Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંતરિક્ષમાંથી સુર્યોદયનો જુઓ વીડિયો, તમે પણ સ્તબ્ધ થઈ જશો

સુંદર દ્રશ્યોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ સૂર્યોદયનો ટાઈમલેપ્સ વીડિયો લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો @wonderofscience ના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો Sunrise From Space : Space માંથી અનેક વીડિયો અને ફોટો વાયરલ કરવામાં આવે છે. મોટાભાગે દુનિયામાં Space માટે...
અંતરિક્ષમાંથી સુર્યોદયનો જુઓ વીડિયો  તમે પણ સ્તબ્ધ થઈ જશો
  • સુંદર દ્રશ્યોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • સૂર્યોદયનો ટાઈમલેપ્સ વીડિયો લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો
  • @wonderofscience ના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો

Sunrise From Space : Space માંથી અનેક વીડિયો અને ફોટો વાયરલ કરવામાં આવે છે. મોટાભાગે દુનિયામાં Space માટે કામ કરતી Space સંસ્થાઓ આ વીડિયો અને ફોટો વાયરલ કરતા હોય છે. તે ઉપરાંત વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા Space માં મોકલવામાં આવેલા સેટેલાઈટના માધ્યમથી પણ આ વીડિયો અને ફોટો કેદ કરવામાં આવતા હોય છે. તેની સાથે પૃથ્વી ઉપર મૂકવામાં આવેલા અદ્યતન ટેલિસ્કોપ પણ આ દિશામાં કામ કરતા હોય છે.

Advertisement

સુંદર દ્રશ્યોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ત્યારે Space માંથી એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં Space માંથી સૂર્યાસ્ત અને સુર્યોદય પૃથ્વી ઉપર થાય છે, ત્યારે ક્યા પ્રકારનો નજારો હોય છે. તે જોવા મળે છે. તો આ વીડિયોને પ્રકૃતિના સૌથી સુંદર નજારોમાંથી એક માનવામાં આવે છે. જોકે આ પ્રકારના નજારાને જોવા માટે લોકો ક્યારેક હજારો કિલોમીટર દૂર અથવા ખૂબ ઊંચાઈ પર સ્થિત સ્થપ સુધી પહોંચે છે. આ સુંદર દ્રશ્યોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Google for India 2024: ગૂગલે કરોડો ભારતીયોને આપી ભેટ, કરી આ 5 મોટી જાહેરાતો

Advertisement

સૂર્યોદયનો ટાઈમલેપ્સ વીડિયો લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો

આ Viral Video માં સૂર્યના ઉદયને કારણે ફેલાતો નારંગી પ્રકાશ જોઈ શકાય છે. અવકાશમાં ફરતી પૃથ્વી પરથી ઉગતા સૂર્યનો ટાઈમલેપ્સ વીડિયો લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. આ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં Space માંથી સૂર્યાસ્ત જોવા મળી રહ્યો છે. આ અદ્ભુત નજારો જોઈને લોકો દંગ રહી જાય છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે પૃથ્વીનો એક ભાગ જોશો, જેના પર વાતાવરણનું ઉપરનું પડ દેખાઈ રહ્યું છે.

Advertisement

@wonderofscience ના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો

આ એકદમ પરોઢનો સમય છે, જ્યારે સૂર્યની પ્રથમ કિરણો પૃથ્વીના આ ભાગ પર પડી રહી છે. આ કારણે વાતાવરણમાં વાદળી રંગની આભા દેખાય છે, જ્યારે નારંગી રંગ તેના પર હાજર સફેદ વાદળોને વધુ સુંદર બનાવી રહ્યો છે. ટાઇમલેપ્સ વિડિયો અલગ-અલગ ફ્રેમમાં બતાવવામાં આવે છે. વાદળી-સફેદ અને કેસરી રંગોની આભા સાથેનો આ વીડિયો જોઈને તમે થોડીવાર માટે તેમાં ખોવાઈ જશો. તો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @wonderofscience નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: China એ મિશન મૂન માટે અવકાશયાત્રીઓ બનાવ્યા ખાસ સ્પેસ સૂટ, જુઓ...

Tags :
Advertisement

.