Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : 15 ઓગસ્ટ પહેલા SOG ને મળી હતી મોટી સફળતા, શહેર પો. કમિશનરે ખુદ આપી ચોંકાવનારી માહિતી!

નશાનાં કાળા કારોબાર પર ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક 15 ઓગસ્ટ પહેલા જ પોણા બે કરોડનું ચરસ ઝડપ્યું હતું સુરતનાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું નિવેદન ગત વર્ષે 19 કરોડનું ચરસ મળ્યું, જ્યારે ચાલુ વર્ષમાં 6 કરોડનું ચરસ મળ્યું છે :...
06:43 PM Aug 16, 2024 IST | Vipul Sen
  1. નશાનાં કાળા કારોબાર પર ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક
  2. 15 ઓગસ્ટ પહેલા જ પોણા બે કરોડનું ચરસ ઝડપ્યું હતું
  3. સુરતનાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું નિવેદન
  4. ગત વર્ષે 19 કરોડનું ચરસ મળ્યું, જ્યારે ચાલુ વર્ષમાં 6 કરોડનું ચરસ મળ્યું છે : CP

સુરતમાં SOG ને (Surat SOG) ફરી એકવાર મોટી સફળતા મળી છે. 15 ઓગસ્ટ પહેલા સુરત SOG એ સર્ચ ઓપરેશન દરમિયાન પોણા બે કરોડનાં ચરસનો (Charas) જથ્થો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી બાદ દરિયા કિનારે ડ્રોનની મદદથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. ત્યારે સઘન સર્વેલન્સ કરવામાં આવતા ચરસનાં વધુ 7 પેકેટ મળી આવ્યા હતા. આ મામલે હવે સુરતમાં SOG દ્વારા સુરત પોલીસ, ATS સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે. તેમ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે (Anupam Singh Gehlot) જણાવ્યું હતું.

આ પણ વાંચો - Ganesh Gondal : ગણેશભાઈ એકાદ દિવસમાં આવે છે : રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ

15 ઓગસ્ટ પહેલા જ પોણા બે કરોડનું ચરસ ઝડપ્યું હતું : CP

સુરત શહેર પોલીસ કમિશનર (Surat City Police Commissioner) અનુપમસિંહ ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે, 15 ઓગસ્ટ પહેલા સુરત SOG ને દરિયા કિનારે સર્ચ ઓપરેશન દરમિયાન મોટી સફળતા મળી છે. સર્ચ દરમિયાન પોણા બે કરોડની કિંમત ધરાવતા ચરસનો મસમોટો જથ્થો SOG ને હાથે લાગ્યો હતો. ત્યાર બાદ દરિયા કિનારે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આગળ જણાવ્યું કે, સઘન સર્વેલન્સ કરવામાં આવતા ચરસનાં (Charas) વધુ 7 પેકેટ મળી આવ્યા હતા. આ ચરસનાં જથ્થાને FSL માં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Kajal Hindustani : ફરી એકવાર મુશ્કેલીમાં કાજલ હિન્દુસ્તાની! ગુનો દાખલ કરવા કોર્ટનો આદેશ

ગત વર્ષે 19 કરોડનું ચરસ મળ્યું ચાલુ વર્ષમાં 6 કરોડનું ચરસ મળ્યું: CP

સુરત (Surat) પોલીસ કમિશનરે મીડિયાને જણાવ્યું કે, સુરત SOG દ્વારા સુરત પોલીસ ATS સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે. સુરત પોલીસ કમિશનરે કહ્યું કે, ચરસનાં પેકેટમાં પાણી ન જાય એટલે સ્ટારબક કોફીનાં (Starbuck Coffee) પેકિંગનો ઉપયોગ કરે છે. ભરતી સમયે પાણીનાં વહેંણ સાથે આ ચરસનાં પેકેટ દરિયા કિનારે આવી જાય છે. તેમણે કહ્યું કે, ગત વર્ષે 19 કરોડનું ચરસ મળ્યું હતું જ્યારે ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 6 કરોડની કિંમતનું ચરસ મળ્યું છે.

આ પણ વાંચો - Kolkata Doctor Case : અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ બાદ હવે અહીં તબીબો જંગે ચઢ્યા! કર્યું બંધનું એલાન

Tags :
Afghan DrugsAugust 15-2024charasCrime NewsFSLGujarat FirstGujarati NewsStarbuck CoffeeSurat ATSSurat City Police Commissioner Anupam Singh GehlotSurat PoliceSurat SOG
Next Article