Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RathYatra2023 : શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે ભગવાનની નગરયાત્રાનો પ્રારંભ, મુખ્યમંત્રીએ પહિંદવિધિ કરી

અમદાવાદમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પહિંદ વિધિ કરી રથનો પ્રસ્થાન કરાવ્યો. ભગવાનની રથયાત્રાને લઈને મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ મંદિરે ઉમટ્યા હતા. સવારે 7 વાગ્યા થઈ પહિંદ વિધિ...
07:26 AM Jun 20, 2023 IST | Viral Joshi

અમદાવાદમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પહિંદ વિધિ કરી રથનો પ્રસ્થાન કરાવ્યો. ભગવાનની રથયાત્રાને લઈને મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ મંદિરે ઉમટ્યા હતા.

સવારે 7 વાગ્યા થઈ પહિંદ વિધિ

વહેલી સવારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) જગન્નાથ મંદિરે મંગળા આરતી કરી પરિવાર સાથે દર્શન કર્યા છે. વહેલી સવારે 4.30 વાગ્યે ભગવાનને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો અને 6.30 વાગ્યે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા અને ત્યારબાદ 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમની સાથે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) પણ ઉપસ્થિત રહ્યાં હતા.

રાજ્યમાં સુ:ખ, શાંતિ અને સમુદ્ધિ માટે પ્રાર્થના કરી: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથની રથયાત્રા 146 વર્ષથી આ ક્રમમાં પ્રતિવર્ષે ચાલતી આવી છે. આજે પુન: ભગવાન નગરયાત્રાએ નિકળી અને પ્રજાજનોને દર્શન આપવાના છે ત્યારે મારું પણ સદ્ભાગ્ય છે કે આજે મને ભગવાન જગન્નાથના પુજન-અર્ચન કરવાનો મોકો મળ્યો છે. હું મારી જાતને સદ્ભાગી સમજુ છું. આજે આપણે સૌ મહાપ્રભુ જગન્નાથને પ્રાર્થના કરીએ કે, ગુજરાત હરહંમેશ સદ્ભાવના, એકતા, સુ:ખ શાંતિ અને સમુદ્ધિ સાથે આગળ વધે તેના માટે ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. હું પણ પ્રાર્થના કરું છું. આ વર્ષ અષાઢીબીજ એટલે કચ્છીબંધુનું નવું વર્ષ. દેશ અને દુનિયામાં વસતા દરેક કચ્છીબંધુને મારી ખુબ-ખુબ શુભકામનાઓ પાઠવું છું. જય જય જગન્નાથ.

આ પણ વાંચો : રથયાત્રા 2023: જય જગન્નાથ..ના નાદથી આગળ ધપી રહી છે રથયાત્રા

આપણા સૌ માટે આ યાત્રા સૌથી મોટી આસ્થાનું કેન્દ્ર છે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

અષાઢી બીજ અને રથયાત્રાના આ પાવનપર્વની સૌ ભાવિક ભક્તોને હાર્દિક શુભકામનાઓ ભગવાન જગન્નાથજીની આ ઐતિહાસિક 146મી રથયાત્રા આજે વહેલી સવારે વર્ષો વર્ષ જેની પરંપરા બનાવી છે. રથયાત્રા જેમના માટે ખુબ મોટું આસ્થાનું કેન્દ્ર રહ્યું છે તેવા આપણા ગુજરાતના પનોતા પુત્ર કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીયશ્રી અમિતભાઈ શાહ સાહેબે આજે વહેલી સવારે જગન્નાથજીની આરતીમાં પરિવાર સાથે ભાગ લીધો હતો. આજે 146મી રથયાત્રા શરૂઆત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીયશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જે વર્ષોવર્ષની આપણી જે પરંપરા છે, મુખ્યમંત્રીશ્રીએ રથયાત્રાનું પ્રયાણ કરાવ્યું. આજે તમે જોઈ શકો છો દરેક વર્ષ કરતા પણ ખુબ મોટી સંખ્યામાં વહેલી સવારથી ભાવિ ભક્તો મંદિરે પહોંચ્યા છે. આખો દિવસ આ બધા જ ભક્તો સારી રીતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ જ્યારે નગરચર્યા પર નિકળી રહ્યાં છે તો સૌ ભાવી ભક્તોને દર્શન સારી રીતે કરી શકે તે માટેની તૈયારી કરવામાં આવી છે મને વિશ્વાસ છે કે સૌ શહેરીજનો અને આપણે સાથે મળીને આખો દિવસ આ રથયાત્રા અલગ-અલગ વિસ્તારમાંથી જ્યારે પસાર થવાની છે ખુબ મોટી સંખ્યામાં ભાવી ભક્તો બહારથી પણ આવ્યા છે. આપણા સૌ માટે આ યાત્રા સૌથી મોટી આસ્થાનું કેન્દ્ર છે ત્યારે આ યાત્રા સમયસર પાછી મંદિરે પહોંચે તે માટે તમામ નાગરિકોએ વ્યવસ્થા જાળવી રાખવા મદદ કરવા વિનંતિ કરુ છું. ફરી એકવાર અષાઢી બીજ અને રથયાત્રાના આ પાવન અવસરે હું સૌ ભાવી ભક્તોને આ પર્વની શુભકામનાઓ આપું છું.

72 વર્ષ બાદ નવા રથમાં

ભગવાન જગન્નાથ 72 વર્ષ બાદ નવા રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા. આ નવા રથ જૂના રથની ડિઝાઇન અને તેના માપ મુજબ જ બનાવવામાં આવ્યા છે. નવા રથની ઊંચાઈ અને પહોળાઈ જૂના રથ પ્રમાણે જ છે. એકમાત્ર નાનો ફેરફાર કરવામાં આવ્યો છે. રથની વચ્ચે ભગવાનને બેસાડવામાં આવે છે તેની બાજુના પિલર બનાવવામાં આવેલા છે, તેની જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : રથયાત્રા 2023: ભગવાનને કેમ વહેલી સવારે ખીચડીનો ભોગ ધરાવાય છે..? જાણો

શું છે પહિંદવિધિ?

પહિંદવિધિમાં મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજી (Jagannath) ના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે અને શુદ્ધ પાણીનો છંટકાવ છે. આ વિધિને પહિંદ વિધિ (Pahind Vidhi) કહેવાય છે જે પછી મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી જ શા માટે પહિંદવિધિ કરાવે?

ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન મુખ્યમંત્રીના હસ્તે જ થાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર રાજ્યના રાજા એ જગન્નાથજીના પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રામાં (Rath Yatra) સૌથી હેલાં રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છે યાત્રાને પ્રસ્થાન કરાવે છે. આ વિધિને પહિંદ વિધિ (Pahind Vidhi) તરીકે ઓળખવામાં આવે છે. હાલ આપણા દેશમાં લોકશાહી છે અને લોકોના પ્રતિનિધિ તરીકે રાજ્યના મુખ્યમંત્રી સત્તાસ્થાને બિરાજમાન હોવાથી તેમના હસ્તે પહિંદવિધિ થાય છે.

આ પણ વાંચો : આજે કચ્છી માંડુઓનું નવુ વર્ષ, GUJARAT FIRST પાઠવે છે શુભેચ્છા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AhmedabadBhagwan JagnnathBhupendra PatelHarsh SanghaviRathyatraRathyatra 2023
Next Article