Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SL vs NZ : શ્રીલંકા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની જીતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની મુશ્કેલી વધારી

આજે વર્લ્ડ કપની 41 મી મેચમાં ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની ટીમ આમને-સામને હતી. બંને ટીમો વચ્ચે ગ્રુપ સ્ટેજની આ છેલ્લી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ જેમાં ન્યૂઝીલેન્ડે જીત નોંધાવી છે.  શ્રીલંકા પહેલા જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે, જ્યારે ન્યૂઝીલેન્ડ...
sl vs nz   શ્રીલંકા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની જીતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની મુશ્કેલી વધારી

આજે વર્લ્ડ કપની 41 મી મેચમાં ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની ટીમ આમને-સામને હતી. બંને ટીમો વચ્ચે ગ્રુપ સ્ટેજની આ છેલ્લી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ જેમાં ન્યૂઝીલેન્ડે જીત નોંધાવી છે.  શ્રીલંકા પહેલા જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે, જ્યારે ન્યૂઝીલેન્ડ માટે સેમી ફાઈનલમાં પહોંચવાની આ છેલ્લી તક હતી. જોકે, આજે ન્યૂઝીલેન્ડની ટીમે શ્રીલંકાની ટીમને 5 વિકેટે હરાવી પોતાનો માર્ગ મોકળો કરી દીધો છે.

Advertisement

ન્યૂઝીલેન્ડની જીત સાથે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન મુશ્કેલીમાં મુકાઈ

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં ન્યૂઝીલેન્ડની ટીમે શ્રીલંકા (SL vs NZ) ને પડકાર ફેંક્યો હતો. મેચમાં કિવી ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો. પ્રથમ બોલિંગ કરતા ન્યૂઝીલેન્ડે શ્રીલંકાની ટીમને 171 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધી હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડે 23.2 ઓવરમાં 172 રન બનાવીને 5 વિકેટે મેચ જીતી લીધી હતી. આ જીત સાથે કિવી ટીમે સેમી ફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. ન્યૂઝીલેન્ડની જીત સાથે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એટલે કે આ બંનેની સમસ્યાઓ વધી ગઈ છે. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની ટીમે શ્રીલંકાની ટીમ (SL vs NZ) પર પ્રભુત્વ જમાવ્યું હતું. ન્યૂઝીલેન્ડની ટીમ 171 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

Advertisement

બેટિંગમાં શ્રીલંકાનો ધબળકો

Advertisement

કુસલ પરેરા અને મહિષ થિક્ષાના સિવાય કોઈ પણ બેટ્સમેન શ્રીલંકા માટે સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. કુસલ પરેરાએ 28 બોલમાં નવ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા. પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, ચરિથ અસલંકા અને ચમેકા કરુણારત્નેએ અનુક્રમે 2 રન, 6 રન, 8 રન અને 6 રનની ઇનિંગ્સ રમી હતી. સાદિરા સમરવિક્રમ અને દુષ્મંથા ચમીરા માત્ર એક-એક રન બનાવી શક્યા હતા. એન્જેલો મેથ્યુઝે 16 રન અને ધનંજય ડી સિલ્વાએ 19 રનનું યોગદાન આપ્યું હતું. આ તમામ બેટ્સમેનો પેવેલિયન પરત ફર્યા બાદ મહિષ થીક્ષાનાએ શ્રીલંકાના દાવને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે અન્ય કોઈ ખેલાડી તરફથી કોઈ યોગદાન મેળવી શક્યો નહોતો. જોકે, મહિષ થેક્ષાના 38 રનની ઇનિંગની મદદથી ટીમ 171 રન બનાવી શકી હતી.

પાકિસ્તાનને સેમી ફાઈનલમાં પ્રવેશવું લગભગ અશક્ય

શ્રીલંકાની ટીમ જે બેટિંગમાં ખરાબ રીતે ફ્લોપ રહી, તો બીજી તરફ ન્યૂઝીલેન્ડના બોલરોએ તેમની પ્રતિભા બતાવી. કિવી બોલર કુસલ મેન્ડિસની ટીમ માટે આફત સાબિત થયો હતો. આ દરમિયાન ટ્રેન્ટ બોલ્ટની બોલિંગનો કહેર જોવા મળ્યો હતો. તેણે એકલા હાથે વિરોધી ટીમની ત્રણ વિકેટ ઝડપી હતી. કુસલ મેન્ડિસ, સાદિરા સમરવિક્રમ અને ચરિથ અસલંકાની વિકેટ તેના નામે રહી હતી. લોકી ફર્ગ્યુસન, રચિન રવિન્દ્ર અને મિશેલ સેન્ટનરે બે-બે વિકેટ લીધી હતી. ટિમ સાઉથીને પણ સફળતા મળી હતી. જણાવી દઇએ કે, શ્રીલંકાએ આપેલા ટાર્ગેટને ન્યૂઝીલેન્ડની ટીમે માત્ર 23.2 ઓવરમાં હાંસિલ કરી લીધો હતો. ડ્વેન કોનવે અને રચિન રવિન્દ્રની જોડીએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંને ખેલાડીઓ વચ્ચે પ્રથમ વિકેટ માટે 86 રનની ભાગીદારી થઈ હતી. ડ્વેન કોનવેએ 45 રન અને રચિન રવિન્દ્રએ 42 રન બનાવ્યા હતા. કેપ્ટન કેન વિલિયમસન 14 રન બનાવીને આઉટ થયો હતો અને માર્ક ચેપમેન 7 રન બનાવીને આઉટ થયો હતો. ગ્લેન ફિલિપ્સ અને ટોમ લાથમ અનુક્રમે 17 રન અને બે રન બનાવીને અણનમ રહ્યા હતા. એન્જેલો મેથ્યુઝે બે વિકેટ ઝડપી હતી. મહિષ થીક્ષાના અને દુષ્મંત ચમીરાએ એક-એક વિકેટ લીધી હતી. આ જીત સાથે, ન્યૂઝીલેન્ડે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી દીધું છે, કારણ કે પાકિસ્તાને તેનો દાવો દાવ પર રાખવા માટે ઇંગ્લેન્ડને 275 રનથી હરાવવું પડશે. જે લગભગ અશક્ય છે.

આ પણ વાંચો - Viral News : Irfan Pathan ની પત્ની પહેલીવાર બુરખા વગર જોવા મળી, ફોટાએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.