Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : નકલી RC બુક બનાવાના રેકેટનો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ

સુરતમાં નકલી RC બુક બનાવાનો રેકેટનો પર્દાફાશ ડભોલીની સર્જનવાટિકા સોસાયટીમાં ક્રાઈમબ્રાન્ચના દરોડા સુરત ક્રાઈમબ્રાન્ચે 2 આરોપીની કરી ધરપકડ Surat:સુરત(Surat)ના ડભોલીમાં સ્માર્ટકાર્ડ વાળી નકલી આરસી બુકના(RC book scam) કૌભાંડનો ક્રાઈમબ્રાન્ચે (Crime Branch)પર્દાફાશ કર્યો છે,પોલીસની બાતમી મળી હતી કે ડભોલીની સર્જનવાટિકા...
surat   નકલી rc બુક બનાવાના રેકેટનો પર્દાફાશ  2 આરોપીની ધરપકડ
  1. સુરતમાં નકલી RC બુક બનાવાનો રેકેટનો પર્દાફાશ
  2. ડભોલીની સર્જનવાટિકા સોસાયટીમાં ક્રાઈમબ્રાન્ચના દરોડા
  3. સુરત ક્રાઈમબ્રાન્ચે 2 આરોપીની કરી ધરપકડ

Surat:સુરત(Surat)ના ડભોલીમાં સ્માર્ટકાર્ડ વાળી નકલી આરસી બુકના(RC book scam) કૌભાંડનો ક્રાઈમબ્રાન્ચે (Crime Branch)પર્દાફાશ કર્યો છે,પોલીસની બાતમી મળી હતી કે ડભોલીની સર્જનવાટિકા સોસાયટીમાં બે વ્યકિતઓ નકલી સ્માર્ટ આરસી બુક છાપે છે,ત્યારે તે વાતને લઈ પોલીસે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી બે વ્યકિતઓની ધરપકડ કરી છે,તો અગામી સમયમાં આ બાબતે વધુ ખુલાસાઓ થઈ શકે છે.

Advertisement

370 આરસી બુક કરાઈ જપ્ત

સમગ્ર ઘટનાની વાત કરવમાં આવે તો પોલીસે અંકિત વઘાસિયા અને જીતેન્દ્ર પટેલની ધરપકડ કરી છે,આ બન્ને આરોપીઓ આરટીઓ એજન્ટના સંપર્કમાં હતા અને આરટીઓમાંથી માહિતી મેળવી નકલી આરસી બુક બનાવતા હતા.પોલીસે તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 370 નકલી આરસી બુક જપ્ત કરી છે.100 કોરા સ્માર્ટકાર્ડ અને 15 સ્ટેમ્પ પણ જપ્ત કરાયા છે.

Advertisement

આ પણ  વાંચો -Narmada River: નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પહેલીવાર 135.61 મીટર પર પહોંચી

તપાસમાં થશે હજી અનેક ખુલાસા

આરસી બુક કૌંભાડની વાત કરવામાં આવે તો કોઈના નામની કાર હોય અને આરસી બુક કોઈના નામની બોલતી હોય તેમ કરીને કૌંભાડ આચરવામાં આવતું હતુ,ત્યારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે,અગામી સમયમાં આરસી બુક કોના નામે હતી અને તેમાં કોના નામના ચેડા કરવામાં આવ્યા છે તેને લઈ તપાસ તેજ થઈ છે.

Advertisement

આ પણ  વાંચો -VADODARA : પારૂલ યુનિ. ખાતે જિલ્લાકક્ષાનો 75મો ‘વન મહોત્સવ’ કાર્યક્રમ યોજાયો

આપઘાત કરનાર યુવકની તપાસમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું

સુરત(Surat)માં થોડાક દિવસ પહેલા એક યુવકે આપઘાત કર્યો હતો,અને કારના રૂપિયાને લઈ મગજમારી ચાલતી હોવાથી આ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતુ તે કેસમાં પોલીસે તપાસ હાથધરતા આરસી બુક કૌભાંડનો છેડો હાથે લાગ્યો હતો.લોન બાકી હોવા છતાં અન્યના નામે RC બુક ટ્રાન્સફર થઇ ગઈ હતી જે કેસમાં યુવકે આપઘાત કર્યો હતો,જેના આધારે પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Tags :
Advertisement

.