વડગામનો ખેલાડી વિશ્વ એબિલિટી સ્પોર્ટ યુથ ગેમ્સ 2024 માં ઝળક્યો
- કલેક્ટર કચેરીમાં આ ખેલાડીનું સન્માન કરીને અભિનંદન પાઠવ્યા
- ઓછી વયના એથ્લીટ્સ માટે દર બે વર્ષે યોજાતો રમતોત્સવ
- ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો પ્રથમ અનુભવ આપે છે
Sports News : તાજેતરમાં 1 થી 7 ડિસેમ્બર 2024 ના રોજ થાઇલેન્ડના નાખોન ખાતે વિશ્વ એબિલિટી સ્પોર્ટ યુથ ગેમ્સ 2024 નું આયોજન કરાયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કોદરામ ગામના ખેલાડી ઠાકોર સિદ્ધરાજજી પ્રવીણજીએ બે અલગ અલગ રમતમાં મેડલ મેળવ્યા હતા. આ ખેલાડીએ ગોળા ફેક રમતમાં બ્રોન્ઝ તથા ચક્ર ફેક રમતમાં પણ બ્રોન્ઝ મેળવીને બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું હતું.
ઓછી વયના એથ્લીટ્સ માટે દર બે વર્ષે યોજાતો રમતોત્સવ
તો આજરોજ બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા કલેક્ટર કચેરીમાં આ ખેલાડીનું સન્માન કરીને અભિનંદન પાઠવ્યા હતા. વડગામ તાલુકાના કોદરામના આ ખેલાડીએ એફ-37 કેટેગરીમાં આ સિધ્ધિ મેળવી હતી. તેમના કોચ ડૉ.મનસુખ તાવેતિયાના જણાવ્યા અનુસાર આ ખેલાડીએ આ રમતો માટે સખત મહેનત કરી હતી જેનું પરિણામ મેડલ થકી અપાવીને રાજ્ય તથા દેશનું તેમણે ગૌરવ વધાર્યું છે.
આ પણ વાંચો: ભાવનગરમાં વિકાસના પોકળ દાવા, ભ્રષ્ટાચાર પાણીની ટાંકી તોડીને આવ્યો સામે
Sports News
ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો પ્રથમ અનુભવ આપે છે
ઉલ્લેખનીય છે કે, વિશ્વ એબિલિટી સ્પોર્ટ યુવા ખેલ 23 વર્ષ કે તેથી ઓછી વયના એથ્લીટ્સ માટે દર બે વર્ષે યોજાતો રમતોત્સવ છે. જેમાં વિશ્વભરના ખેલાડીઓ ભાગ લેતા હોય છે. આ રમતો ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો પ્રથમ અનુભવ આપે છે. આ ખેલ યુવા એથ્લીટ્સના વિકાસમાં પણ મદદ કરે છે અને પેરાલિમ્પિક મૂવમેન્ટના વિવિધ માર્ગોમાં તેમના વિકાસને પ્રોત્સાહન આપે છે. વિશ્વના વિવિધ દેશોમાં વૈકલ્પિક વાર્ષિક ધોરણે યોજાતા આ અનન્ય ખેલ વાતાવરણ યુવા એથ્લીટ્સને ટીમ-વર્ક અને ખેલાડીઓના અનુભવ સાથે પેરાલિમ્પિક રમતો માટે જરૂરી પડકારો અને શિસ્તનું વ્યાપક જ્ઞાન પ્રદાન કરે છે.
આ પણ વાંચો: VADODARA : સ્માર્ટ સત્તાધીશોએ વિજ બીલ ના ભરતા ટ્રાફિક સિગ્નલના કનેક્શન કપાયા