Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

India vs Pak : ક્રિકેટ રસીકોના ધસારાને જોતાં મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડશે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

ભારત (India)માં વર્લ્ડ કપ ( world cup 2023) નો ક્રેઝ વધી રહ્યો છે અને તેમાં પણ આગામી 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટોડિયમ ( Narendra Modi Stadium)માં રમાનારી ભારત અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેની મેચને લઇને ક્રિકેટ રસીકોની ઉત્સુક્તા વધી ગઇ...
india vs pak   ક્રિકેટ રસીકોના ધસારાને જોતાં  મુંબઇ અમદાવાદ વચ્ચે દોડશે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

ભારત (India)માં વર્લ્ડ કપ ( world cup 2023) નો ક્રેઝ વધી રહ્યો છે અને તેમાં પણ આગામી 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટોડિયમ ( Narendra Modi Stadium)માં રમાનારી ભારત અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેની મેચને લઇને ક્રિકેટ રસીકોની ઉત્સુક્તા વધી ગઇ છે. દેશભરમાંથી હજારો રસીકોએ મેચ નિહાળવા માટે ટિકીટ બુક કરાવી છે ત્યારે ક્રિકેટ રસીકોના ધસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ મુંબઇ અને અમદાવાદ વચ્ચે 13-15 ઓક્ટોબરે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવાનું એલાન કર્યું છે.

Advertisement

પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવશે

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ નિહાળવા માટે ક્રિકેટ રસીકોનો ભારે ધસારો અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. તમામ હોટેલ હાઉસફુલ થઇ ગઇ છે અને ક્રિકેટ રસીકોના ધસારાને પહોંચી વળવા હવે પશ્ચિમ રેલવેએ પણ ખાસ વ્યવસ્થા કરી છે. પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવશે. રેલવેએ ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા જતા ક્રિકેટ ચાહકોને મોટી ભેટ આપી છે.

Advertisement

વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોની જોડી

અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા જતા ક્રિકેટ ચાહકોના વધારાના ધસારાને સમાવવા માટે પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોની જોડી ચલાવશે.

Advertisement

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલ એક અખબારી યાદી મુજબ, આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 09013/09014 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ

  • ટ્રેન નંબર 09013 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલ શુક્રવાર, 13 ઓક્ટોબર, 2023ના રોજ 21.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.30 કલાકે અમદાવાદ પહોંચશે.
  • એ જ રીતે, ટ્રેન નંબર 09014 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ અમદાવાદથી રવિવાર, 15 ઓક્ટોબર, 2023ના રોજ 04.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
  • આ ટ્રેન દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત અને વડોદરા જંકશન પર બંને દિશામાં સ્ટેશનો પર રોકાશે.
  • આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
  • ટ્રેન નંબર 09013 અને 09014 માટે બુકિંગ 12 ઓક્ટોબર, 2023 થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ પર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. સ્ટોપેજના સમય અને બંધારણ અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરોને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવાનો અનુરોધ કરાયો છે.

આ પણ વાંચો----IND VS AFG : અફઘાનિસ્તાનની ટીમે ભારતને આપ્યો 273 રનનો લક્ષ્ય, બુમરાહ રહ્યો સૌથી સફળ બોલર

Tags :
Advertisement

.