Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : બાળકોને સ્કૂલે લઈ જતી બસ રસ્તામાં પડેલા મસમોટા ખાડામાં ખાબકી

સુરતમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસનો અકસ્માત સ્કૂલ બસ રસ્તામાં પડેલા ખાડામાં ખાબકી બસમાં 30થી 40 વિદ્યાર્થીઓ હતા સવાર તમામ બાળકોને બસમાંથી સહી સલામત બહાર કઢાયા સુરતમાં (Surat) ફરી એકવાર મોટી દુર્ઘટના બનતા સહેજમાં ટળી છે. વિદ્યાર્થીઓથી ભરેલી બસને દાંડી રોડ...
surat   બાળકોને સ્કૂલે લઈ જતી બસ રસ્તામાં પડેલા મસમોટા ખાડામાં ખાબકી
  1. સુરતમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસનો અકસ્માત
  2. સ્કૂલ બસ રસ્તામાં પડેલા ખાડામાં ખાબકી
  3. બસમાં 30થી 40 વિદ્યાર્થીઓ હતા સવાર
  4. તમામ બાળકોને બસમાંથી સહી સલામત બહાર કઢાયા

સુરતમાં (Surat) ફરી એકવાર મોટી દુર્ઘટના બનતા સહેજમાં ટળી છે. વિદ્યાર્થીઓથી ભરેલી બસને દાંડી રોડ પર આવેલ સાકેત ચોકડી નજીક અકસ્માત નડ્યો હતો. સ્કૂલ બસ રસ્તામાં પડેલા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માત સમયે બસમાં 30થી 40 વિદ્યાર્થી બેઠા હતા. જો કે, અકસ્માતને પગલે સ્થાનિક વાહનચાલકો અને શિક્ષકો મદદ માટે દોડી આવ્યા હતા અને તમામ બાળકોને સહી સલામત બસમાંથી બહાર કાઢ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Gujarat Police : PSI અને PI બદલી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા ગૃહ વિભાગનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

સાકેત ચોકડી નજીક સ્કૂલ બસ ખાડામાં ખાબકી

સુરતનાં (Surat) નરથાણગામ (Narthanagam) નજીક આવેલી મહારાજા અગ્રેસન ઈન્ટરનેશનલ સ્કૂલની (Maharaja Aggression International School) બસ કતારગામનાં બાળકોને સ્કૂલ લઈને જઈ રહી હતી. દરમિયાન, દાંડી રોડ પર આવેલ સાકેત ચોકડી પર સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. સ્કૂલ બસ રસ્તા પર પડેલા ખાડામાં ખાબકી હતી. અકસ્માત સમયે બસમાં 30 થી 40 વિદ્યાર્થીઓ બેઠા હતા. અકસ્માતને પગલે સ્થાનિક વાહનચાલકો અને શિક્ષકો મદદ માટે દોડી આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Gujarat High Court : રાજ્ય સરકાર અને મનપાની પ્રક્રિયા વચ્ચે તફાવત છે : અશ્વિનીકુમાર

Advertisement

તમામ વિદ્યાર્થીઓ સહી-સલામત બહાર કઢાયા

સ્થાનિક વાહનચાલકો અને શિક્ષકોએ બસમાં બેસેલા તમામ વિદ્યાર્થીઓને સહી-સલામત રીતે બસમાંથી બહાર કાઢ્યા હતા. તમામ વિદ્યાર્થી બસમાંથી બહાર આવી જતાં સ્થાનિક વાહનચાલકો અને શિક્ષકોને હાશકારો થયો હતો. જણાવી દઈએ કે, બે દિવસ પહેલા કે, અંકલેશ્વરમાં (ANKLESHWAR) સ્કૂલ રિક્ષાને અકસ્માત નડ્યો હતો. ગ્રીન પાર્ક સોસાયટી નજીક પડેલા ખાડાથી સ્કૂલ રિક્ષા (SCHOOL RICKSHAW) પલટી મારી હતી. રિક્ષા પલટી મારી જતા રિક્ષામાં બેઠેલા શાળામાં જતા બાળકોને સામાન્ય ઇજા થઈ હતી.

આ પણ વાંચો - Gujarat High Court : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ સુનાવણી, શાળાઓમાં Fire NOC ની હકીકત ચોંકાવનારી!

Tags :
Advertisement

.