Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝેરી સિરપકાંડ : નશાબંધી વિભાગના ભ્રષ્ટાચારના પાપે 6 લોકો મોતને ભેટ્યા ?

ગુજરાત સરકાર (Government of Gujarat) ના ત્રણ-ત્રણ વિભાગોને દોડતા કરી દેનારા ઝેરી સિપરકાંડમાં હજુ કેટલાં દિવસો સુધી ધમધમાટ ચાલશે તેની કોઈને ખબર નથી. અમદાવાદ શહેર (Ahmedabad City) નો લઠ્ઠાકાંડ હોય કે બોટાદ-અમદાવાદ ગ્રામ્યનો કેમિકલકાંડ કે પછી ખેડાનો ઝેરી સિરપકાંડ (Intoxicating...
ઝેરી સિરપકાંડ   નશાબંધી વિભાગના ભ્રષ્ટાચારના પાપે 6 લોકો મોતને ભેટ્યા

ગુજરાત સરકાર (Government of Gujarat) ના ત્રણ-ત્રણ વિભાગોને દોડતા કરી દેનારા ઝેરી સિપરકાંડમાં હજુ કેટલાં દિવસો સુધી ધમધમાટ ચાલશે તેની કોઈને ખબર નથી. અમદાવાદ શહેર (Ahmedabad City) નો લઠ્ઠાકાંડ હોય કે બોટાદ-અમદાવાદ ગ્રામ્યનો કેમિકલકાંડ કે પછી ખેડાનો ઝેરી સિરપકાંડ (Intoxicating Syrup). આ ત્રણેય કાંડમાં જો કોઈ વિભાગની દેખીતી સંડોવણી હોય તો તે છે નશાબંધી અને આબકારી વિભાગ (Prohibition and Excise Department Gujarat) ની. નશાબંધી ખાતાના કેટલાંક ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓની હપ્તાબાજીના કારણે અનેક પ્યાસીઓને ઝેરી પીણાના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. Gujarat First પાસે આવેલી કેટલીક ઠોસ માહિતી અમે અહીં રજૂ કરીએ છીએ.

Advertisement

યોગેશ સિંધીને નશાબંધી વિભાગની ક્લિનચિટ ? : સપ્ટેમ્બર-2022ના સમયગાળામાં ગૃહ વિભાગ (Home Department) ને એક ફરિયાદ મળી હતી અને તેના આધારે નશાબંધી વિભાગે એક દરોડો પાડ્યો હતો. નશાબંધી ખાતાના તકેદારી નિરીક્ષક બી. સી. યાદવ (B C Yadav) અને નાયબ નિરીક્ષક એમ. બી. વાઘેલા (M B Vaghela) એ ખેડા જિલ્લા (Kheda District) ના નશાબંધી વિભાગના અધિક્ષક (Prohibition Superintendent) ને સાથે રાખીને કાર્યવાહી કરી હતી. કાર્યવાહી દરમિયાન નડીયાદ કપડવંજ રોડ પર આવેલા યોગેશ પારૂમલ સિંધી (Yogesh Sindhi) ની માલિકીના ગોડાઉનમાંથી સેલ્ફ જનરેટેડ આલ્કોહોલવાળી સિરપ, નોન આલ્કોહોલિક બીયર અને અન્ય ડ્રિંક્સની 19,720 બોટલ-ટીન મળી આવ્યા હતા. આ ઉપરાંત ડીનેચર્ડ આલ્કોહોલયુક્ત કેટલીક પરફ્યુમની બોટલો પણ મળી હતી. લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યા બાદ નશાબંધી વિભાગની ટીમે બી પજેશન પરમિટ મંજૂર કરવાની કાર્યવાહી આરંભી હતી. યોગેશ સિંધી સામે શું કાર્યવાહી કરવામાં આવી છે ? તે જાણવા માટે ગુજરાત ફર્સ્ટે નશાબંધી વિભાગના નિયામક (Prohibition Director) એલ. એમ. ડીંડોડ (L M Dindod IAS) નો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી. અમારી જાણકારી અનુસાર યોગેશ સિંધીને રોકડ રકમનો દંડ ફટકારી તત્કાલિન અધિકારીએ ભીનું સંકેલી લીધું હતું.

ભ્રષ્ટાચારીએ યોગેશનો ધંધો ફરી શરૂ કરાવ્યો : નશાયુક્ત સિરપ અને ડ્રિંક્સના કારોબારમાં રૂપિયાના ઢગલાં થતા હોવાની જાણ નશાબંધી વિભાગના એક કહેવાતા ભ્રષ્ટ અધિકારીને થઈ ગઈ. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર ગંદો ભૂતકાળ ધરાવતા કહેવાતા અધિકારીએ યોગેશ ઉર્ફે યોગી સિંધી સાથે હાથ મિલાવી લીધા. યોગેશ સિંધીને તપાસમાંથી આબાદ બચાવી લઈ નશાયુક્ત પીણાનો કારોબાર ફરી શરૂ કરાવ્યો. નશાબંધી અને ગૃહ વિભાગના અધિકારીઓને સાચવી લેવામાં માહેર ભ્રષ્ટાચારીએ હપ્તાનું નેટવર્ક ગોઠવી આપ્યું. નશાબંધી ભવન (Nashabandhi Bhavan) ગાંધીનગરમાં બેસતા 'સાહેબ' સાથે ગોઠવણ થતાંની સાથે જ યોગેશ સિંધીએ ખુદની ફેક્ટરી શરૂ કરી દીધી અને ભ્રષ્ટ બાબુને બખ્ખે બખ્ખા થઈ ગયા.

Advertisement

ગૃહ વિભાગમાં ગોઠવણ ? : યોગેશ સિંધીની જેમ અનેક આલ્કોહોલ માફિયાઓ (Alcohol Mafia) ને રક્ષણ પૂરૂં પાડનારા નશાબંધી ખાતાના આ કહેવાતા અધિકારીની બોલબાલા છે. દાગદાર નોકરી હોવા છતાં આ કહેવાતા અધિકારીને મનપંસદ સ્થાન પર જોઈએ તેવી નિમણૂંક મળી જાય છે. ગાંધીનગર નશાબંધી ભવનથી લઈને ગૃહ વિભાગ સુધીના અધિકારીઓનું હંમેશ ધ્યાન રાખતા ભ્રષ્ટાચારીની ગોઠવણ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો : દ્વારકા પોલીસને નશાયુક્ત સિરપકાંડની અગાઉથી જ શંકા હતી ?

Advertisement

Tags :
Advertisement

.