Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગીર સોમનાથના દરિયાનું રૌદ્ર સ્વરૂપ, માઢવાડ ગામમાં 6 મકાન ધરાશાય, 160 લોકોનું સ્થળાંતર

ગીર સોમનાથ જિલ્લામાં પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા, કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરુ થયો છે. વાવાઝોડાને લઈ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથમાં દરિયાનું રૌદ્ર સ્વરુપ જોવા મળી રહ્યું છે. માઢવાડ ગામે...
ગીર સોમનાથના દરિયાનું રૌદ્ર સ્વરૂપ  માઢવાડ ગામમાં 6 મકાન ધરાશાય  160 લોકોનું સ્થળાંતર

ગીર સોમનાથ જિલ્લામાં પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા, કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરુ થયો છે. વાવાઝોડાને લઈ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથમાં દરિયાનું રૌદ્ર સ્વરુપ જોવા મળી રહ્યું છે. માઢવાડ ગામે દરિયાઈ મોજાની થપાટથી 6 મકાનો ધરાશાઇ  થયા છે.

Advertisement

આ તરફ દરિયો તોફાની બનતા દરિયાઈ મોજાના કારણે છ મકાનો ધરાશાઇ  થયા છે. બિપરજોય વાવાઝોડાની આહટ વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં સરેરાશ 40 થી 50 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાય રહ્યો છે. જિલ્લાના છ તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો છે. જિલ્લામાં વેરાવળમાં 49 કિમી, સુત્રાપાડા 48 કિમી, કોડીનાર 41 કિમી, ઉના 40 કિમી, તાલાલા 47 કિમી અને ગીરગઢડા 39 કિમી ઝડપે પવન ફુંકાઈ શકે છે.

Advertisement

સંભવિત વાવાઝોડાના પગલે ગીર સોમનાથવહીવટી,પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. દરિયાકિનારે લાટીબારા, લાટી કદવાર, હિરાકોટ ગામોમાં પેટ્રોલીંગ કરી અને પબ્લીક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી બિપોરજોય વાવાઝોડાં દરમિયાન જાનમાલનું નુકસાન  ન થાય એ માટે તકેદારીના ભાગરૂપે શું શું કરવું એ અંગે જરૂરી સુચનાઓ આપી લોકો ને જાગૃત કરાયાં હતા. અને દરિયાકાંઠે ઝૂંપટપટ્ટીમાં રહેતાં 125 લોકોનું સ્થળાતર કરાયું હતું.આ ઉપરાંત વેરાવળ અને સુત્રાપાડામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયો છે. જેમાં છેલ્લા 2 કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. વાવાઝોડાની અસર થવાના કારણે લોકોની મુશ્કેલી પ્રભાવિત થઈ રહ્યું છે. હજી પણ આગામી સમયમાં ભારે વરસાદ વરસી શકે છે.

Advertisement

ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ

ધારીના જીરા, ડાભાળી, માધુપુર, સરસિયા તેમજ ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ખાંભા પંથકના ભાડ અને વાકિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.  અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 3 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

ત્રણ જિલ્લામાં વાવાઝોડાથી સૌથી વધુ અસર

ત્રણ જિલ્લામાં વાવાઝોડાથી સૌથી વધુ અસર જોવા મળશે. જામનગર અને મોરબી જિલ્લામાં પણ વાવાઝોડાની ભયાનક અસર જોવા મળશે. કંડલા પોર્ટ, ઓખા અને નવલખીમાં તેની અસર થશે.  બિપરજોય વાવાઝોડું પોરબંદરથી માત્ર 310 કિલોમીટર દૂર છે. વાવાઝોડાના ખતરાને લઈને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આપણ  વાંચો -SURAT: ભારે પવન ફૂંકાતા પબ્લિસિટીના હોર્ડિંગ્સ ઉડ્યા, લોકોને સાવચેત રહેવા તંત્રએ કરી અપીલ

Tags :
Advertisement

.