શું તણાવમાં તમને વધુ ભૂખ લાગે છે? આ રીતે તેને મેનેજ કરો
- Stress માં કોર્ટિસોલ હોર્મોન બહાર આવે છે
- Stress આપણી પાચન ક્રિયાને પણ અસર કરે છે
- તણાવ અને ખાવાની આદતોનું સંચાલન આ રીતે કરવું
Stress Eating Habit : આ આધુનિક યુગમાં સૌથી વધુ લોકો Stress થી પીડિત જોવા મળે છે. કારણે કે... આ આધુનિક યુગમાં દરેક વ્યક્તિ વિવિધ પ્રકારની હરિફાઈમાં જોડાયેલો છે. અને આ હરિફાઈ તેની ઉપર રહેલી જવાબદારીઓને કારણે શરૂ થઈ છે. ત્યારે એવું સામે આવ્યું છે કે, જ્યારે વ્યક્તિ Stress હોય છે, ત્યારે તેને સૌથી વધુ ભૂખ લાગે છે. તો Stress ને કારણે શરીરમાં કોર્ટિસોલનું સ્તર વધે છે. જે શરીરના વિવિધ ભાગોને અસર કરે છે. આ હોર્મોન માત્ર Stress ને સંતુલિત જ નથી કરતું, પરંતુ તે ખાવાની ઈચ્છા પણ વધારે છે.
Stress માં કોર્ટિસોલ હોર્મોન બહાર આવે છે
જ્યારે આપણે Stress માં હોઈએ છીએ, ત્યારે આપણા ચેતાપ્રેષકો ખુશી શોધવા માટે જુદા જુદા પ્રયત્નો કરે છે. આ પ્રયાસોમાંથી પહેલો પ્રયાસ ખોરાક હોય છે. જ્યારે આપણે Stress માં આપણને ગમતી વાનગી ખાઈએ છીએ, ત્યારે થોડા સમય માટે Stress માંથી બહાર આવીને આનંદનો અનુભવ કરશો.
તો Stress માં કોર્ટિસોલ હોર્મોન બહાર આવે છે, જે ભૂખને નિયંત્રિત કરી શકતું નથી. આ હોર્મોનના અસંતુલનને કારણે મગજમાં મનપસંદ ખોરાક માટે ઈચ્છા જાગે છે. જોકે હાલમાં ફાસ્ટ ફૂડ અને જંક ફૂડનો વ્યાપ ખુબ જ વધી ગયો છે. ત્યારે આ પ્રકારના ખોરાકનું વધુ પડતું સેવન કરવાથી વજન વધવાની સાથે કોલેસ્ટ્રોલ અને બીપી જેવી સમસ્યાઓ આપણને ઘેરી લે છે.
Stress આપણી પાચન ક્રિયાને પણ અસર કરે છે
Stress આપણી પાચન ક્રિયાને પણ અસર કરે છે. જેના કારણે મોટભાગે આપણું પેટ ફૂલેલું લાગે છે. પેટમાં અપચો જેવી સામાન્ય સમસ્યાઓ હેરાન કરતી રહે છે. Stress માં ખાધેલા ખોરાકને કારણે હાર્ટબર્નની સાથે IBS રોગ થવાનું જોખમ વધારે છે.
તણાવ અને ખાવાની આદતોનું સંચાલન આ રીતે કરવું?
- તણાવ ઘટાડવા માટે દિનચર્યામાં કેટલીક મનપસંદ પ્રવૃત્તિઓનો સમાવેશ કરો
- રોજિંદા જીવનશૈલીમાં થોડો ફેરફાર કરો
- સારો અને સંતુલિત ખોરાક લો
- પુષ્કળ પાણી પીવો
- પૂરતી ઊંઘ લો
આ પણ વાંચો: બાળકોના ટિફિનમાં ભૂલથી પણ માતાએ આ વાનગીઓને ભરવી નહીં....