Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકાએ એશિયા કપમાં રચ્યો ઈતિહાસ, ભારતને હરાવી પ્રથમ વખત ખિતાબ કર્યો હાંસલ

Women Asia Cup Final: Sri Lanka ની મહિલા ટીમે તેના ઘરઆંગણે રમાયેલી Women Asia Cup 2024 ટૂર્નામેન્ટમાં ઇતિહાસ રચ્યો છે.Women Asia Cup 2024 ની ફાઈનલ મેચા આજરોજ Sri Lanka ના દામ્બુલામાં રમાઈ હતી. ત્યારે Women Asia Cup 2024 ની ફાઈનલ...
શ્રીલંકાએ એશિયા કપમાં રચ્યો ઈતિહાસ  ભારતને હરાવી પ્રથમ વખત ખિતાબ કર્યો હાંસલ

Women Asia Cup Final: Sri Lanka ની મહિલા ટીમે તેના ઘરઆંગણે રમાયેલી Women Asia Cup 2024 ટૂર્નામેન્ટમાં ઇતિહાસ રચ્યો છે.Women Asia Cup 2024 ની ફાઈનલ મેચા આજરોજ Sri Lanka ના દામ્બુલામાં રમાઈ હતી. ત્યારે Women Asia Cup 2024 ની ફાઈનલ મેચમાં Sri Lanka એ ભારતને 8 વિકેટથી કરારી હાર આપી હતી. જોકે Sri Lanka ની મહિલાઓએ Women Asia Cup 2024 નો ખિતાબ પ્રથમ વખત મેળવ્યો છે.

Advertisement

  • 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મેચ અને ટાઇટલ જીતી લીધું

  • પ્રથમ બેટિંગ કરીને 166 રનનો લક્ષ્યાંક આપ્યો હતો

  • માત્ર દીપ્તિ શર્મા જ એક વિકેટ લઈ શકી હતી

જોકે ભારત મહિલાઓની ક્રિકેટ ટીમ Women Asia Cup ની સૌથી સફળ ટીમ છે. અત્યાર સુધી Women Asia Cup ની 9 સીઝનનું આયોજન કરાયું છે. જેમાંથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 7 વખત Women Asia Cup ની ચેમ્પિયન રહી છે. છેલ્લી વખત Women Asia Cup 2022 માં રમાયો હતો. ત્યારબાદ ભારતે ફાઈનલ મેચમાં Sri Lanka ને હરાવીને ટ્રોફી જીતી હતી.

પ્રથમ બેટિંગ કરીને 166 રનનો લક્ષ્યાંક આપ્યો હતો

Advertisement

Women Asia Cup 2024 ની છેલ્લી 8 સીઝનમાંથી બાંગ્લાદેશ 2018 ની સીઝન જીતી હતી. તો ભારત 7 વખત જીત્યું છે. પરંતુ Sri Lanka ની ટીમે આ 9 મી સિઝન જીતીને ઈતિહાસ રચ્યો છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ અત્યાર સુધી Women Asia Cup નું એકપણ ટાઇટલ જીતી શકી નથી. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 166 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં Sri Lanka ની ટીમે માત્ર 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મેચ અને ટાઇટલ જીતી લીધું હતું. ટીમ માટે હર્ષિતા સમરવિક્રમાએ સૌથી વધુ 69 રનની અણનમ ઇનિંગ રમી હતી.

માત્ર દીપ્તિ શર્મા જ એક વિકેટ લઈ શકી હતી

જ્યારે કેપ્ટન ચમીરા અટાપટ્ટુએ 61 રન બનાવ્યા હતાં. કવિશા દિલહારીએ 16 બોલમાં 30 રન બનાવીને અણનમ પારી રમી હતી. ભારત તરફથી કોઈ પણ બોલર જીતની આશા અમર કરવામાં સફળ રહ્યો ન હતો. માત્ર દીપ્તિ શર્મા જ એક વિકેટ લઈ શકી હતી. તેઓએ કેપ્ટન ચમીરાની વિકેટ પોતાના નામે કરી હતી.

Advertisement

આ પણ વાંચો: ભારતને પ્રથમ પદક અપાવનાર મનુ ભાકરને PM Modi સહિત આ જાણીતી હસ્તીઓએ પાઠવી શુભેચ્છા!

Tags :
Advertisement

.