Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: સ્મશાન ગૃહોમાં મોતનો આંકડો વધ્યો, દૈનિક મોતની સંખ્યા 40 પાર પહોંચી

Surat: ગુજરાતમાં અત્યારે ગરમી સતત વધી રહીં છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓ આવી રહીં છે. તમને જણાવી દઈએ કે, સુરતમાં પણ ગરમીએ માઝા મુકી દીધી છે. સુરતમાં ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે સુરતમાં હાલ...
surat  સ્મશાન ગૃહોમાં મોતનો આંકડો વધ્યો  દૈનિક મોતની સંખ્યા 40 પાર પહોંચી

Surat: ગુજરાતમાં અત્યારે ગરમી સતત વધી રહીં છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓ આવી રહીં છે. તમને જણાવી દઈએ કે, સુરતમાં પણ ગરમીએ માઝા મુકી દીધી છે. સુરતમાં ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે સુરતમાં હાલ હીટવેવને લઈને સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કારનો આંકડો વધી રહ્યો છે. નોંધનીય છે કે, સુરતમાં દૈનિક મોતના આંકમાં વધારે આવ્યો છે. ભીષણ ગરમી અત્યારે જીવલેણ બની ગઈ છે.

Advertisement

સુરતમાં દૈનિક અંતિમ સંસ્કારની સંખ્યા 40 પર પહોંચી ગઈ

તમને જણાવી દઇએ કે, સુરતમાં સ્મશાન ગૃહોમાં દૈનિક 17 થી 18 ની સામે અંતિમ સંસ્કારની સંખ્યા 40 પર પહોંચી ગઈ છે. પરંતુ આ બાબતે આરોગ્ય વિભાગ નિંદ્રાધિન થઈને આંખ આડા કાન કરી રહ્યું છે. મળતી વિગતો પ્રમાણે એપ્રિલ માસમાં ઉમરા રામનાથ ઘેલા સ્મશાનભૂમિમાં 439 અંતિમ સંસ્કાર થયા, જેમાં દૈનિક 17 થી 18 મોતનો આંકડો સામે આવ્યો છે. આ સાથે ચાલુ મહિનાની વાત કરવામાં આવે તો શહેરમાં 22 મી સુધીમાં 475 મોતનો આંકડો સામે આવ્યો છે.

સુરતમાં આવેલા કુરક્ષેત્ર અને અશ્વનીકુમાર સ્મશાન ગૃહના આંકડા
તારીખકુરુક્ષેત્ર સ્મશાન ગૃહ
અશ્વનીકુમા સ્મશાન ગૃહ
18/05/20242435
19/05/20242316
20/05/20242040
21/05/20242139
22/05/20244037
23/05/20243047

સુરત શહેરમાંપડી રહી છે હાડ ગાળતી ગરમી

આ સાથે સુરતના લીંબાયત મુક્તિધામની વાત કરવામાં આવે તો ગત મહિને એવરેજ ત્રણ બોડીની હતી,જે અત્યારે વધીને દૈનિક 5 થઈ છે. આ સાથે કુરુક્ષેત્ર સ્મશાનભૂમિમાં એપ્રિલમાં 523 સામે એવરેજ 17 મોતનો આંકડો હતો, જે આંકડો મેં માસમાં વધીને અત્યાર સુધીમાં 429 પર પહોંચી ગયો છે. આ સાથે અશ્વની કુમાર સ્મશાન ભૂમિમાં દૈનિક 22 ની સામે હાલ 27 બોડીઓ આવી રહી છે. વર્તમાનમાં સુરત શહેરમાં હાડ ગાળતી ગરમી પડી રહીં છે. જેના કારણે મોતની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે.

Advertisement

40 ડિગ્રીએ જતા મોતના આંકડામાં વધારો જોવા મળ્યો

નોંધનીય છે કે, હિટવેવ અને તાપમાનનો પારો 40 ડિગ્રીએ જતા મોતના આંકડામાં પણ વધારો જોવા મળ્યો છે. આ સાથે વધારે વિગતે વાત કરવામાં આવે તો 22 મી ના રોજ કુરુક્ષેત્ર સ્માશનમાં 15 થી 20 ની સામે એક જ દિવસમાં 40 અંતિમ સંસ્કાર થયા હતા. તો તેના પરથી અત્યારે શહેરમાં પડતી ગરમીને અંદાજ લગાવી શકાય છે. મહત્વની વાત એ છે કે, ચિંતા જનક આંકડા સામે આવવા છતાં પણ આરોગ્ય વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે. આ મામલે ખરેખર આરોગ્ય વિભાગે તકેદારી રાખવાની જરૂરી છે.

આ પણ વાંચો: Surat: GST વિભાગની કાર્યવાહી, સામે આવ્યું 100 કરોડનું ઓવર વેલ્યુએશન કૌભાંડ

આ પણ વાંચો: HIMMATNAGAR: હિટ એન્ડ રન બાદ વિફરેલા ટોળાએ DySP ની જીપ સળગાવી પોલીસને દોડાવી

આ પણ વાંચો: Shankeshwar: શંખેશ્વરના ઘનોરા ગામેથી ઝડપાઈ કાતિલ પુત્રવધૂ, દિયર અને સસરાને આપ્યું હતું ઝેર

Advertisement
Tags :
Advertisement

.