ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સોમનાથ તીર્થના નામે ઠગીઓ શ્રદ્ધાળુઓનો શિકાર કરી રહ્યા, જાણો કેવી રીતે

Somnath Trust Fake Website : 250 થી વધુ પોલીસ ફરિયાદો પણ કરી ચૂક્યા છીએ
11:09 PM Nov 07, 2024 IST | Aviraj Bagda
Somnath Trust Fake Website

Somnath Trust Fake Website : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થના બૂકિંગના નામે ઓનલાઇન ઠગીઓ દેશ-વિદેશના ભાવિકોને ઓનલાઈન ઠગી રહ્યા છે. તો અનેક બનાવોમાં ભાવિ ભક્તો સોમપાથ આવનાર ભાવિકો બુકિંગના નામે છેતરાઈ રહ્યા છે. ત્યારે આ બાબતે હવે લોકોએ જાગૃત થવાની તાતી જરૂર છે.

250 થી વધુ પોલીસ ફરિયાદો પણ કરી ચૂક્યા છીએ

આ આધુનિક યુગમાં દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજીએ પોતાનું પ્રભત્વ જમાવી નાખ્યું છે. તો ટેક્નોલોજીનો દુરઉપયોગ કરીને અમુક લોકો અન્ય લોકોની સાથે છેતરપિંડી કરતા હોય છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ કે જેમના અધ્યક્ષ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રસ્ટી અમિત શાહ છે. આમ છતાં આ ટ્રસ્ટને ઠગવામાં પણ ઠગીઓ સતત ભાવીકોને ઓન લાઈન ઠગી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર જ દેવકી નામની એક મહિલાએ અમદાવાદના એક વ્યક્તિ સાથે થયેલ બુકિંગના નામે ચીટીંગનો વિડીયો વાયરલ કર્યો છે.

આ પણ વાંચો: જુગારધામના સંચાલક સાથે પોલીસની સંડોવણી ખુલતા 5 પોલીસકર્મી સસ્પેન્ડ...

કોઈપણ પ્રકારે વ્યવહાર ન કરવા તેવુ નમ્ર સૂચન કર્યું

આ બાબતે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે કે છેલ્લા ત્રણેક વર્ષ અગાઉથી ઓનલાઇન બુકિંગ સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયું છે. ત્યારે અમે લોકોને દરેક રીતે સાવચેત કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ. આમ છતાં આવા ફ્રોડ બાબતે 250 થી વધુ પોલીસ ફરિયાદો પણ કરી ચૂક્યા છીએ. સોમનાથમાં ઓફિસિયલ વેબસાઈટ ઉપરાંત કોઈપણ પ્રકારે મોબાઈલ નંબર ઉપર અથવા ક્યૂઆર કોડ કે કોઈપણ વ્યવહારો કે બુકિંગો કરાતા નથી, જેથી સોમનાથ આવનારા ભાવિકોને કોઈપણ પ્રકારે વ્યવહાર ન કરવા તેવુ નમ્ર સૂચન કર્યું છે.

આ પણ વાંચો: શેરબજારમાં નફો કમાવવાની લાલચમાં કંપનીના ડાયરેક્ટરનું 1 કરોડનું ફુલેકું ફેરવાયું

Tags :
Crime Newsfake websiteFraudGujaratGujarat Crime NewsGujarat FirstGujarat Trending NewsSomnath NewsSomnath TrustSomnath Trust Fake WebsiteSomnath Trust Fake Website Fraudwebsite
Next Article