Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat: 250 કરોડની સંપત્તિ 37 કરોડમાં વેચાઈ', માંડવી સહકારી મંડળી પર શક્તિસિંહ ગોહિલનો આરોપ

માંડવીની સુગર સહકારી મંડળી કૌભાંડમાં કોંગ્રેસના આક્ષેપ 250 કરોડની મિલકત 37 કરોડ આપી દેવાનો કોંગ્રેસનો આક્ષેપ પ્રાઇવેટ કંપનીને 37 કરોડના આપી દેવામાં આવી છે : શકિતસિંહ Surat: સુરત (Surat:)જિલ્લાના માંડવી તાલુકામાં આવેલી માંડવી (mandvi)સુગર સહકારી મંડળીની 100 વીઘા જમીન...
09:40 PM Sep 22, 2024 IST | Hiren Dave

Surat: સુરત (Surat:)જિલ્લાના માંડવી તાલુકામાં આવેલી માંડવી (mandvi)સુગર સહકારી મંડળીની 100 વીઘા જમીન મશીનરી પ્લાન્ટ સહિત 250 કરોડની મિલકત 37 કરોડમાં પ્રાઇવેટ કંપનીને પધરાવવાનો દાવો કરાઈ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તેને કૌભાંડ ગણાવ્યું છે અને તેની તપાસની માંગ કરી છે. આ અંગે શક્તિસિંહ ગોહિલે (shaktisinhgohil)સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ પણ કરી છે. આ સમગ્ર કૌભાંડમાં CBI તપાસની માંગ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરી હતી.

'250 કરોડના મૂલ્યની સંપત્તિ 37 કરોડમાં આપી દેવાનું કૌભાંડ'

શક્તિસિંહ ગોહિલે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના માંડવી ખાતે આવેલી માંડવી સુગર સહકારી મંડળીની સંપત્તિ 100 વિઘા જમીન, મશિનરી, પ્લાન્ટ સહિતની 250 કરોડની મિલ્કતો છે, જેને માત્ર 37 કરોડ રૂપિયામાં પધરાવી દેવાનું કૌભાંડ કરાઈ રહ્યું છે. મંડળીમાં પંચાવન હજાર સભાસદોનું સભાપદ છે. આ મંડળીમાં ખેડૂતોના 26 કરોડ અને સરકારના 20.5 કરોડ રૂપિયા છે. બેંકે 37 કરોડમાં પધરાવવાનો પ્લાન કર્યો તે બેંકે લોન આપતા પહેલા જમીનોનું વેલ્યુએશન કરાવવામાં આવ્યુ હતું. જેમાં બેંકના વેલ્યુએશન પ્રમાણે મંડળીની મિલકતોનું મૂલ્ય 250 કરોડ હતું. સરફેસી એક્ટ હેઠળ સહકારી મંડળીની મિલકતો કોઈપણ સંજોગોમાં વેચી શકાય નહિ.' ત્યારે બેંકે જે હરરાજી કરી છે તે માટે કલેકટર કે રાજ્ય સરકારે મંજૂરી આપી છે? તેની તપાસની માંગ શક્તિસિંહે કરી હતી.

...તો મંડળીને ફડચામાં લઈ જવી પડે, બેંક કેવી રીતે હરરાજી કરી શકે?'

શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, મંડળીના કાયદા મુજબ કોઈ આર્થિક મુશ્કેલીની સ્થિતિ ઉભી થાય તો મંડળીને ફડચામાં લઈ જવી પડે. સરફેસી એક્ટમાં બેંક સીધી હરરાજી કેવી રીતે કરી શકે. ખેડૂતોના હિત માટે આજ સુધી ગુજરાતમાં સહકારી ખાંડના ઉદ્યોગમાં પ્રાઇવેટ કંપનીને ઘુસવા નથી દીધી. કોઈપણ પ્રાઇવેટ કંપનીએ સુગર ફેક્ટ્રી શરૂ કરવી હોય તો આઈઈએમનું લાયસન્સ લેવું પડે. આજે જુન્નર નામની કંપનીને મંડળી પધરાવીએ છીએ, પરંતુ તેની પાસે લાયસન્સ નથી.

Tags :
CBI probeCongressGujarat firestlandMandviMandvi cooperative societyprivate companyScamShaktisinhGohilSugar Cooperative SocietySurat
Next Article