Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સોશિયલ મીડિયાથી રહો સાવધાન : Supreme Court

સુપ્રીમ કોર્ટે (Supreme Court) અભિનેતા અને તમિલનાડુના ભૂતપૂર્વ ધારાસભ્ય એસ વી શેખર (SV Shekhar)ની અરજીને ફગાવી દીધી છે. આ અરજીમાં, અભિનેતાએ કથિત રીતે 2018 માં મહિલા પત્રકારો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ ધરાવતી એક ફેસબુક પોસ્ટ શેર કરી હતી અને તે જ...
05:53 PM Aug 19, 2023 IST | Vipul Pandya
સુપ્રીમ કોર્ટે (Supreme Court) અભિનેતા અને તમિલનાડુના ભૂતપૂર્વ ધારાસભ્ય એસ વી શેખર (SV Shekhar)ની અરજીને ફગાવી દીધી છે. આ અરજીમાં, અભિનેતાએ કથિત રીતે 2018 માં મહિલા પત્રકારો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ ધરાવતી એક ફેસબુક પોસ્ટ શેર કરી હતી અને તે જ બાબતની સુનાવણી શનિવારે (19 ઓગસ્ટ) કરવામાં આવી હતી. આ સાથે કોર્ટે સોશિયલ મીડિયા અંગે પણ સલાહ આપી હતી.
સોશિયલ મીડિયા યુઝર્સે તેના પ્રભાવ અને પહોંચને લઈને સાવધાન રહેવું જોઈએ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા યુઝર્સે તેના પ્રભાવ અને પહોંચને લઈને સાવધાન રહેવું જોઈએ. સુનાવણી બાદ જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પ્રશાંત કુમારની બેંચે કહ્યું કે સોશિયલ મીડિયા પર અપમાનજનક અથવા અભદ્ર પોસ્ટ કરનારાઓને સજા કરવી જરૂરી છે.  શેખરે પોસ્ટ સંબંધિત ફોજદારી કાર્યવાહીને રદ કરવા માટે અરજી દાખલ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે.
વકીલની દલીલ પર કોર્ટે શું કહ્યું
અભિનેતાના વકીલે દલીલ કરી હતી કે ઘટનાના દિવસે શેખરે તેની આંખોમાં કોઈ દવા નાખી હતી, જેના કારણે તે શેર કરેલી પોસ્ટ વાંચી શક્યો ન હતો. બેન્ચે કહ્યું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. તેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જરૂરી લાગે તો તેણે પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેવું જોઈએ.
ફરિયાદો થઇ હતી
અગાઉ, હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે શેખરે 19 એપ્રિલ, 2018 ના રોજ તેના ફેસબુક એકાઉન્ટ પર અપમાનજનક અને અશ્લીલ ટિપ્પણીઓ પોસ્ટ કરી હતી. તેની ફરિયાદ ચેન્નાઈ પોલીસ કમિશનર સમક્ષ કરવામાં આવી હતી. તેની સાથે તમિલનાડુના જુદા જુદા ભાગોમાં તેની સામે અન્ય ખાનગી ફરિયાદો પણ દાખલ કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો?
એક મહિલા પત્રકારે ફેસબુક પર તમિલનાડુના તત્કાલીન રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પર અશ્લીલતાનો આરોપ લગાવતી પોસ્ટ શેર કરી હતી, જેને સ્વે શેખરે શેર કરીને પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમની પોસ્ટ બાદ ઘણો વિવાદ થયો હતો. આ સમગ્ર મામલો વર્ષ 2018નો છે.
આ પણ વાંચો---‘કેરળ બરબાદીની કગાર પર આવીને ઉભુ છે’ જાણો ભાજપના કયા નેતાએ આપ્યું આ વિસ્ફોટક નિવેદન
Tags :
adviseFacebook postSocial MediaSupreme CourtSV Shekhar
Next Article