Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હીરોથી જીરો થઇ રહ્યો છે Shubman Gill ? કાર્તિકે આપી ચેતવણી

Shubman Gill ટીમ ઈન્ડિયાનો એક યંગ અને આક્રમક બેટ્સમેન છે. તેણે 2023 માં ઘણી સારી ઈનિંગ રમી લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પણ છેલ્લી ઘણી ઈનિંગ તેને હીરોથી જીરો બનાવી રહી છે. તાજેતરમાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બે મેચની...
હીરોથી જીરો થઇ રહ્યો છે shubman gill   કાર્તિકે આપી ચેતવણી
Advertisement

Shubman Gill ટીમ ઈન્ડિયાનો એક યંગ અને આક્રમક બેટ્સમેન છે. તેણે 2023 માં ઘણી સારી ઈનિંગ રમી લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પણ છેલ્લી ઘણી ઈનિંગ તેને હીરોથી જીરો બનાવી રહી છે. તાજેતરમાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બે મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. જેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને ખૂબ જ ખરાબ રીતે હાર મળી હતી. આ મેચમાં શુભમન ગિલને લેવામાં આવ્યો હતો પણ તે પોતાની બંને ઈનિંગમાં ફેઇલ રહ્યો હતો. બીજી ટેસ્ટ પહેલા હવે ગિલને લઇને દિનેશ કાર્તિકે એક ચેતવણી આપી છે. જાણો શું છે તે જાણીએ આ આર્ટિકલમાં આગળ...

ટીમ ઈન્ડિયાનું ટેસ્ટમાં સતત ખરાબ પ્રદર્શન

Team India દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બે મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ રમી હતી જેમાં ભારતીય ક્રિકેટ ટીમની શરમજનક હારથી ટીમની ક્ષમતા પર અનેક સવાલો ઉભા થયા છે. 1st Test ભારતીય ક્રિકેટ ટીમ ખરાબ રીતે હારી ગઇ હતી. ટીમ જ્યા વનડે અને T20 માં સારું પ્રદર્શન કરી રહી છે ત્યા બીજી તરફ ટેસ્ટમાં સતત ખરાબ પ્રદર્શન ચાલું છે. જ્યારથી વિરાટ કોહલીએ ભારતની ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી છે ત્યારથી ટીમ ઈન્ડિયા સેના (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશોમાંથી એક પણ ટેસ્ટ જીતવામાં સફળ રહી નથી.

Advertisement

Source : Google

Team India

Advertisement

ટીમમાં કેટલીક ખામીઓ છે, પરંતુ અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે ટીમમાં શુભમન ગિલના સ્થાન પર સવાલ ઉઠાવ્યા છે. જોકે, પસંદગીકારોએ ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેને છોડીને ટેસ્ટ ટીમમાં Shubman Gill અને યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓને તક આપી છે, પરંતુ શુભમન ગિલે અત્યાર સુધી એવું કંઈ કર્યું નથી જેનાથી તેના પર વિશ્વાસ કરી શકાય.

Shubman Gill ના સ્થાન પર ચોક્કસપણે પ્રશ્નાર્થ : DK

મીડિયાકર્મી સાથે વાત કરતા દિનેશ કાર્તિકે કહ્યું કે, "Shubman Gill અહીં એક મોટું પ્રશ્નાર્થ ચિન્હ છે. તે લોકોની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો નથી. મને લાગે છે કે તે એ પણ જાણે છે કે જો તમે 20 ટેસ્ટ રમ્યા પછી તમારા 30ના મધ્યમાં અથવા 30 ની શરૂઆતની એવરેજ પર જઇ રહ્યા છો, તો તમે તમારી જાતને અહીં આવવા માટે થોડા ભાગ્યશાળી માનો છો. જો તે આગામી ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન નહીં કરે તો તેના સ્થાન પર ચોક્કસપણે પ્રશ્ન થશે." આગળ બોલતા કાર્તિકે કહ્યું, "મધ્યમ ક્રમમાં અમને એક માત્ર નામ ખૂટે છે તે છે સરફરાઝ ખાન. મને કોઈ શંકા નથી કે તે અમે અત્યારે વિચારીએ છીએ તેના કરતા જલ્દી ટીમમાં પ્રવેશ કરશે. ઉપરાંત, તમારી પાસે મિડલ-ઓર્ડર માટે અન્ય કોઈ નામ નથી. રજત પાટીદાર ખૂબ જ મજબૂત નામ છે, મને લાગે છે કે તે ટૂંક સમયમાં ટીમમાં સ્થાન મેળવી શકે છે."

