Statue of Lord Ram : રામલલ્લાની મૂર્તિ ફાઈનલ, જાણો કોણે તૈયાર કરી
Statue of Lord Ram : અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ મહિનાની 22 તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની હાજરીમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે મૂર્તિની પસંદગીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, દેશના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ (Arun Yogiraj) દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામ (Lord Ram) ની મૂર્તિ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે. કુલ ત્રણ મૂર્તિઓમાંથી એક મૂર્તિની પસંદગી કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વીટ કરી આપી જાણકારી
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ X (Twitter) હેન્ડલ પર આ માહિતી આપી છે. પ્રહલાદ જોશીએ કન્નડ ભાષામાં ટ્વીટ કરીને લખ્યું, 'જ્યાં રામ છે, ત્યાં હનુમાન છે'. અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે મૂર્તિ (Statue of Lord Ram) ની પસંદગીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આપણા દેશના પ્રખ્યાત શિલ્પકાર આપણા ગૌરવ અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની પ્રતિમા અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે. રામ હનુમાનના અતૂટ સંબંધનું આ બીજું ઉદાહરણ છે. એમાં કોઈ શંકા નથી કે હનુમાનની ભૂમિ કર્ણાટકના રામલલા માટે આ એક મહત્વપૂર્ણ સેવા છે.
ચાર લાખથી વધુ કાર્યકરો રામલલાના અભિષેકનું નિમંત્રણ આપવા ઘરે ઘરે જશે
ભગવાન રામના ભવ્ય મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરીનો દિવસ પસંદ કરવામાં આવ્યો છે. PM નરેન્દ્ર મોદી અભિજીત મુહૂર્ત મૃગાશિરા નક્ષત્રમાં બપોરે 12:20 વાગ્યે રામ લલ્લાનો અભિષેક કરશે. શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામલલાના અભિષેક સમારોહ માટે રામભક્તો અને ભક્તોને આમંત્રણ સોમવારથી શરૂ થયું હતું. દેશભરમાં અંદાજે 5 લાખ ગામડાઓ અને ચાર હજારથી વધુ શહેરી વિસ્તારોમાં અક્ષત વિતરણ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને ભાજપ સહિત સંઘના તમામ સંલગ્ન સંગઠનોના લગભગ ચાર લાખથી વધુ કાર્યકરો રામનું નિમંત્રણ આપવા ઘરે ઘરે જશે.
આ પણ વાંચો - Ram Mandir : ભાજપે મંગળવારે બોલાવી મહત્વની બેઠક
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