Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : દિવાળીના દિવસે મેટ્રો રેલ સાંજે 7 વાગ્યા સુધી જ દોડશે

દિવાળીના દિવસે મેટ્રો રેલ સાંજે 7 વાગ્યા સુધી જ દોડશે દિવાળીમાં જાહેરમાં ફટાકડા ફુટતા હોવાના કારણે લેવાયો નિર્ણય મેટ્રો રેલ અને મુસાફરોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય અન્ય મેટ્રો રેલ દ્વારા અનુસરવામાં આવતા ધોરણ મુજબ લેવાયો નિર્ણય 12...
ahmedabad   દિવાળીના દિવસે મેટ્રો રેલ સાંજે 7 વાગ્યા સુધી જ દોડશે

દિવાળીના દિવસે મેટ્રો રેલ સાંજે 7 વાગ્યા સુધી જ દોડશે
દિવાળીમાં જાહેરમાં ફટાકડા ફુટતા હોવાના કારણે લેવાયો નિર્ણય
મેટ્રો રેલ અને મુસાફરોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય
અન્ય મેટ્રો રેલ દ્વારા અનુસરવામાં આવતા ધોરણ મુજબ લેવાયો નિર્ણય
12 નવેમ્બરે એક દિવસ માટે મેટ્રો રેલ સાંજે 7 વાગ્યા સુધી જ દોડશે

Advertisement

દિવાળીના દિવસે જાહેરમાં ફટાકડા ફૂટતા હોવાથી અમદાવાદમાં મેટ્રો ટ્રેન સાંજે 7 વાગ્યા સુધી જ દોડશે તેમ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમીટેડ દ્વારા જણાવાયું છે.

જાહેરમાં ફટાકડા ફૂટતા હોવાથી કરાયો નિર્ણય

Advertisement

જીએમઆરસીની યાદીમાં જણાવાયા મુજબ દિવાળીના દિવસે મેટ્રો રેલ સાંજે 7 વાગ્યા સુધી જ દોડશે. દિવાળીના તહેવારે જાહેરમાં ફટાકડા ફોડવાની સંભવિત અસરોના કારણે આ નિર્ણય કરાયો છે.

Advertisement

માત્ર દિવાળીના દિવસે જ 7 વાગ્યા સુધીનો સમય

ફટાકડાના કારણે મેટ્રો રેલ અને મુસાફરોની સલામતી અને સુરક્ષાને પણ અસર કરી શકે છે અને આ સંદર્ભે અન્ય મેટ્રો રેલ દ્વારા અનુસરવામાં આવતા ધારાધોરણો મુજબ 12 નવેમ્બરે દિવાળીના દિવસે માત્ર એક જ દિવસ મેટ્રો રેલ સેવાનો સમય સવારે 6.20થી સાંજે 7 વાગ્યા સુધી રાખવાનો નિર્ણય કરાયો છે.

સામાન્ય દિવસોમાં રાત્રે 10 સુધી મેટ્રો ચાલું રહે છે

ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં સામાન્ય દિવસોમાં સવારે 6.20 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી નિયમીતપણે મેટ્રો રેલ સેવાઓ ચાલું હોય છે.

આ પણ વાંચો---AHMEDABAD : તહેવારોમાં લૂંટ અને ચોરીના બનાવો અટકાવવા બોપલ પોલીસનો નવતર પ્રયોગ

Tags :
Advertisement

.