Source : Google

બીજી ટેસ્ટમાંથી Shubman Gill થઇ શકે છે બહાર

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શુભમન ગિલે નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. પ્રથમ ઇનિંગમાં તેણે 12 બોલમાં માત્ર 2 રન બનાવ્યા હતા જ્યારે બીજી ઈનિંગમાં પણ તેણે 37 બોલમાં 26 રન બનાવ્યા હતા. જણાવી દઈએ કે ગિલે ઘણા સમય સુધી ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટમાં ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા ભજવી હતી. પરંતુ તેના ખરાબ પ્રદર્શન બાદ તેને ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજા નંબર પર બેટિંગ માટે અજમાવવામાં આવ્યો હતો. પરંતુ ગિલનો ફ્લોપ શો અહીં પણ ચાલુ છે. તેને દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાંથી ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.

સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે કેમ શુભમન ગિલ થઇ રહ્યો છે ફ્લોપ

વ્હાઈટ બોલ ક્રિકેટમાં શુભમન માટે વર્ષ 2023 ઘણું સારું રહ્યું છે. પરંતુ તે ટેસ્ટ ક્રિકેટમાં કંઈ ખાસ કરી શક્યો નથી. જેના વિશે વાત કરતા સુનીલ ગાવસ્કરે કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાં તેણે અલગ અંદાજમાં બેટિંગ કરવી જોઈએ. સફેદ બોલ અને લાલ બોલની ક્રિકેટમાં ઘણો તફાવત છે. અને તે ODI અને T20 જેવી બેટિંગના કારણે ટેસ્ટમાં પણ ફ્લોપ થઈ રહ્યો છે. સુનીલ ગાવસ્કરે કહ્યું, “મને લાગે છે કે તે ટેસ્ટ ક્રિકેટમાં થોડો વધારે આક્રમક રીતે રમી રહ્યો છે. જ્યારે તમે T20 અને ODI ક્રિકેટની સરખામણીમાં ટેસ્ટ ક્રિકેટ રમો છો ત્યારે થોડો તફાવત હોય છે. બોલમાં તફાવત હોય છે. લાલ બોલ પણ સફેદ બોલ કરતાં હવામાં અને પીચની બહાર થોડો વધુ ફરે છે. તેમાં થોડો વધુ ઉછાળો પણ છે. ગિલે આને ધ્યાનમાં રાખવું જોઈએ.

આ પણ વાંચો - Shubhman Gill : યુવા ખેલાડીએ વર્ષ 2023 માટે નક્કી કર્યા હતા આ લક્ષ્ય, હવે કહી આ વાત!

આ પણ વાંચો - દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનો એક ઇનિંગ્સ અને 32 રને કારમો પરાજય, હાર છત્તા કોહલીએ સ્થાપ્યા નવા કીર્તિમાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

વિવાદો બાદ પ્રેમચંદ અગ્રવાલે આપ્યું રાજીનામું, વિપક્ષ એટેકિંગ મોડમાં, રાજકીય તાપમાન પણ 'હાઈ

featured-img
સ્પોર્ટ્સ

Team India માં સ્થાન ન મળવા પર ચહલે તોડ્યું મૌન,કહ્યું- 'કુલદીપ..!

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને PM મોદીએ કેમ કર્યા યાદ?

featured-img
Top News

gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: ભારત-પાક ક્રિકેટ પર PM નરેન્દ્ર મોદીનો ફની જવાબ!

featured-img
રાષ્ટ્રીય

PM Modi Podcast: RSSનો જીવન પર શું પ્રભાવ પડ્યો?

×

Live Tv

Trending News

.

×