Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: જમ્મુ કાશ્મીરના આતંકી હુમલા પોલીસ એક્શન મોડમાં, બાંગ્લાદેશીઓ સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન

સુરતમાં બાંગ્લાદેશીઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
surat  જમ્મુ કાશ્મીરના આતંકી હુમલા પોલીસ એક્શન મોડમાં  બાંગ્લાદેશીઓ સામે  પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
Advertisement
  • સુરતમાં બાંગ્લાદેશીઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી
  • સુરતના રામપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન
  • પોલીસના મોટા કાફલા દ્વારા સર્ચ ની કામગીરી

જમ્મુ કાશ્મીરની આતંકી હુમલાની ઘટના બાદ હરકતમાં આવેલી સુરત પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે સુરતમાં વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવા મેગા સર્ચની કામગીરી હાથ ધરવામાં રહી આવી છે. જે કામગીરી અન્વયે આજે સુરતના રામપુરા અને હરીપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં પોલીસની સાત જેટલી ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં આવેલ જ્વેલરી ઉદ્યોગમાં કામ કરતા પરપ્રાંતના કારીગરોની ઊંડાણપૂર્વક ની પૂછપરછ હાથ ધરી ઓળખ પુરાવા સહિતના ડોક્યુમેન્ટ ની તપાસ કરવામાં આવી હતી.

અલગ અલગ વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓને ઝડપવાની કવાયત તેજ

જમ્મુ કાશ્મીર ના પહેલગામમાં બનેલી આતંકી હુમલાની ઘટનામાં 26 લોકોના મોત નીપજ્યા છે.જે ઘટના બાદ પાકિસ્તાનને યોગ્ય પાઠ ભણાવવા કેન્દ્ર સરકાર દ્વારા ક્વિક એક્શન લેવાની શરૂવાત કરી છે.ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓને તાત્કાલિક શોધી તેઓને પરત પોતાના દેશ મોકલવામાં આવે તેવી સૂચના કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવી છે. જે સૂચનાઓની ચુસ્ત અમલવારી સુરત પોલીસ દ્વારા પણ શરૂ કરવામાં આવી છે. છેલ્લા ચાર દિવસથી સુરત શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવા કવાયત તેજ કરવામાં આવી છે. જે અન્વયે આજરોજ સુરતના રામપુરા અને હરીપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement


મેગા સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી

સુરતના રામપુરા અને હરીપુરા વિસ્તારમાં જ્વેલરી ઉદ્યોગો આવેલા છે. જે ઉદ્યોગોની અંદર પરપ્રાંતના કારીગરો મોટી સંખ્યામાં કામ કરે છે. જે ઉદ્યોગોમાં કામ કરતા પરપ્રાંતના કારીગરોને શોધી કાઢવા આજરોજ પોલીસની સાત જેટલી ટીમો બનાવી મેગા સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડીસીપી એસીપી તેમજ પીઆઇ કક્ષાના અધિકારીઓના સુપરવિઝન હેઠળ પોલીસના મોટા કાફલા દ્વારા આ સર્ચની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્યાં અંદાજિત બે કલાકથી પણ વધુ સમય સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 70 જેટલા પોલીસ કર્મચારીઓની મદદ લેવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચોઃ Valsad: વાપી શહેર, GIDC સહિત રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું

કારીગરોનાં ઓળખ પુરાવા સહિતનાં ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી

રામપુરા અને હરીપુરા વિસ્તારમાં આવેલા જ્વેલરી ઉદ્યોગોમાં તપાસ કરી કામ કરતા કારીગરોના ઓળખ પુરાવા સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ તેઓના આધારકાર્ડ સહિતના પુરાવાઓનું પણ ક્રોસ વેરીફિકેશન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને પણ પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે પર પ્રાંતના આવા કોઈ કારીગરો કામ કરતા હોય તો તે અંગેની સંપૂર્ણ જાણકારી તાકીદે પોલીસને પહોંચાડવામાં આવે.અન્યથા આવા લોકો વિરુદ્ધ પોલીસ તરફથી પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે પોલીસની આ મેગા સર્ચ ઓપરેશન કામગીરી દરમિયાન કોઈપણ શંકાસ્પદ બાંગ્લાદેશી શખસ મળી આવ્યો નહોતો.

આ પણ વાંચોઃ Dahod: પહલગામ આતંકી હુમલાને લઈ બંધનું એલાન, વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી નોંધાવ્યો વિરોધ

પિનાકીન પરમાર (ડીસીપી ઝોન 3, સુરત )

Tags :
Advertisement
×

Live Tv

.

×