Surat News : બારડોલીમાં દીપડીના બચ્ચાનું માતા સાથે સુખદ મિલન, CCTV સામે આવ્યા
બારડોલી તાલુકાના તાજપોર ગામ ખાતે ખેતરમાંથી એક દીપડીનું બચ્ચું મળી આવ્યું હતું. અને ત્યારબાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી વન વિભાગની ટીમે પશુ ચિકિત્સક પાસે પ્રાથમિક તપાસ કરાવી બચ્ચાને ખોરાકની સગવડ કરવામાં આવી હતી અને બાદમાં દીપડીના બચ્ચાનું માતા સાથે મિલન કરાવવામાં આવ્યું હતું આ સુખદક્ષણના દ્રશ્યો CCTV માં કેદ થયા છે
મળતી માહિતી મુજબ બારડોલી તાલુકાના તાજપોર ગામના વૈજનાથળિયું પાસે નીલેશ પટેલનું ખેતર આવેલું છે. જ્યાં એક દીપડીનું બચ્ચું મળી આવ્યું હતું. બીજી તરફ આ અંગેની જાણ ખેડૂતે ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરતા ટીમે સ્થળ પર આવી તપાસ કરતા ચાર દિવસનું તાજું જન્મેલ દીપડીનું બચ્ચું હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ બનાવની જાણ વન વિભાગની ટીમને થતા વન વિભાગે દીપડીના બચ્ચાને લઈને પશુ ચિકિત્સક પાસે પ્રાથમિક તપાસ કરાવી બચ્ચાને ખોરાકની સગવડ કરવામાં આવી હતી બીજી તરફ દીપડીના બચ્ચાનું માતા સાથે વન વિભાગે મિલન કરાવ્યું છે
દીપડીનું બચ્ચું જે જગ્યાએ નાળ સાથે હતું ત્યાં જ બચ્ચાને રાખવામાં આવ્યું હતું બીજી તરફ ખેતરમાં બચ્ચાને 4G સીસીટીવી કેમેરાની નીગરાનીમાં મુકવામાં આવ્યું હતું. વન વિભાગે પણ અહી સતત વોચ રાખી હતી દરમ્યાન દીપડી અહી આવી હતી અને બચ્ચાને લઈને ખેતરાડી વિસ્તારમાં જતી રહી હતી. દીપડાના બચ્ચાનું માતા સાથે સુખદ મિલન થતા આ દ્રશ્યો ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા છે.
અહેવાલ : ઉદય જાદવ, સુરત
આ પણ વાંચો : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે ગુજરાતની મુલાકાતે, ગોધરામાં જાહેર સભાને સંબોધી