Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : ઉકાઈ ડેમના 9 દરવાજા 4 ફૂટ ખોલાયા, હરિપુરા કોઝવે ગરકાવ થતાં 10 ગામ સંપર્ક વિહોણા થયા

ઉકાઈ ડેમમાંથી 82,263 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું બારડોલીનો હરિપુરા કોઝવે સીઝનમાં પહેલી વખત પાણીમાં ગરકાવ કોઝવે પાણીમાં ગરકાવ થતા 10 ગામ સંપર્ક વિહોણા સુરત (Surat) અને તાપી જિલ્લામાં વરસાદી માહોલ રહેતા નદી, તળાવ છલકાયા છે. ઉપરવાસમાંથી નવા નીરની...
01:28 PM Aug 13, 2024 IST | Vipul Sen
Google : સૌજન્ય
  1. ઉકાઈ ડેમમાંથી 82,263 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું
  2. બારડોલીનો હરિપુરા કોઝવે સીઝનમાં પહેલી વખત પાણીમાં ગરકાવ
  3. કોઝવે પાણીમાં ગરકાવ થતા 10 ગામ સંપર્ક વિહોણા

સુરત (Surat) અને તાપી જિલ્લામાં વરસાદી માહોલ રહેતા નદી, તળાવ છલકાયા છે. ઉપરવાસમાંથી નવા નીરની આવક થતાં ઉકાઇ ડેમ (Ukai Dam) ભરાઈ જતાં ડેમાંથી પાણી છોડાયું છે. ઉકાઈ ડેમનાં 9 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા છે અને 82,263 ક્યુસેક જેટલું પાણી ઉકાઈ ડેમમાંથી છોડાઇ રહ્યું છે. જો કે, ડેમમાંથી પાણી છોડતા કાકરાપાર ડેમ 5 ફૂટ ઉપરથી ઓવરફલૉ થયો છે. ડેમ ઓવર ફ્લો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.

ઉકાઇ ડેમના 9 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા

સુરત (Surat) અને તાપી જિલ્લામાં (Tapi) મેઘમહેરના લીધે ઉપરવાસમાંથી નવા નીરની આવક થતાં ઉકાઉ ડેમ છલોછલ થતાં પાણી છોડવામાં આવ્યું છે. માહિતી મુજબ, ડેમનાં 9 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને 82,263 ક્યુસેક જેટલુ પાણી છોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ ડેમમાંથી પાણી છોડાતા માંડવીનાં (Mandvi) કાકરાપાર ખાતે આવેલો ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેમ 5 ફૂટ ઉપરથી ઓવરફલૉ થયો છે. નોંધનીય છે કે કાકરાપાર ડેમ (Kakrapar dam) આદિવાસી ખેડૂતોની જીવાદોરી સમાન છે.

આ પણ વાંચો -Aravalli: બાયડ માંથી ઝડપાયો બાંગ્લાદેશી યુવક, થયો મોટો ખુલાસો

વહીવટી તંત્રે નીચાણવાળા ગામોને એલર્ટ કર્યાં

ડેમમાં પાણીની આવક થતાં જ્યાં એક તરફ ખેડૂતોમાં ખુશી છે ત્યારે બીજી તરફ નીચાણવાળા ગામોમાં રહેતા લોકોની ચિંતા વધી છે. તંત્ર દ્વારા ગામોને એલર્ટ કરાયા છે. ડેમની કુલ સપાટી 160 ફૂટ છે, જ્યારે હાલ ડેમનાં 5 ફૂટ ઉપરથી પાણી ઓવરફ્લો થયા છે. વહીવટી તંત્રે તકેદારીના ભાગરૂપે આવશ્યક કામગીરી શરૂ કરી દીધી છે. જો કે, ડેમ ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્યો પણ સર્જાયા છે.

બારડોલીનો હરિપુરા કોઝવે સીઝનમાં પહેલીવાર પાણીમાં ગરકાવ

આ પણ વાંચો -Rajkot: ઇન્સ્યોરન્સ પોલીસીનામે છેતરપિંડીનું કૌભાંડ આવ્યું સામે

હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ, 10 ગામ સંપર્ક વિહોણા

ઉપરાંત, ધોધમાર વરસાદના કારણે બારડોલીનો (Bardoli) હરિપુરા કોઝ વે પણ પાણીમાં ગરકાવ થયો છે. ચાલુ સીઝનમાં પહેલી વખત હરિપુરા કોઝવે (Haripura Causeway) પાણીમાં ગરકાવ થયો છે. કોઝવે પાણીમાં ગરકાવ થતાં 10 ગામ સંપર્ક વિહોણા થયા છે. હરિપુરા ગામથી સામેપાર, ઉન, ગોદાવાદી, ખંજરોલી (Khanjroli), પિપરિયા, કોસાડી, પુના સહિતનાં ગામોનો સીધો સંપર્ક કપાયો હોવાની માહિતી છે. સામે પારનાં લોકોને હરિપુરા આવવા માટે 20 કિલોમીટરનો ચકરાવો ખાવાની નોબત આવી છે. કોઝવે બંધ થતાં વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે, વહીવટી તંત્ર દ્વારા નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરાયાં છે.

આ પણ વાંચો -Vadodara: કારેલીબાગમાં હિટ એન્ડ રનની ઘટના,એકનું મોત

Tags :
BardoliGujarat FirstGujarati NewsHaripuraKakrapar DamMandviMonsoon in Gujaratrain in gujaratSuratTapiUkai Dam
Next Article