Surat: હેપ્પી એન્કલેવમાં લાગેલી આગ કાબૂમાં, 18 થી 20 લોકોનું કરાયું રેસ્ક્યું
- સુરતના વેસુમાં હેપ્પી એન્કલેવમાં લાગેલી આગ કાબૂમાં
- આગ પર કાબૂ મેળવ્યા બાદ કુલિંગની પણ કામગીરી કરાઇ
- FSLની ટીમને સાથે રાખીને તપાસ કરવામાં આવશે
સુરતના વેસુમાં હેપ્પી એન્કલેવમાં લાગેલી આગ કાબૂમાં આવી છે. 3 કલાકથી વધુની જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ પર કાબૂ મેળવ્યા બાદ કુલિંગની પણ કામગીરી કરાઈ હતી. ઘટનામાં ફાયરના જવાનનો હાથ દાઝ્યો હતો. ઉપરના ત્રણ માળ સુધી આગ ફેલાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘાણી પણ સ્થળ પર પહોંચ્યા હતા. તેમજ બચાવ કામગીરીનું નીરીક્ષણ કર્યું હતું. હર્ષભાઈ સંઘવીએ ફાયરની ટીમ સાથે પણ મુલાકાત કરી હતી. ફાયર વિભાગ દ્વારા 18 થી 20 લોકોને બચાવી સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. આગની ઘટનામાં ઘર અને બિલ્ડીંગની દીવાલો પણ બળીને ખાખ થઈ જવા પામી હતી. તેમજ જે ઘરોમાં આગ લાગી હતી તે ઘરોની પણ હર્ષ સંઘવી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તેમજ ફાયર બ્રિગેડ દ્વારા કુલીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે બાદ પોલીસની ટીમ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા એફએસએલની મદદ લેવામાં આવશે. હાલ પ્રાથમિક તપાસમાં બાથ સ્ટીમમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, વેસુ વિસ્તારમાં આવેલી હેપ્પી એક્સલેન્સિયા નામની રેસિડેન્સીમાં આગ લાગવાનો ફાયર વિભાગને કોલ મળ્યો હતો. રેસિડેન્સીમાં આગ લાગી હોવાને પગલે ગંભીરતાથી પાંચ ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ મોકલવામાં આવી છે. હાલ ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચોઃ Ahmedabad:ખોખરા વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટમાં લાગી આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે, જુઓ વીડિયો
વેસુના હેપ્પી એન્કલેવમાં આગના મામલે જાણકારી સામે આવી
વેસુના હેપ્પી એન્કલેવમાં આગના મામલે જાણકારી સામે આવી છે જેમાં હજી પણ આગ ઉપર કાબુ મેળવવા ફાયર વિભાગ દ્વારા પ્રયાસ થઇ રહ્યો છે. આઠમા માડે લાગેલી આગ નવ અને દસમા માળે પ્રસરી છે. સુરત ફાયર વિભાગ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ થઇ રહ્યાં છે. વધુ એક હાઇડ્રોલિક પ્લેટફોર્મની પણ મદદ લેવામાં આવી છે. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. ત્યારે સુરત ફાયર વિભાગના ચીફ ઓફિસર બસંત પરીખનું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે આઠમા માડે આગની ઘટના બની હતી. અઢી કલાકથી વધુ સમય આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. તેમજ 18 થી 20 જેટલા લોકોને ટેરેસના ભાગેથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તથા તમામને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Rajkot: કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી ધમકી, સર્ચ ઓપરેશન શરૂ