Womens Asia Cup 2024: ભારતની સતત બીજી જીત, હરમનપ્રીત કૌરની વિસ્ફોટક ઇનિંગ
Womens Asia Cup2024 : મહિલા T20 એશિયા કપ 2024 (Womens Asia Cup)માં ભારતે સતત બીજી મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયાએ UAEને 78 રનથી હરાવ્યું છે. ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. હવે બીજી મેચ પણ જીતી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ દરમિયાન રિચા ઘોષ અને હરમનપ્રીત કૌરે વિસ્ફોટક ઇનિંગ રમી હતી. ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા આવેલી UAEની ટીમ માત્ર 123 રન જ બનાવી શકી હતી. UAE તરફથી કવિશાએ ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું હતું. 40 રન બનાવવાની સાથે તેણે એક વિકેટ પણ લીધી હતી.
ભારતની ઈનિંગ
પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 5 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. આ દરમિયાન રિચાએ બોલરોની ખૂબ જ ખરાબ રીતે ધોલાઈ કરી હતી. તેણે 29 બોલમાં અણનમ 64 રન બનાવ્યા હતા. રિચાની આ ઇનિંગમાં 12 ફોર અને 1 સિક્સ સામેલ હતી. હરમનપ્રીતે 47 બોલમાં 66 રન બનાવ્યા હતા. તેણે 7 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. આ પહેલા ઓપનર શેફાલી વર્માએ 37 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. 18 બોલનો સામનો કરીને તેણે 5 ફોર અને 1 સિકસ ફટકારી હતી.
Harmanpreet Kaur and Co secure their 2⃣nd win in the Asia Cup, defeating UAE and taking a giant step towards the semifinals! 💪#WomensAsiaCup2024 | 📸 ACC pic.twitter.com/kGbp4E4EWy
— Women’s CricZone (@WomensCricZone) July 21, 2024
UAEની ઈનિંગ
ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા આવેલી UAEની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 123 રન જ બનાવી શકી હતી. કેપ્ટન ઈશાન અને તીર્થ સતીશ ઓપનિંગ કરવા આવ્યા હતા. ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તીર્થ માત્ર 4 રન બનાવીને આઉટ થઈ હતી. પરંતુ ઈશાએ 38 રન બનાવ્યા હતા. રિનિથા રાજીત માત્ર 7 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. સમાયરા પણ 5 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. UAE તરફથી કવિશાએ ઓલરાઉન્ડર પ્રદર્શન કરતા કવિશાએ 32 બોલમાં અણનમ 40 રન બનાવ્યા હતા.તેણે 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. તેણે બે વિકેટ પણ લીધી હતી.
ભારતનું બોલિંગ પ્રદર્શન
ટીમ ઈન્ડિયા માટે દીપ્તિ શર્માએ બોલિંગમાં પોતાની તાકાત બતાવી. તેણે 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી. રેણુકા સિંહે 4 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ લીધી હતી. તનુજા કંવરે 4 ઓવરમાં 14 રન આપીને 1 વિકેટ લીધી હતી. પૂજાએ 4 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ લીધી હતી. રાધા યાદવે પણ એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો -Ambaji : પરિવાર સાથે મા અંબાજીનાં દર્શન કરવાં પહોંચ્યો RCB નો ઓલરાઉન્ડર ખેલાડી
આ પણ વાંચો -કોણ હશે ભારતના BOWLING અને FIELDING COACH? હવે ચિત્ર થયું સ્પષ્ટ
આ પણ વાંચો -OLYMPICS માં ભાગ લેવા માટે આ ખેલાડીએ પોતાની જ આંગળી કાપી નાખી