Surat માં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો, કુલ 15 તબીબ ઝડપાયા
Surat Police એ બોગસ તબીબોને ઝડપી પાડ્યા
સર્ચ ઓપરેશનમાં કુલ 15 નકલી તબીબો ઝડપાયા
કમિશનરની સૂચના પ્રમાણે સર્ચ ઓપરેશન શરું કરાયું
Surat Fake Doctors : રાજ્યમાંથી વધુ એકવાર બોગસ તબીબોને પોલીસ અને SOG ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે આ પહેલા Surat માં અનેકવાર નકલી તબીબોને લઈ મામલા સામે આવ્યા છે. ત્યારે SOG ની ટીમે ગત દિવોસમાં આશરે 10 થી વધુ નકલી તબીબોને પકડીને તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા હતાં. ત્યારે આ તબીબોને લઈ ફરી Surat Police એ નવો મામલો ઉજાગર કર્યો છે.
સર્ચ ઓપરેશન દરમિયાન કુલ 15 નકલી તબીબો ઝડપાયા
SOG બાદ Surat પાંડેસરા પોલીસ દ્વારા આજે સમગ્ર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાંથી પોલીસે બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતાં. આ એવા તબીબો હતા જેઓ પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હતી. ભૂતકાળમાં કમ્પાઉન્ટર તરીકે કામ કરતા લોકો પોતાનું ક્લિનિક ઉભું કરી રૂપિયા 50થી લઈને 200 રૂપિયા લઈ ગરીબ દર્દીઓને દવા આપતા હતાં. આ તપાસમાં કુલ 15 તબીબોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તપાસ દરમિયાન કુલ રૂ 59 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: મુખ્યમંત્રી સાથે યોજાયેલી તબીબોની બેઠકમાં હડતાળ પર લાગ્યું પૂર્ણવિરામ
કમિશનરની સૂચના પ્રમાણે સર્ચ ઓપરેશન શરું કરાયું
જોકે Surat પોલીસ કમિશનરની સૂચના પ્રમાણે Surat ના તમામ વિસ્તારોમાં નકલી તબીબોને લઈ સર્ચ ઓપરેશન શરું કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા પાંડેસરા વિસ્તારમાં ચાલી રહેલા ક્લિનિકો પર છાપા મારી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ SOG પોલીસ દ્વારા આ જ રીતે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં લિંબાયત અને પાંડેસરા વિસ્તારમાંથી ડઝનો બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Gopal Italia એ માહિતીના અભાવે ગુજરાત પોલીસ વિભાગને બદનામ કરવાની કરી કોશિશ