Surat: 'જનભાગીદારીથી જળસંચય' ના 27, 300 કામોનું ઈ-ખાતમૂહુર્ત કરતા કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલ
- સુરત ખાતે જન ભાગીદારી જળ સંયય કાર્યક્રમ યોજાયો
- કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ઉપસ્થિત
- જળસંચયના 27 હજાર 300 કરોડના કામોનું ખાતમુહૂર્ત
- PM મોદીના 'કેચ ધ રેઇન' યોજના અંતર્ગત લોકોને માર્ગદર્શન
ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના મોરા ગામ ખાતે 'જનભાગીદારીથી જળસંચય' અભિયાન અંતર્ગત જિલ્લામાં આવેલ વિવિધ ઔધોગિક સંસ્થાઓ અને ઉધોગોના કોર્પોરેટ સોશીયલ રિસ્પોન્સીબીલીટી (CSR) અંતર્ગત ૨૭,૩૦૦ રેઈન વોટર હાવેંસ્ટિગના થનારા કામોનું કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે ઈ-ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ‘કેચ ધ રેન’, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરતો સુરત જિલ્લો સમગ્ર દેશમાં પ્રથમ રહ્યો છે. પાણીની જરૂરીયાત કાંઠા વિસ્તારમાં રહેતા ભાઈ-બહેનો સારી રીતે જાણે છે. પ્રધાનમંત્રીના જલ જીવન મિશન હેઠળ દરેક ઘરે નલ અને નલ સે જળ આપવામાં આવી રહ્યું છે.
વધુમાં જળશક્તિમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓની પાણીની સમસ્યાને સમજી ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે. પહેલા બહેનોએ દૂર સુધી ચાલતા માથા પર બેડા ઉચકીને પાણી ભરવા જવું પડતું હતું. દેશની બહેનોને પાણી ક્વોલિટી ચેક કરવા માટે સમગ્ર દેશના પાંચ લાખ ગામોમાં બહેનોને ટ્રેનિંગની સાથે કીટ આપવામાં આવી છે. જેનાથી પાણીની ક્વોલિટી ચેક કરવાની જવાબદારી બહેનો સુપેરે નિભાવી રહી છે. અશુધ્ધ પાણીને કારણે બાળકોના મુત્યુ થતા હતા જેમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. વડાપ્રધાનની પાણીની અનેક યોજનાઓને કારણે પરિવારજનોના આરોગ્યમાં સુધારો થયો છે.
ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી C.R.Patil નું સંબોધન | Gujarat First
કેચ ધ રેન ,વોટર હાર્વેસ્ટિંગ અને જળ સંચય જન ભાગીદારી એ જન આંદોલન માં પરિવર્તિત કરવું જોઈએ તેવું વડાપ્રધાનની વિચારણા હતી
જેમાં સુરત જિલ્લો પ્રથમ ક્રમાંકે છે
તાપમાં પાણીની અતિઆવશ્યકતા
જે માટે… pic.twitter.com/Q7EGQq9zyC— Gujarat First (@GujaratFirst) March 23, 2025
વધુમાં પાટીલે કહ્યું હતું કે, દરેક ઘરમાંથી બાળકો, વડીલો બિમાર થતા ત્યારે બિમારી પાછળ પરિવાર દીઠ અંદાજીત ૫૦ હજાર ખર્ચ થતો હતો. પાણીની જરૂરીયાત મુજબ માનવ જીવન, ખેતીમાં સિંચાઈ, ઈન્ડસ્ટ્રીઝના વપરાશ, કોમ્યુનિટી માટે સમગ્ર દેશમાં પાણીનો જથ્થો માત્ર ચાર ટકા પાણી પીવા લાયક છે. વિશ્વની વસતી સામે ૧૮ ટકા વસતી આપણા દેશમાં છે. અને સમગ્ર વિશ્વમાં પશુધન સરખામણીએ આપણા દેશમાં ૧૮ ટકા પશુધન છે. ચાર ટકા પાણીનો સદઉપયોગ થાય તો કોઈ પણ પાણી વગર ક્યારેય નહી રહે તે વ્યવસ્થા તરફ આપણો દેશ આગળ વધી રહ્યો છે. તેના સારા પરિણામ આપણને જોવા મળી રહ્યા છે. દેશનું ૮૩ ટકા પાણી ખેતી, ૧૪ ટકા પાણી કોલોની અને અઢી ટકા પાણી ઈન્ડસ્ટ્રીઝમાં માટે ઉપયોગ થાય છે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ ઉમેર્યું હતું કે, પહેલા સમયમાં કાંઠા વિસ્તારાના ગામોમાં ખેતી ઓછી થતી હતી પણ ઈન્ડસ્ટ્રીઝના વિકાસ સાથે આ વિસ્તારનો વિકાસ થયો છે. ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહેવું તે માટે રેઈન વોટર હાર્વેસ્ટીંગના કામોની શરૂઆત આપણા સુરતથી થઈ છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા દેશના ૭૦૦ જિલ્લાઓમાંથી સૌથી વધુ વોટર રિચાર્જના સ્ટ્રક્ચર બનાવવાનાર ૧૦ જિલ્લાઓને બે કરોડ રૂપિયાનું ઈનામ અપાશે એમ મંત્રી ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, પાણીના ગુણધર્મ મુજબ ૧૦૦ ફૂટ બોરમાં વરસાદી પાણી ઉતારશો અને તેમાંથી જ્યારે પણ પાણી લેશો તે તેના મૂળભૂત ગુણધર્મ પ્રમાણે જ મળશે. ગઈકાલ સવાર સુધીમાં સમગ્ર દેશમાં ૮.૫૫ લાખ રેઈન વોટર હાર્વેસ્ટીંગના સ્ટ્રક્ચર બન્યા છે. દેશમાં સામાજિક સંસ્થાઓ, ઔધોગિક એકમોના સહયોગ, શ્રમદાન થકી મોટી સફળતા મળી છે. આગામી ૩૧ મે સુધીમાં દસ લાખથી વધુ રેઈન હાર્વેસ્ટીંગના સ્ટ્રક્ચર પૂર્ણ થશે તેવો જળશક્તિમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૧માં કેચ ધ રેઈન પ્રોજેકટની શરૂઆત કરી હતી. વરસાદના પાણીને ઝીલી લો અભિયાન હેઠળ વરસાદના પાણીના ટીપેટીપાનો સગ્રહ થાય તે માટે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં સગ્રંહ થાય તેવી કલ્પના વડાપ્રધાનએ કરી હતી. આ અભિયાન હેઠળ ગુજરાતમાં જળસંચય જનભાગીદારી અભિયાનની શરૂઆત તાજેતરમાં સુરત ખાતેથી કરવામાં આવી હતી. રાજ્યભરમાં ૮૦ હજારથી વધુ રેઈન વોટર હાર્વેસ્ટિંગ કાર્યો માટેનું કમીટમેન્ટ મળી ચુકયું છે. રાજયની ઈન્ડસ્ટ્રીઝો, એન.જી.ઓ., સરકાર સાથે મળીને આગામી સમયમાં બે લાખથી વધુ રેઈન વોટર હાઈવેસ્ટીંગના લક્ષ્યાંક સુધી લઈ જવામાં આવશે.
આ પ્રસંગે હાજર સૌએ જળ સંચય-જનભાગીદારીની શોર્ટ ફિલ્મ નિહાળી હતી. સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા દ્રારા તેમના મતવિસ્તારમાં જળ સંચય જનભાગીદારી અભિયાનના કામો માટે કુલ ૫૦ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. આ ઉપરાંત કુલ ૧૭ જેટલા ઔધોગિક એકમો તથા ઔધોગિક એસોસીએશન દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જન ભાગીદારીથી જળ સંચય ‘કેચ ધ રેઈન’ના વિચારોને જમીન પર ઉતારવા માટે કાશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી કેન્દ્રીય જળશક્તિ મંત્રી વિશેષ કામ કરી રહ્યા છે. ‘કેચ ધ રેન’ અભિયાન એ દક્ષિણ ગુજરાતના પ્રત્યેક નાગરિકનો ચહેરા પર સ્વપ્ન નજરે દેખાઈ રહ્યું છે. સરકારના સહયોગ સાથે હજીરા વિસ્તારના ઔધોગિક એકમોના CSR ફંડ હેઠળ ‘કેચ ધ રેન’ અભિયાનમાં આ વર્ષે બનેલા કામોનું આવતા વર્ષે ગણતરી કરીશું તો કરોડો લીટર પાણી બચાવવાનું ભગીરથ કામ થઈ શક્યું હશે.
Surat ના મોરા ગામ ખાતે જળ સંચયના 27,300 ના ઇ ખાત મુહૂર્ત | Gujarat First
જળ સંચય ના 27,300 કામોની ઇ ખાત મુહૂર્ત સીઆર પાટીલ ના હસ્તે કરવામાં આવ્યું
ડિજિટલ માધ્યમ દ્વારા ઇ ખાત મુહૂર્ત
હજીરા ની ઈન્ડસ્ટ્રીઝ માંથી 25 હજાર વોટર રિચાર્જ બોરવેલ ના કામો નું આયોજન
વન પર્યાવરણ મંત્રી… pic.twitter.com/J4E76AVuSE— Gujarat First (@GujaratFirst) March 23, 2025
આ પ્રસંગે વન મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે, જળ સંચય જન ભાગીદારી ‘કેચ ધ રેન’ અભિયાન સમગ્ર દેશમાં સાકાર કરનાર કેન્દ્રીય જળશક્તિમંત્રીના સકારાત્મક અભિગમ સાથે આગળ વધી રહ્યું છે. હજીરા વિસ્તારના ઔધોગિક એકમોના CSR ફંડના વોટર રિચાર્જના કામો થવાના છે. ગામનું પાણી ગામમાં અને ખેતરનું ખેતરમાં રહે તેમજ વરસાદી પાણીનું એક પણ ટીપું પાણી વહી ન જાય તે માટે સમગ્ર દેશમાં જળ સંચય માટે ‘કેચ ધ રેન’ અભિયાન એ જન આંદોલન બન્યું છે.
આ અવસરે સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મોરાગામ સરપંચ, જિ.પં.સભ્યો, તા.પં.સભ્યો, હોદ્દેદારો, અગ્રણીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.