Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Stock Market: શેરબજાર ખુલતાની સાથે જ કડાકો,સેન્સેક્સ 335 પોઈન્ટ તૂટયો

ખુલતાની સાથે જ શેરબજારમાં આજે કડાકો નોંધાયો શેર બજાર માટે વૈશ્વિક સંકેતો મિશ્ર જણાયા હતા શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે   Stock Market:ખુલતાની સાથે જ શેરબજાર(Stock Market)માં આજે કડાકો નોંધાયો છે, બજાર માટે વૈશ્વિક સંકેતો મિશ્ર જણાયા હતા....
stock market  શેરબજાર ખુલતાની સાથે જ કડાકો સેન્સેક્સ 335 પોઈન્ટ તૂટયો
  1. ખુલતાની સાથે જ શેરબજારમાં આજે કડાકો નોંધાયો
  2. શેર બજાર માટે વૈશ્વિક સંકેતો મિશ્ર જણાયા હતા
  3. શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે

Advertisement

Stock Market:ખુલતાની સાથે જ શેરબજાર(Stock Market)માં આજે કડાકો નોંધાયો છે, બજાર માટે વૈશ્વિક સંકેતો મિશ્ર જણાયા હતા. એશિયન બજારોએ સકારાત્મક શરૂઆત કરી છે. ગિફ્ટ નિફ્ટીમાં 55 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. યુએસ ફ્યુચર્સમાં ફ્લેટ એક્શન જોવા મળ્યું હતું. શુક્રવારે અમેરિકન બજારો મામૂલી ઉછાળા સાથે બંધ થયા હતા.

Advertisement

કેવી રીતે ખુલ્યું બજાર?

શેરબજારમાં આજે ઘટાડાનો ભય હતો અને સ્થાનિક શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. BSE સેન્સેક્સ 375.79 પોઈન્ટ અથવા 0.47 ટકાના ઘટાડા સાથે 79,330.12 પર ખુલ્યો. NSE સેન્સેક્સ 47.45 પોઈન્ટ અથવા 0.19 ટકાના ઘટાડા સાથે 24,320.05 પર ખુલ્યો.

Advertisement

આ પણ  વાંચો -Adani Group એ હિંડનબર્ગના અહેવાલને નકાર્યો, કહ્યું- અમારી પ્રતિષ્ઠાને બદનામ કરવાનો પ્રયાસ...

હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ બાદ શેરબજારમાં શું થયું

હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ બાદ આજે સોમવાર 12મી ઓગસ્ટે શેરબજાર પ્રથમ વખત ખુલ્યું હતું. શેરબજારમાં તાત્કાલિક નુકસાન જોવા મળતું નથી અને બજાર નજીવા ઘટાડા સાથે ખુલ્યું છે. ઓલા ઇલેક્ટ્રિકના રોકાણકારો માટે તેજી હજુ યથાવત છે અને તે રૂ. 100ને પાર કરી ગઈ છે.

આ પણ  વાંચો -Share Market Holiday: આ સપ્તાહમાં શેરબજાર ત્રણ દિવસ રહેશે બંધ,જાણો કારણ

ટાટા મોટર્સનો શેર સૌથી વધુ 0.63 ટકા વધારો

આજે, સવારે 09.23 વાગ્યા સુધી, બજાર ખુલ્યાના થોડા સમય બાદ, સેન્સેક્સની 30 કંપનીઓમાં, ટાટા મોટર્સના શેર 0.63 ટકાના વધારા સાથે, ટેક મહિન્દ્રાના શેર 0.48 ટકા અને ભારતી એરટેલના શેર 0.39 ટકાના વધારા સાથે સૌથી વધુ ટ્રેડ થઈ રહ્યા હતા. . બીજી તરફ પાવરગ્રીડના શેરમાં 0.85 ટકા, NTPCના શેરમાં 1.02 ટકા અને અદાણી પોર્ટ્સના શેરમાં 2.06 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

આ પણ  વાંચો -Hindenburg Research: અદાણીના શેર્સમાં ઘટાડો

બજારમાં ઉતાર-ચઢાવ

માર્કેટમાં આજના ઘટાડાથી રોકાણકારોએ ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે બજારમાં આવા ઉતાર-ચઢાવ આવતા રહે છે અને આવી પરિસ્થિતિઓ જ બજારને પ્રેરિત કરે છે. તેમણે કહ્યું કે આવી પરિસ્થિતિઓ આવનારા સમય માટે વધુ સારું વાતાવરણ બનાવે છે.

Tags :
Advertisement

.