SRH vs RR : હૈદરાબાદે રોક્યો રોયલ્સનો વિજયરથ, રોમાંચક મેચમાં SRH ને મળી 1 રને જીત
SRH vs RR : IPL 2024ની 50મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ (Sunrisers Hyderabad and Rajasthan Royals) વચ્ચે રમાઈ હતી. જેમા સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ની ટીમે 1 રને આ મેચને જીતી લીધી છે. જણાવી દઇએ કે, આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ના કેપ્ટન પેટ કમિન્સે (Pat Cummins) ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 201 રન બનાવ્યા હતા. ટીમ માટે ટ્રેવિસ હેડ (Travis Head) અને નીતિશ રેડ્ડી (Nitish Reddy) એ અડધી સદી ફટકારી હતી. હેડે 58 રન અને નીતીશે 76 રનનું યોગદાન આપ્યું હતું.
હૈદરાબાદને મળી 1 રને જીત
રાજસ્થાન તરફથી અવેશ ખાને 2 અને સંદીપે 1 વિકેટ ઝડપી હતી. 202 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પહેલી જ ઓવરમાં સંજુ સેમસન અને જોસ બટલરની વિકેટ ગુમાવી દીધી હતી. ભુવનેશ્વર કુમારે તેને આઉટ કર્યો હતો. બંને બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. આ પછી યશસ્વી જયસ્વાલ (Yashshwi Jaiswal) અને રિયાન પરાગ (Ryan Parag) વચ્ચે ત્રીજી વિકેટ માટે 78 બોલમાં 134 રનની ભાગીદારી થઈ હતી. યશસ્વી 40 બોલમાં 67 રન બનાવીને આઉટ થયો હતો. રિયાન પરાગે 49 બોલમાં 77 રન બનાવ્યા હતા. હેટમાયર 9 બોલમાં માત્ર 13 રન જ બનાવી શક્યો હતો. જોકે, આ બધાની મહેનત પર અંતે પાણી ફેરવાઈ ગયું હતું. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ની ટીમ 1 રને મેચ જીતી ગઇ છે.
#TATAIPL Matches 📂
↳ Last Ball Thrillers 📂Bhuvneshwar Kumar wins it for @SunRisers 👌👏
Recap the Match on @StarSportsIndia and @JioCinema 💻📱#SRHvRR pic.twitter.com/mHdbR2K3SH
— IndianPremierLeague (@IPL) May 2, 2024
SRH vs RR વચ્ચે બરાબરીનો મુકાબલો
જ્યારે પણ રાજસ્થાન અને હૈદરાબાદની ટીમો આમને-સામને આવી છે ત્યારે બંને વચ્ચેની સ્પર્ધા રોમાંચક રહી છે. બંને ટીમો વચ્ચે બરાબરીનો મુકાબલો રહ્યો છે. રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 19 મેચ રમાઈ છે, જેમાં હૈદરાબાદે 10 અને રાજસ્થાને 9 મેચ જીતી છે.
RR Vs SRH સામ-સામે
કુલ મેચ: 19
રાજસ્થાન જીત્યું: 9
હૈદરાબાદ જીત્યું: 10
IPL 2024માં લક્ષ્યનો બચાવ કરતું SRH
6 મેચ
5 જીત
1 હાર
ભુવીએ હૈદરાબાદની જીતની વાર્તા લખી
મેચના છેલ્લા બોલ પર રાજસ્થાનને જીતવા માટે 2 રનની જરૂર હતી પરંતુ ભુવનેશ્વર કુમારે 14 બોલમાં 27 રન બનાવીને રમી રહેલા રોવમેન પોવેલને LBW આઉટ કરી પોતાની ટીમને રોમાંચક જીત અપાવી હતી. હૈદરાબાદની જીતનો હીરો ભુવનેશ્વર કુમાર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 41 રન આપીને 3 વિકેટ લીધી હતી. રાજસ્થાન સામેની પ્રથમ ઓવરમાં જ તેણે જોસ બટલર અને સંજુ સેમસનની વિકેટ ટીમને આપી હતી. આ પછી તેણે ઈનિંગના છેલ્લા બોલ પર વિકેટ લઈને હૈદરાબાદની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો - RINKU SINGH ને શા માટે T20 વર્લ્ડ કપમાંથી રખાયો બહાર, કારણ આવ્યું સામે..
આ પણ વાંચો - T20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીઓ થયા રિપીટ, આ રમશે પહેલીવાર