Surat અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશનને લઈ શ્રદ્ધાળુઓને ભારે હાલાકી, બેંક બહાર નોંધાવ્યો વિરોધ
- સુરતમાં આજથી અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ
- રજિસ્ટ્રેશન માટે અમરનાથના શ્રદ્ધાળુઓને હાલાકી
- 17 કલાકથી શ્રદ્ધાળુઓ બેંકની બહાર ઊભા રહેવાનો વારો
સુરતમાં આજથી અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થયું છે. રજીસ્ટ્રેશન માટે અમરનાથના શ્રદ્ધાળુઓને બેંકમાં રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. રજીસ્ટ્રેશન માટે અમરનાથના શ્રદ્ધાળુઓને બેંક બહાર 17 કલાકથી વધુ સમય ઊભા રહેવારો આવતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો હતો.
રજિસ્ટ્રેશન માટે અમરનાથના શ્રદ્ધાળુઓને હાલાકી
શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન થશે એ બાબતે બેંકે જણાવ્યું હતું કે, લગભગ 500 શ્રદ્ધાળુઓ બેંકની બહાર કતારમાં ઊભા છે. તેમજ સ્ટાફ ઓછો છે અને સર્વર ડાઉન હોવાનું બેકે જણાવ્યું હતું. જે બાદ ભક્તોએ બેંકની બહાર ધાર્મિક સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ પ્રતિદિન 100 ની સામે 25 રજિસ્ટ્રેશનની વાત સામે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
બેંક બહાર શ્રદ્ધાળુઓએ સૂત્રોચ્ચાર કર્યા
આ બાબતે શ્રદ્ધાળુ જગદીશભાઈ મેરે જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રા ચાલુ થઈ રહી છે. ગઈ કાલે રાત્ર નવ વાગ્યાથી લોકો અહીંયા આવીને બેઠેલા છીએ. તેમજ સવારના ચાર વાગ્યાથી લોકોએ અહીંયાથી લાઈન લગાડી દીધી છે. અમે સવારે આવીને પૂછ્યું તો બેંકવાળાએ એવું જણાવ્યું કે, માત્ર 25 લોકોનો ક્વોટો છે. જેમાં પહેલગાવથી અને 25 જણા બારતાલથી જશે. જે તદ્દન ખોટું છે. દર વર્ષે 100 જણાનો ક્વોટા જમ્મુ કાશ્મીર બેંકને ફાળવેલ હોય છે. આ લોકો ક્વોટાની અંદર જે 75 જણા વધે છે. બંને રૂટની 75 ટીકીટો વધશે તે બાબતે બેંકનાં કર્મચારીઓને પૂછ્યું કે તમે કોઈને લાભ કરાવવા માંગો છે. જે લોકો રાતથી અહીંયા આવ્યા છે તેને ક્યારે ન્યાય મળશે.
આ પણ વાંચોઃ Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે કોર્ટમાં 6070 પાનાની ચાર્જશીટ દાખલ
જામનગર વાસીઓમાં ભારે ઉત્સાહ
આજથી અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થયું છે. આગામી 3 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. જામનગર ખાતે આવેલ પંજાબ નેશનલ બેંક ખાતે લોકોની ભારે ભીડ ઉમટી હતી. જામનગર વાસીઓમાં ભારે ઉત્સાહર જોવા મળી રહ્યો છે. રોજના 25 ટોકન રજીસ્ટ્રેશન આપવામાં આવે છે. છોટી કાશીમાં અમરનાથ યાત્રા જવા માટે ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અમરનાથ યાત્રાએ જતા હોય છે.
આ પણ વાંચોઃ Vadodra: સલમાન ખાનને ધમકી આપવા મુદ્દે મોટો ખુલાસો, વાઘોડિયાના યુવકે આપી હતી ધમકી
બેંક દ્વારા ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી
આ બાબતે પંજાબ નેશનલ બેંકના મેનેજર અરુણ શર્માએ જણાવ્યું હતું કે, પાવન અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. જેના માટે વિવિધ જગ્યાઓથી બેંક ખાતે રજીસ્ટ્રેશન કરાવવા માટે લોકો આવી રહ્યા છે. તેમજ બેંક દ્વારા તમામ લોકો માટે ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. તેમજ તમામને ટોકન આપવામાં આવ્યું છે. અમારે ત્યાં બેંક દ્વારા 25 લોકોનું રોજનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે કોર્ટમાં 6070 પાનાની ચાર્જશીટ દાખલ