ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : જરૂરિયાતમંદ બાળકો સાથે ગૃહરાજ્યમંત્રીએ Diwali ની ઉજવણી કરી, કહી આ વાત!

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અનાથ બાળકો સાથે Diwali ઊજવી બાળકોને મીઠાઈ અને ફટાકડા આપીને દિવાળી પર્વની ઉજવણી કરી "સાર્થક દિવાળી" કાર્યક્રમ હેઠળ પોલીસે પણ અનાથ બાળકો સાથે દિવાળી ઊજવી દિવાળી પર્વ (Diwali 2024) નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા...
07:57 PM Oct 31, 2024 IST | Vipul Sen
  1. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અનાથ બાળકો સાથે Diwali ઊજવી
  2. બાળકોને મીઠાઈ અને ફટાકડા આપીને દિવાળી પર્વની ઉજવણી કરી
  3. "સાર્થક દિવાળી" કાર્યક્રમ હેઠળ પોલીસે પણ અનાથ બાળકો સાથે દિવાળી ઊજવી

દિવાળી પર્વ (Diwali 2024) નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે ગરીબ અને અનાથ બાળકો સાથે તહેવારની ઉજવણી કરાઈ હતી, જેમાં સુરત પોલીસ (Surat Police) દ્વારા અનાથ બાળકોને પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે એકત્ર કરીને ગૃહ રાજ્યમંત્રીએ તમામને ફટાકડા અને મીઠાઈ આપી દિવાળીની ઉજવણી કરી હતી. દરમિયાન, ગૃહમંત્રીએ (Harsh Sanghvi) દરેક પોલીસ સ્ટેશનમાં આવતા અનાથ આશ્રમનાં બાળકોને દત્તક લઈ તેમની જવાબદારી ઉપાડવા વિનંતી કરી હતી. આવા બાળકોને તહેવારો દરમિયાન વૃદ્ધાશ્રમમાં લઈ જઈ વડીલો સાથે તહેવારની ઉજવણી થાય તે પ્રકારનું કાર્ય કરવા સૂચન કર્યું હતું.

આ પણ વાંચો - PM Modi એ કચ્છમાં BSF જવાનો સાથે ઉજવી દિવાળી, આ રહી તસવીરો

અનાથ બાળકોની સાથે સુરત પોલીસ, ગૃહરાજ્યમંત્રીએ દિવાળીની ઉજવણી કરી

દિવાળી પર્વની (Diwali 2024) આજે સમગ્ર દેશમાં ઉલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરાઈ રહી છે. ત્યારે ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) દ્વારા સુરતમાં ગરીબ અને અનાથ બાળકો માટે "સાર્થક દિવાળી" કાર્યક્રમ અંતર્ગત તેમની સાથે ખાસ ઉજવણી કરી હતી. જે અંતર્ગત સુરત પોલીસ (Surat Police) દ્વારા અનાથ બાળકોને પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે મોટી સંખ્યામાં એકત્ર કરાયા હતા અને આ અનાથ બાળકો અને પોલીસ અધિકારીઓ સાથે ગૃહરાજ્યમંત્રી દ્વારા ખાસ ઉજવણી કરાઈ હતી. દરમિયાન, અનાથ અને જરૂરિયાતમંદ બાળકોને (Orphaned Children) ગૃહ રાજ્યમંત્રીનાં હસ્તે ફટાકડા અને મીઠાઈનો વિતરણ કરી દિવાળીની શુભકામના સાથે ખુશી આપવાનો પ્રયાસ કરાયો હતો. આ સાથે જ ગૃહ રાજ્યમંત્રીએ જરૂરિયાતમંદ બાળકો સાથે ફટાકડા ફોડીને પણ દિવાળી પર્વ ઊજવ્યો હતો. લોકોને જરૂરિયાતમંદ બાળકોને ખુશી મળે તે પ્રકારે પર્વ ઊજવવા અપીલ પણ કરી હતી.

આ પણ વાંચો - VADODARA : અન્યના જીવનમાં ઉજાસ-મીઠાશ પાથરીને પોલીસ જવાનોની દિપોત્સવી પર્વની ઉજવણી

'સાર્થક દિવાળી' કાર્યક્રમ હેઠળ અનાથ બાળકોને મીઠાઈ અને ફટાકડા આપ્યા

સુરત શહેર પોલીસ (Surat City Police) દ્વારા આયોજિત 'સાર્થક દિવાળી' પર્વની ઉજવણીમાં ઉપસ્થિત ગૃહરાજ્યમંત્રીએ સંબોધન આપતા કહ્યું હતું કે, સુરત શહેર પોલીસ દ્વારા બાળકો માટે નવા કપડાં ખરીદવા માટે જાતે સિનિયર અધિકારીઓ ગયા હતા. જે બાળકોની ખુશીનું કારણ બન્યું છે. જે બદલ પોલીસને અભિનંદન આપુ છું. આજે રાજ્યનો દરેક નાગરિક પોલીસને સલામી આપે છે. સામાજિક વ્યવાથાઓમાં સુધાર લાવવા માટે સુરત પોલીસ રાત-દિવસ મહેનત કરી રહી છે. ત્યારે કુદરતે પોલીસને અનાથ બાળકોના વાલી બનવાનો એક અનેરો અવસર આપ્યો છે. અનાથ બાળકો માટે કામ કરતી સંસ્થાઓ જોડે મળી આવા બાળકોની ખુશીનું કારણ પોલીસ કઈ રીતે બની શકે તેવો મારો આગ્રહ છે. આ સાથે રાજ્ય ગૃહમંત્રીએ પોલીસને અપીલ કરતા કહ્યું કે, અનાથ આશ્રમના બાળકોને ભેગા કરી વૃદ્ધાશ્રમનાં વડીલો જોડે દિવાળી મનાવવી જોઈએ.

આ પણ વાંચો - PM Modi કચ્છના ક્રિકમાં લકી નાળામાં સેનાના જવાનો સાથે ઉજવશે દિવાળી

Tags :
Breaking News In GujaratiDiwali 2024Gujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiMinister of State for Home Harsh SanghviNews In GujaratiOrphaned ChildrenPolice Community HallSarthak DiwaliSuratSurat City PoliceSurat Police
Next Article