Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UP પોલીસની ભરતી પરીક્ષાનું સની લિયોનીનું એડમિટ કાર્ડ થયું વાયરલ, જાણો સમગ્ર મામલો

SUNNY LEONE ADMIT CARD VIRAL : સની લિયોની મોટે ભાગે તેની ફિલ્મોને કારણે મોટે ભાગે ચર્ચામાં રહેતી હોય છે. પરંતુ હવે સની ખૂબ જ અલગ કારણે ચર્ચામાં બની છે. તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ સની લિયોનનું ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી...
up પોલીસની ભરતી પરીક્ષાનું સની લિયોનીનું એડમિટ કાર્ડ થયું વાયરલ  જાણો સમગ્ર મામલો

SUNNY LEONE ADMIT CARD VIRAL : સની લિયોની મોટે ભાગે તેની ફિલ્મોને કારણે મોટે ભાગે ચર્ચામાં રહેતી હોય છે. પરંતુ હવે સની ખૂબ જ અલગ કારણે ચર્ચામાં બની છે. તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ સની લિયોનનું ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પરીક્ષાનું એડમિટ કાર્ડ સામે આવ્યું છે. આ બાબત સામે આવતા ચારે તરફ આ ચર્ચાનો વિષય બની છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

Advertisement

સની લિયોનીના નામનું એડમિટ કાર્ડ સામે આવ્યું

સમગ્ર બાબત એમ છે કે ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાં સની લિયોનીના નામનું એડમિટ કાર્ડ સામે આવ્યું છે. એડમિટ કાર્ડની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.એડમિટ કાર્ડમાં રોલ નંબર, ઉમેદવારનું નામ, પરીક્ષા કેન્દ્ર અને સરનામું અને અભિનેત્રીના બે ફોટોગ્રાફ્સ છે. પરીક્ષા કેન્દ્રનું નામ શ્રીમતી સોનાશ્રી મેમોરિયલ ગર્લ્સ કોલેજ છે. પરીક્ષા હોલમાં એક સીટ ખાલી હતી ત્યારે એડમિટ કાર્ડની કોપી તપાસ્યા બાદ આ હકીકત સામે આવી હતી.

Advertisement

પરંતુ જ્યારે એડમિટ કાર્ડમાં લખેલા નંબર પર ફોન પર માહિતી લેવામાં આવી ત્યારે વિદ્યાર્થી અંકિતે જણાવ્યું કે તેણે લોક સેવા કેન્દ્રમાંથી ફોર્મ ભર્યું છે. પરંતુ ફોટો કેવી રીતે બદલાયો તે અંગે તેને જાણ નથી. આ ફોટો બદલવાના કારણે તે પરીક્ષામાં પણ બેસી શક્યો ન હતો. આ એડમિટ કાર્ડમાં દર્શાવેલ સરનામું મુંબઈ છે.

મામલો સ્થાનિક અધિકારીઓ સુધી પહોંચ્યો

જ્યારે મામલો સ્થાનિક અધિકારીઓ સુધી પહોંચ્યો ત્યારે તેઓએ કહ્યું કે એડમિટ કાર્ડમાં એડિટીંગ કરવામાં આવ્યું છે. બાકીની બાબતોની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. આવા કૃત્યો કરનારને બક્ષવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે કન્નૌજ જિલ્લામાં 17 અને 18 ફેબ્રુઆરીએ પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા યોજાવાની છે, જેમાં પ્રથમ દિવસે 10 પરીક્ષા કેન્દ્રો પર 9464 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

Advertisement

આ ઘટનાએ સોશિયલ મીડિયા પર હલચલ મચાવી છે અને લોકોને ચોંકાવી દીધા છે. પ્રશાસને આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને તેનો રિપોર્ટ ઉત્તર પ્રદેશ રિક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન બોર્ડ, લખનૌને પણ મોકલી દીધો છે. આ ઘટનાથી ભરતી પ્રક્રિયા અંગે શંકાનો સામનો કરી રહેલા લોકોની ચિંતામાં વધારો થયો છે.

આ પણ વાંચો -- Suhani Bhatnagar Death : પહેલા હાથ પર સોજો આવ્યો, પછી બે મહિનામાં જ ‘દંગલ ગર્લ’ દુનિયા છોડી…

Tags :
Advertisement

.