Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat નાં ડે. મેયર બુટ બચાવવા ફાયર ઓફિસરના ખભે ચઢ્યા, શક્તિસિંહે BJP ને લીધી આડે હાથ!

સુરતનાં (Surat) ડેપ્યૂટી મેયરને ફાયર ઓફિસરે ખભે બેસાડવાનો મામલો હાલ ખૂબ જ ચર્ચામાં છે. આ મામલે હવે કોંગ્રેસનાં (Congress) પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની (Shaktisinh Gohil) પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે ભાજપ (BJP) પર આકરા પ્રહાર કર્યા છે. શક્તિસિંહ ગોહિલે...
surat નાં ડે  મેયર બુટ બચાવવા ફાયર ઓફિસરના ખભે ચઢ્યા  શક્તિસિંહે bjp ને લીધી આડે હાથ
Advertisement

સુરતનાં (Surat) ડેપ્યૂટી મેયરને ફાયર ઓફિસરે ખભે બેસાડવાનો મામલો હાલ ખૂબ જ ચર્ચામાં છે. આ મામલે હવે કોંગ્રેસનાં (Congress) પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની (Shaktisinh Gohil) પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે ભાજપ (BJP) પર આકરા પ્રહાર કર્યા છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, આ ભાજપની માનસિકતા બતાવે છે. મારા વ્હાલા ગુજરાતીઓ આ બધુ જુએ છે. હવે સેવાની સાધના કોંગ્રેસ કરવા નીકળી છે. હવે ભાજપનાં અહંકારને જનતા જ તોડશે.

હવે સેવાની સાધના કોંગ્રેસ કરવા નીકળી છે : શક્તિસિંહ

સુરતમાં ડેપ્યૂટી મેયર (Deputy Mayor) કાદવથી બચવા ફાયર ઓફિસરનાં ખભે બેસીને ગયા હોવાનો મામલો હાલ ખૂબ જ ગરમાયો છે. ત્યારે આ મામલે કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) પ્રતિક્રિયા આપતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, આ ભાજપની (BJP) માનસિકતા બતાવે છે. તેમણે કહ્યું કે, મારા વ્હાલા ગુજરાતીઓ આ બધુ જુએ છે. હવે સેવાની સાધના કોંગ્રેસ કરવા નીકળી છે અને હવે ભાજપના અહંકારને જનતા તોડશે.

Advertisement

Advertisement

ડે. મેયર કાદવથી બચવા ફાયર ઓફિસરનાં ખભે ચઢ્યા

જણાવી દઈએ કે, સુરતનાં (Surat) નવાગામ ડીંડોલીનાં કોર્પોરેટર અને પાલિકાનાં ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ વિવાદમાં આવ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં 4 દિવસ પહેલા બેઝમેન્ટમાં ગરકાવ થઈ ગયેલા યુવકની ફાયર વિભાગ દ્વારા શોધખોળ ચાલુ હતી. તે સમયે સ્થળ પર પહોંચેલા પાલિકાના ડેપ્યૂટી મેયર નરેન્દ્ર પાટીલ વિક્રમ વેતાળના પોઝમાં જોવા મળ્યા હતા. સ્થળ પર નિરીક્ષણ કર્યા બાદ પરત ફરતી વખતે કાદવ-કીચડથી બચવા અને પોતાના શુઝ ગંદા થતા અટકાવવા ડેપ્યૂટી મેયરે (Deputy Mayor) ફાયર ઓફિસરનાં ખભાનો સહારો લેવો પડ્યો હતો. માત્ર બે ત્રણ ડગલા ચાલવાના બદલે ડેપ્યૂટી મેયરે ફાયર ઓફિસરનાં ખભાનો ઉપયોગ કરી રીતસરનો ફોટો સેશન કર્યો હતો. પ્રજાનાં પ્રતિનિધિ બનીને ફરતા આ નગરસેવક અને ડેપ્યૂટી મેયરની હરકત સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ પણ વાંચો : Bharuch : દેત્રાલ ગામે ઘરમાંથી મૃતક શખ્સનો મૃતદેહ મળતા હડકંપ, હત્યા કે આકસ્મિક મોત રહસ્ય યથાવત્

આ પણ વાંચો : Cricket Betting : 5215 કરોડના હિસાબ સાથે સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવનો ભાગીદાર ઝડપાયો

આ પણ વાંચો : MANN KI BAAT ના 112 માં એપિસોડમાં PM MODI એ કહી આ અગત્યની વાત, વાંચો અહેવાલ

Tags :
Advertisement

Trending News

.

×