સોનિયા ગાંધી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે ચૂંટાયા, વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીના નામની ચર્ચા
Sonia Gandhi : આવતીકાલે રવિવારના રોજ નરેન્દ્ર મોદી (Narendra Modi) વડાપ્રધાન પદના શપથ (oath as Prime Minister) લેવા જઇ રહ્યા છે. વળી તેમની કેબિનેટમાં સામેલ થનારા મંત્રીઓ પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે. બીજી તરફ INDIA ગઠબંદન સંસદમાં મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. આ વચ્ચે તાજેતરમાં સમાચાર સામે આવી રહ્યા છે કે, સોનિયા ગાંધી (Sonia Gandhi) કોંગ્રેસના સંસદીય દળના નેતા ચૂંટાયા છે. તેમનો પ્રસ્તાવ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલિકાર્જુન ખડગે (Congress Party President Mallikarjun Kharge) એ મુક્યો હતો, જેને સ્વીકારી લેવામાં આવ્યો હતો.
સોનિયા ગાંધી CPP ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા
આજે 8મી જૂને કોંગ્રેસ સંસદીય દળ (Congress Parliamentary Party) ની બેઠક ગૃહના સેન્ટ્રલ હાઉસમાં મળી હતી. આ બેઠક દરમિયાન સોનિયા ગાંધીને CPPના અધ્યક્ષ તરીકે ચૂંટતા પહેલા, પાર્ટીની કાર્યકારી સમિતિની બેઠકમાં સર્વસંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં રાહુલ ગાંધીને લોકસભામાં વિરોધ પક્ષના નેતાની જવાબદારી નિભાવવાની વિનંતી કરવામાં આવી હતી. આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 99 બેઠકો જીતી છે. આ બેઠકમાં ભાગ લેવા માટે કોંગ્રેસ પાર્ટી (Congress Party) ના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓ અજય માકન, કાર્તિ ચિદમ્બરમ પહોંચ્યા હતા અને અન્ય ઘણા નેતાઓ બેઠકમાં સામેલ થયા હતા. આ દરમિયાન કાર્તિ ચિદમ્બરમે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, ભારતના લોકોએ તેમના વિચારો વ્યક્ત કર્યા છે. તેઓ સલાહકાર સરકાર ઈચ્છે છે. તેઓ સહકારી સરકાર ઈચ્છે છે. તેઓ નથી ઈચ્છતા કે કોઈને સ્વતંત્ર રીતે કામ કરવા દેવામાં આવે.
#WATCH | Congress leader Sonia Gandhi leaves after attending the Congress Parliamentary Party meeting at the Central Hall of Parliament.
She has been re-elected as the Chairperson of the Congress Parliamentary Party (CPP). pic.twitter.com/yKTZrL2OK8
— ANI (@ANI) June 8, 2024
કાર્તિ ચિદમ્બરમે શું કહ્યું?
કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે, જનતા એવી સંસદ ઇચ્છે છે જેમાં મુદ્દાઓને દબાવી દેવાને બદલે ચર્ચા વિચારણા કરવામાં આવે. હું સંમત છું કે તેઓ (રાહુલ ગાંધી) વિપક્ષના નેતા હોવા જોઈએ. કારણ કે તે અમારી પાર્ટીનો ચહેરો છે. અમારી પાર્ટી ભારતની સૌથી મોટી પાર્ટી છે. તેમણે વિરોધ પક્ષના નેતા બનવું જોઈએ. જણાવી દઈએ કે શશિ થરૂર પણ આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ બેઠકમાં ગૌરવ ગોગોઈ, તારિક અનવર અને કે સુધાકરણે સોનિયા ગાંધીના નામનું સમર્થન કર્યું હતું. જણાવી દઈએ કે આ બેઠકમાં સોનિયા ગાંધીને CPPના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
રાહુલ ગાંધી વાયનાડ સીટ છોડશે : સૂત્રો
સૂત્રોને ટાંકીને સમાચાર સામે આવી રહ્યા છે કે રાહુલ ગાંધી રાયબરેલી લોકસભા બેઠક જાળવી રાખશે. તેઓ વાયનાડ બેઠક પરથી રાજીનામું આપશે. જણાવી દઈએ કે યુપીમાં INDIA ગઠબંધનને મળેલા સમર્થનને ધ્યાનમાં રાખીને કોંગ્રેસનું યુપી યુનિટ ઈચ્છે છે કે રાહુલ ગાંધી રાયબરેલી સીટ ન છોડે. જો કે આ દાવાની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ સૂત્રોનું માનીએ તો રાહુલ ગાંધી વાયનાડ સીટ પરથી રાજીનામું આપશે અને રાયબરેલી સીટ પોતાની પાસે રાખશે.
આ પણ વાંચો - CWC : “રાહુલ ગાંધી, તમે જ નરેન્દ્ર મોદીને…..!”
આ પણ વાંચો - Opposition : વિપક્ષના નેતા પાસે શું પાવર હોય છે…?