Surat : જાહેરમાં જોખમી રીતે ફટાકડા ફોડ્યા તો કડક કાર્યવાહી માટે રહેજો તૈયાર! પો. કમિશનરની ચેતવણી!
- દિવાળી તહેવાર નિમિત્તે Surat પોલીસ કમિશનરની અપીલ
- નાગરિકોને સાવધાનીપૂર્વક તહેવારની ઉજવણી કરવા કરી અપીલ
- જાહેરમાં જોખમી રીતે ફટાકડા ફોડનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી
ગુજરાત સહિત વિશ્વભરમાં આવતીકાલે દિવાળી પર્વની (Diwali 2024) ઉમળકાભેર ઉજવણી કરવામાં આવશે. દિવાળીનાં તહેવારમાં લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોય છે. પરંતુ ઘણી વખત ફટાકડા ફોડવાથી મોટી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે. ત્યારે ફટાકડા ફોડતી વખતે કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે સુરત પોલીસે (Surat Police) નાગરિકોને સાવધાનીપૂર્વક ફટાકડા ફોડવાની અપીલ કરી છે અને સાથે જ જાહેરમાં હાથમાં ફટાકડા ફોડતા, રોકેડ છોડતા અથવા અન્ય લોકોને નુકસાન પહોંચે તે રીતે ફટાકડા ફોડતા લોકોને ચેતવણી પણ આપી છે.
આ પણ વાંચો - Gondal : અક્ષરધાટનાં પવિત્ર તટે મહાયજ્ઞનો શુભારંભ, 11.60 લાખ આહુતિ અર્પણ કરાઈ
જાહેરમાં જોખમી રીતે ફટાકડા ફોડતા લોકોને ચેતવણી
સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે (Commissioner Anupam Singh Gahlaut) પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, દિવાળી પર્વ (Diwali 2024) પર જાહેરમાં માર્ગો પર વીડિયો બનાવવાનાં ચક્કરમાં રાહદારીને નુકસાન પહોંચે રીતે ફટાકડા (Firecrackers) ફોડતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, જાહેરમાં હાથમાં ફટાકડા ફોડવા તેમ જ હાથમાં રાખી રોકેટ હવામાં ઊડાડતા, ફટાકડા ફોડતા કોઈ નજરે પડશે તો તેની સામે પણ સુરત પોલીસ કડક કાર્યવાહી કરશે.
આ પણ વાંચો - Gandhinagar : અક્ષરધામમાં શ્રી નીલકંઠવર્ણીની 49 ફૂટ ઊંચી પંચધાતુની ભવ્ય મૂર્તિની સ્થાપના કરાશે
વીડિયો સામે આવશે તો પણ કરાશે કડક કાર્યવાહી
સુરત પોલીસ કમિશનરે (Surat City Police Commissioner) જણાવ્યું કે, આ ઉપરાંત, જોખમી રીતે ફટાકડા ફોડનારનાં જો વીડિયો પણ સામે આવશે તો પણ એ વીડિયોનાં આધારે પોલીસ કાર્યવાહી કરશે. સુરત પોલીસ કમિશનરે નાગરિકોને દિવાળીનાં તહેવાર નિમિત્તે સાવધાની રાખવા, સુખ-શાંતિથી તહેવારની ઉજવણી કરવા અને કોઈને નુકસાન ના પહોંચે તેનું ધ્યાન રાખવા અપીલ કરી છે.
આ પણ વાંચો - Diwali 2024 : અક્ષરધામ મંદિરે 10 હજાર દીવડા સાથે 8 નવે. સુધી દીપોત્સવ, રાચરડા હનુમાનજી મંદિરે યજ્ઞ, મહાઆરતી