજનાં સ્લેબમાં તિરાડ, ચાલુ કામગીરીમાં જ એક બાજું નમ્યો, રોડ પર અવરજવર બંધ

હજુ 3 દિવસ સુધી રસ્તો ડાઇવર્ટ રહેશે

જણાવી દઈએ કે, મેટ્રો બ્રિજ (Metro Rail Bridge) એક તરફ નમી જતાં બ્રિજ નીચેનો રોડ અવરજવર માટે બંધ કરાયો હતો. માહિતી મુજબ, હજુ 3 દિવસ સુધી રસ્તો ડાઇવર્ટ રહેશે. જો કે, રસ્તો ડાઇવર્ટ થતાં ટ્રાફિકનાં કારણે આજુબાજુમાં આવેલ માર્કેટમાં કામ કરતા લોકોને અગવડતા પડી રહી છે. તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું. સાથે જ તંત્રની કામગીરી સામે પણ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. મેટ્રો બ્રિજનો સ્પાન મૂક્યાને 12 કલાકની અંદર જ તિરાડ પડી જતા અને નમી જતાં કામગીરી સામે પણ લોકોએ અનેક સવાલ ઊભા કર્યા હતા. સાથે જ મેટ્રો કામગીરીમાં હલકી ગુણવત્તાનો માલ-સામાન વાપરી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનાં ગંભીર આરોપ પણ લગાવ્યા હતા.

આ પણ વાંચો - Daman માં કોઈ VIP ડૂબ્યું કે શું ? અચાનક કોસ્ટ ગાર્ડની બોટ અને હેલિકોપ્ટર ધસી આવ્યા અને....

Tags :
DelhiDilip Buildcon CompanyGMRCLGujarat FirstGujarati Newsmetro railSaroliSMCSpan of the Metro BridgeSurat
Next Article