ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : વૈશ્વિક તણાવ વચ્ચે હીરા ઉદ્યોગમાં મંદી! બેરોજગાર અને આત્મહત્યા કરનારાઓનાં આંકડા ચોંકાવનારા!

'ડાયમંડ સિટી' સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીની અસર! વૈશ્વિક તણાવ વચ્ચે માગ ઘટના ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મંદી! 8-9 મહિનામાં 50 હજારથી વધુ હીરા કારીગરોએ નોકરી ગુમાવી છેલ્લા એક વર્ષમાં 70 થી વધુ એ આત્મહત્યા કરી 'ડાયમંડ સિટી' (Diamond City) તરીકે સુરત...
01:01 PM Oct 02, 2024 IST | Vipul Sen
  1. 'ડાયમંડ સિટી' સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીની અસર!
  2. વૈશ્વિક તણાવ વચ્ચે માગ ઘટના ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મંદી!
  3. 8-9 મહિનામાં 50 હજારથી વધુ હીરા કારીગરોએ નોકરી ગુમાવી
  4. છેલ્લા એક વર્ષમાં 70 થી વધુ એ આત્મહત્યા કરી

'ડાયમંડ સિટી' (Diamond City) તરીકે સુરત વિશ્વભરમાં ખ્યાતનામ છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં સુરતનાં (Surat) હીરાની સારી એવી માગ છે. સુરતમાંથી પોલિશ કરેલા હીરા આંતરરાષ્ટ્રીય બજારોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. જો કે, માગ ઘટતા સુરતનાં હીરા ઉદ્યોગમાં મંદીનો દોર પણ જોવા મળે છે, જેના કારણે હીરા કારીગર, અને ડાયમંડ વેપારીઓને ખૂબ જ માઠી અસર થાય છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, છેલ્લા 8-9 મહિનામાં 50 હજારથી વધુ હીરા કારીગરોએ નોકરી ગુમાવી છે.

આ પણ વાંચો - Gandhi Jayanti : રાજ્યભરમાં પૂરજોશ સાથે 'સ્વચ્છતા અભિયાન', CM, ગૃહ રાજ્યમંત્રી સહિત મંત્રીઓ જોડાયા, જુઓ Video

છેલ્લા 1 વર્ષમાં 70 થી વધુએ આત્મહત્યા કરી

ધ હિંદુનાં એક અહેવાલ મુજબ, સુરતમાં (Surat) છેલ્લા 8-9 મહિનામાં 50 હજારથી વધુ હીરા કારીગરો (Diamond Workers) બેરોજગાર થયા છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં નોકરી ગુમાવવાનાં કારણે અને આર્થિક તંગીનાં લીધે 70 થી વધુ લોકોએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે, રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war) અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ જેવા વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિબળો વચ્ચે સુરતનાં હીરા ક્ષેત્રે તેની ચમક ગુમાવી દીધી છે.

આ પણ વાંચો - Mahatma Gandhiji ની જન્મજયંતી નિમિત્તે પંચદેવ મંદિરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું 'સ્વચ્છતા હી સેવા અભિયાન'

હીરા કંપનીએ તેના 50 હજાર કારીગરોને રજા પર મોકલ્યા હતા

સુરતમાં (Surat) હીરા ઉદ્યોગમાં મંદીના કારણે તેની સાથે જોડાયેલા કારીગરોનું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે. એક અહેવાલ અનુસાર, આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સુરતની એક હીરા કંપનીએ મંદીનાં (Downturn in Diamond Industry) કારણે તેના અંદાજે 50 હજાર જેટલા હીરા કારીગરોને રજા પર મોકલી દીધા હતા. ત્યારે ડાયમંડ વર્કર્સ યુનિયન (Diamond Workers Union) દ્વારા આર્થિક સહાયની માગ કરવામાં આવી હતી. સુરત હીરા ઉદ્યાગને ઘણીવાર મંદીનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે વિશ્વનાં દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધનાં કારણે પણ મંદીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો - Porbandar : આજે રાષ્ટ્રપિતાની જન્મજયંતી, કીર્તિ મંદિરે CM ની હાજરીમાં સર્વધર્મ પ્રાર્થના સભા, વિવિધ કાર્યક્રમ યોજાશે

Tags :
Diamond CityDiamond WorkersDiamond Workers UnionDownturn in Diamond IndustryGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsjobLatest Gujarati NewsPolished diamondsRussia-Ukraine-WarSurat
Next Article